માર્કેટ સ્કેન

નિફટી ફ્યુચર ૧૧૭૩૦ પોઈન્ટ મહત્ત્વની સપાટી ....!!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૯૯૨૨.૪૬ સામે ૩૯૫૩૭.૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૯૫૨૪.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી  નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૩૬૧.૯૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  ૧૩૨.૦૮ પોઈન્ટના ઘટાડા સાથે ૩૯૭૯૦.૩૮ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૭૨૧.૫૦ સામે ૧૧૬૩૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૬૦૫.૫૫ પોઈન્ટના નીચા  મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૯૭.૪૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર  ૪૬.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૬૭૫.૦૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક મોરચે એક તરફ અમેરિકા, યુરોપના દેશોમાં કોરોનાના કેસો વધતાં ફરી  લોકડાઉન લાગુ થવા લાગતાં અને અમેરિકામાં પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં અનિશ્ચિતતા કાયમ રહેતાં અને સ્ટીમ્યુલસની અમેરિકામાં આશા નિષ્ફળ જઈ રહ્યાના સંકેતે  આજે વૈશ્વિક બજારોમાં કડાકા પાછળ અને સ્થાનિક સ્તરે આજે ડેરિવેટીવ્ઝમાં ઓકટોબર વલણના અંત પૂર્વે ફંડોએ ભારતીય શેરબજારોમાં વેચવાલી કરી હતી. જ્યારે બીજી  તરફ ભારતમાં કોરોનાના કેસો અંકુશમાં આવવા લાગ્યા બાદ કેટલાક રાજયોમાં ફરી કેસો વધવા લાગ્યાની ચિંતા છતાં રાષ્ટ્રીય સ્તરે રિકવરી રેટમાં અસાધારણ વૃદ્વિના  પોઝિટીવ પરિબળે  ઔદ્યોગિ-આર્થિક પ્રવૃતિઓ ફરી વધવા લાગતાં અને તહેવારોની સીઝનમાં માંગ વૃદ્વિના સંકેતો છતાં ફંડોએ આજે શેરોમાં ઓફલોડિંગ કર્યું હતું. વૈશ્વિક  શેરબજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૯૪૩.૨૪ અંક એટલે કે ૩.૪૩%ના ભારે કડાકા સાથે ૨૬,૫૧૯.૯૫ ના સ્તર પર બંધ રહ્યો હતો.  જ્યારે નાસ્ડેક ૪૨૬.૪૮ અંક એટલે કે ૩.૭૩%ના ઘટાડા સાથે ૧૧,૦૦૪.૮૭ ના સ્તર પર બંધ થયો હતો. તો એસએન્ડપી ૫૦૦ ઈન્ડેક્સ ૧૧૯.૬૫ અંક એટલે કે  ૩.૫૩% ઘટીને ૩૨૭૧.૦૩ ના સ્તર પર સેટલ થયો હતો. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૧% ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ  સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેઝિક મટિર ીયલ્સ, એનર્જી અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ  ઈન્ડાયસીસ ઘટીને કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૨૩૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૮૬ અને વધનારની સંખ્યા ૭૨૮ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ  ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૪૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

એસીસી લિ. (૧૬૧૬) ઃ સિમેન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૦૬ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૫૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક  આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૩૩ થી રૂ.૧૬૪૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

એચડીએફસી બેન્ક (૧૧૯૩) ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૧૬૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૦૩ થી  રૂ.૧૨૧૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

મુથુત ફાઈનાન્સ (૧૧૮૦) ઃ રૂ.૧૧૬૬ નો પ્રથમ તેમજ રૂ.૧૧૪૪ ના બીજા સપોર્ટથી ફાઈનાન્સ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૦૩ થી રૂ.૧૨૧૨ સુધીની તેજી  તરફી રુખ નોધાવશે...!!!

ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ (૭૭૩) ઃ સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૭ થી રૂ.૭૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૭૫૦ નો સ્ટોપલોસ  ધ્યાને લેવો...!!!

અદાણિ પોર્ટ (૩૪૬) ઃ રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૩૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી  તરફી રૂ.૩૫૩ થી રૂ.૩૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

બજારની ભાવિ દિશા....

મિત્રો, દેશના અર્થતંત્રમાં ધીમો પણ મક્કમ રીતે સુધારો થઇ રહ્યો હોવાનો દાવો સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા અને ઇકોરેપ દ્વારા એક સર્વેના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.  પીટીઆઇના એક અહેવાલ મુજબ આ વર્ષના એપ્રિલ માસથી કોરોનાના પગલે શ્રમિકો દ્વારા પોતપોતાના ઘરે મોકલાતી રકમમાં ખાસ્સો ઘટાડો નોંધાયો હતો. અનલોક સાથે  જૂન અને જુલાઇ માસથી આ પરિસ્થિતિ સુધરી રહ્યાના અણસાર જોવા મળ્યા હતા. સર્વેમાં એવો દાવો કરાયો હતો કે ઇમિગ્રન્ટ શ્રમિકો દ્વારા આ વર્ષના ફેબ્રુઆરીમાં જેટલી  રકમ મજૂરો ઘરે મોકલતા હતા એટલી જ સપ્ટેમ્બર માસમાં મોકલતા જણાયા હતા. એ જ રીતે પ્રોવિડન્ટ ફંડ ખાતામાં પણ નવા રજિસ્ટ્રેશન વધ્યા હતા. પ્રગટ કરાયેલા રિપોર્ટ   મુજબ જનધન ખાતાંઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો હતો અને ખાતાંની સંખ્યા અંદાજીત ૪૧ કરોડના આંકને વટાવી ગઇ હતી. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આ વર્ષે  ભારતનો જીડીપી ગ્રોથ માઇનસ ૧૦.૩% રહેવાનું અનુમાન જાહેર કર્યું હતું, ત્યારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે એક ઇવેન્ટમાં બોલતાં તેમણે સ્વીકાર્યું હતું કે ચાલુ વરસે  ભારતનો જીડીપી ગ્રોથ શૂન્યની આસપાસ રહી શકે છે, પરંતુ આવતા વર્ષે વિશ્વના સૌથી ઝડપી આર્થિક વિકાસ ધરાવતા દેશોમાં ભારતની ગણના થશે.

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.