અપના બજારની વાર્ષિક સાધારણ સભા સંપન્ન


જામનગર સેન્ટ્રલ કન્ઝયુમર્સ કો.ઓ. સ્ટોર્સ લિ. અપના બજારની બાવનમી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના ચેરમેન કે.પી. સરવૈયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભાની કામગીરી એજન્ડા મુજબ સંસ્થાના મેનેજર મહેન્દ્રભાઈ શેઠે કરી હતી. સર્વે સભાસદોએ સઘળી કામગીરી સર્વાનુમત્તે મંજૂર રાખી હતી. સંસ્થાના ડાયરેક્ટર મનહરભાઈ ત્રિવેદી, વિપુલ કે. મહેતા, મહેશભાઈ મેતા, બી.એ. ચુડાસમા, રોહીતભાઈ વિઠલાણી, યોગીતાબેન શેઠ, શાહબુદ્દીન એ. અભવાણીએ સંસ્થાની રૃપરેખાથી સર્વે સભ્યોને વાકેફ કર્યા હતાં. સંસ્થાના વાઈસ ચેરમેન ભરતભાઈ મેતાએ આ તકે સર્વે સભાસદો, સંસ્થાના સર્વે ડાયરેક્ટશ્રીઓ તથા કર્મચારીગણ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આ સભામાં કોવિડ-૧૯ ના સંદર્ભે બહાર પડાયેલી સરકારશ્રીની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવ્યું હતું.

વધુ સમાચાર