ડી.ડી. ગિરનાર ચેનલમાં હોમલર્નિંગ દરમિયાન યોજાયેલ સ્પર્ધાઓમાં કસ્તુરબાઈ નરભેરામકુમાર મંદિરના બાળકો ઝળક્યા


ડી.ડી. ગીરનાર ચેનલમાં હોમલનર્નિગ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં જામનગરના કસ્તુરબાઈ નરભેરામ કુમારમંદિરના બાળકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં 'બેટી બચાવો, બેટી પઢાવો'ની શ્લોગન સ્પર્ધામાં સોફિયા અનવરભાઈ તુવેરે પ્રથમ સ્થાન અને પોસ્ટર સ્પર્ધામાં મયુર રાજેશભાઈ ઠકરારએ પ્રથમ સ્થાન તથા ક્વિઝમાં ધો. ૩ ની વિદ્યાર્થીની પલક પ્રકાશભાઈ માડલિયાએ ટોપ-૧૦ માં સ્થાન પામીને શાળા તથા જામનગરનું ગૌરવ વધાર્યું છે. વિજેતા થનાર તમામ બાળકોને સી.આર.સી. તથા શાળા પરિવાર તરફથી ઈનામો આપવામાં આવ્યા હતાં.