બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

મહત્ત્વના કામકાજો માટે સાનુકૂળતા સર્જાય. લાભદાયી તક સર્જાય. કૌટુંબિક કાર્ય થવા પામે. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૧

Capricorn (મકર: ખ-જ)

પ્રયત્નો વધારશો તો કાર્ય સફળતા આવી મળે. ધીરજ વધારવી પડે. ગૃહજીવનના કામમાં પ્રગતિ થવા પામે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭

Aquarius (કુંભ: ગ-શ-સ)

સમય સાનુકૂળ થતો જણાય. પ્રવાસ-પર્યટન ફળદાયી રહે. ગૃહ જીવનમાં ગેરસમજ ન જાગે તે જો જો. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૮-૪

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના મનનો બોજ હળવો થતો અનુભવાય. લાભદાયી તક મળી રહે. પ્રયત્નો સફળ બનતા જણાય. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૯

Aries (મેષ: અ-લ-ઈ)

આપની મનોકામનાઓ સાકાર કરવા માટે જરૃરી મદદ મેળવી શકશો. પ્રવાસમાં સફળતા મળી રહે. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૭

Taurus (વૃષભ: બ-વ-ઉ)

વિવાદથી દૂર રહેવું. નાણાકીય બાબત અંગે વિશ્વાસે ચાલવું નહીં. મિલન-મુલાકાત ફળદાયી રહે. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૬

Gemini (મિથુન: ક-છ-ધ)

મનપસંદ કાર્ય કરી શકશો. ખર્ચ-ખરીદીનું પ્રમાણ વધે નહીં તે જોજો. મિત્રોથી લાભ થાય. શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૯-૫

Cancer (કર્ક: ડ-હ)

તમારા પ્રયત્નો વધારવાથી લાભની આશા ફળતી લાગે. તબિયત નરમ-ગરમ રહે. ખર્ચ થવા પામે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૮

Leo (સિંહ: મ-ટ)

પ્રતિકૂળતા અને વ્યર્થતાના સંજોગોમાંથી બહાર આવી સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્ય સાચવવું. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૬

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દિવસ પ્રવૃત્તિશીલ બની રહેવા પામે. વિઘ્ન દૂર થતાં જણાય. અગત્યની તક સાંપડે તે ઝડપી લેજો. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૪

Libra (તુલા: ર-ત)

સમસ્યાઓથી દોરાયા હોય તો હવે તેમાંથી બહાર નિકળવાનો માર્ગ મળી રહે. અટકેલો લાભ પ્રાપ્ત થવા પામે. શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૨-૫

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના મુંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે ઈશ્વર પર શ્રદ્ધા વધારજો. પ્રતિકૂળતામાંથી બહાર આવી શકો. શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૪

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે નફા-નુકસાનભર્યો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન પારિવારિક ક્ષેત્રે મતભેદ કે મનદુઃખ હશે તો તેનું નિરાકરણ લાવી શકશો. જો કે, જાહેર જીવન ક્ષેત્રે શત્રુ-વિરોધીઓથી ચેતતા રહેવું. અન્યથા તેઓ આપને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તબિયત સુખાકારી સારી રહેવા પામે. વ્યવસાયિક ક્ષેત્રે ઉન્નતિના માર્ગો ખૂલતા જણાય. વ્યાપારી વર્ગ મો નવી ખરીદી કરવા સમય શ્રેષ્ઠ ગણી શકાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન ફળદાયી નીવડે. તા. ૩ થી ૬ લાભદાયી. તા. ૭ થી ૯ નુકસાનકારક સમય જણાય.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે નવી કાર્યરચના સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના રોજિંદા કાર્યો ઉપરાંત કોઈ નવીન કાર્યમાં સહભાગી થઈ શકો છો. જાહેર જીવન - સામાજિક ક્ષેત્રે આપ સક્રિય બનતા જણાવ. નાણાકીય સ્થિતિ સમતોલ રહેવા પામે. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ વ્યર્થ ખર્ચ કરવા આકર્ષાશો. દાંપત્ય જીવનમાં કલેશ-કલહનું વાતાવરણ ન સર્જાય તેની ચિંતા રહ્યાં કરે. વ્યાપાર-ધંધામાં લાભ થવા પામે. તા. ૩ થી ૬ નવીન કાર્ય થાય. તા. ૭ થી ૯ વ્યસ્તતા જણાય.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે સફળતાદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતાદાયક તકો પ્રાપ્ત થતી જણાય. નાણાકીય ક્ષેત્રે કોઈ લાંબાગાળાનું રોકાણ શક્ય બની રહે. અધૂરા રહેલા પારિવારિક કાર્યો પૂરા કરી શકશો. સ્વજનો સાથે સમય મજાનો પૂરવાર થાય. વાદ-વિવાદ, મતભેદ હશે તો દૂર કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે તબિયત નરમ-ગરમ રહેવા પામે. રાજકારણ તેમજ સરકારી કાર્ય સાથે સંકળાયેલા જાતકોએ ખાસ સંભાળવું. તા. ૩ થી ૬ સફળતાદાયક સમય રહે. તા. ૭ થી ૯ મધ્યમ સમય.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કૌટુંબિક ક્ષેત્રે તેમજ વ્યવસાયિક ક્ષેત્રે અકારણ વાદ-વિવાદમાં ઉતરવું પડે. ધાર્યુ ન થતાં આપ માનસિક રીતે ઉગ્ર બનતા જણાવ. જો કે, સંયમથી કામ લેશો તો સમસ્યાને નિવારી શકશો. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. સ્વાસ્થ્ય બાબતે સમય સાનુકૂળ રહેવા પામે. જમીન-મકાન-રોકાણને લગતી બાબતોમાં સમાધાનકારી વલણ અપનાવવું પડે. તા. ૩ થી ૬ સંયમ રાખવો. તા. ૭ થી ૯ સફળતાદાયક સમય જણાય.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે પારિવારિક કાર્યો કરાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહનાં દિવસો દરમ્યાન ઘર-પરિવારના સદસ્યો સાથે સમય વિતાવી શકશો. ભાઈ-ભાંડુ સાથે કોઈ મતભેદ કે વિવાદ હશે તો તેનો નિકાલ આવે. નાણાકીય સ્થિતિ એકંદરે મધ્યમ રહે. વ્યવસાયિક ક્ષેત્રે મોટું આર્થિક રોકાણ-સાહસ ટાળવું યોગ્ય રહેશે. સ્વાસ્થ્ય બાબતે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ આહાર-વિહારમાં કાળજી રાખવી સલાહભરી રહેશે. ગૃહસ્થજીવનમાં પરસ્પર સ્નેહ-સહકાર જળવાઈ રહે. એકંદરે સપ્તાહ સારૃં રહે. તા. ૩ થી ૬ કૌટુંબિક કાર્ય થાય. ૭ થી ૯ સામાન્ય.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે તડકાં-છાયા જેવી મીશ્ર પરિસ્થિતિ દેખાડતું સપ્તાહ શરૃ થાય છેે. નાણાકીય સ્થિતિમાં આ સમય દરમ્યાન અણધાર્યા ફેરફાર થઈ શકે. જો કે, આકસ્મિક લાભની શક્યતા હોય, આર્થિક વ્યવસ્થા બની રહે. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે પરિશ્રમ બાદ સફળતા પ્રાપ્ત થાય. આપની સૂઝ-બુઝથી માર્ગ આડેના અંતરાયો દૂર થાય. જો કે, અંગત સ્નેહીજનો સાથે સંબંધોમાં કડવાશ પણ આવી શકે છે. વાણી-વર્તન કાબૂમાં રાખશો તો મહ્દઅંશે ફાયદામાં રહેશો. સંતાન અંગે ચિંતા, તણાવ હશે તો દૂર થાય. યાત્રા-પ્રવાસમાં અડચણ-રૃકાવટ આવે. તાા ૩ થી ૫ બોલાચાલી ટાળવી. તા. ૬ થી ૬ લાભદાયી.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે પરિશ્રમદાયી સપ્તાહ શરૃ થાય છે. આ સમયગાળા દરમ્યાન પુરૃષાર્થને વધારે મહત્ત્વ આપવું જોઈએ. નિશ્ચિત લાભો અટકતા હતાશા પણ થાય. જો કે, સપ્તાહના અંત ભાગ સુધીમાં પરિસ્થિતિ કંઈક અંશે થાળે પડતી જણાય. સ્વાસ્થય સારૃં રહેશે. રોગો-તકલીફોમાંથી રાહત મળે. જમીન-મકાન-મિલકત સંબંધિત બાબતોમાં શૌર્યથી કામ લેવું. સમય સૂચકતા વાપરી મહત્ત્વના નિર્ણયો લેવા યોગ્ય રહે. વ્યવસાય ક્ષેત્રે ધીમી પણ મક્કમ પ્રગતિ થતી જણાય. જો કે, ધાર્યા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી. મિત્ર સાથે વિવાદ-મતભેદ હશે તો દૂર થાય. તા. ૩ થી ૫ આર્થિક બાબતે સંભાળવું. તા. ૬ થી ૯ સારી.

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે માનસિક શાંતિ પરત લાવતું સપ્તાહ શરૃ થાય છે. આ સપ્તાહના સમય દરમિયાન વણસેલી પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડતી જણાય. ધાર્યા કામમાં વિલંબ બાદ સફળતા મળતાં ઉત્સાહમાં વધારો થાય. ઘર-પરિવાર સંદર્ભે વડીલવર્ગના સ્વાસ્થ્ય અંગે ચિંતા સતાવે. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં એકાગ્રતા રાખવી આવશ્યક બને. વ્યવસાય-રોજગાર ક્ષેત્રે રોકેલા-અપાયેલા નાણા પરત મળતાં આર્થિક તંગી દૂર થાય. ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનતાં જણાય. મિત્ર-સ્નેહી સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ્ નિકાલ આવેે તા. ૩ થી ૬ સુખદાયી. તા. ૭ થી ૯ પારિવારિક કાર્ય થાય.

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે આત્મચિંતન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ભૂતકાળનાં અનુભવોને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું આયોજન કરવામાં વ્યસ્ત રહેશો. નાની-મોટી મુસાફરી કે પ્રવાસનાં આયોજન શક્ય બનતું જણાય. કૌટુંબિક ક્ષેત્રે આનંદભર્યું વાતાવરણ જોવા મળે. વડીલવર્ગ સાથે મતભેદ હશે તો દૂર થાય. નાણાકીય રીતે સમય નબળો પૂરવાર થાય. ભૌતિક સુખ-સગવડ પાછળ નાણાનો વ્યય કરવા આપ આકર્ષાશો. તા. ૩ થી ૬ મિશ્ર. તા. ૭ થી ૯ સામાન્ય.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપનાં ઘર-પરિવારના સભ્યો માટે ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ અને અને નાણાનો વ્યય ખર્ચ કરવા આકર્ષાશો. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતાં માનસિક ચિંતા હળવી બને. મિલકત-જમીન-મકાન-રહેઠાણને લગતી બાબતોમાં પરિણામ આપના પક્ષમાં આવી શકે. નોકરિયાતવર્ગને કાર્યના બદલામાં પ્રસંશા-વખાણ સાંભળવા મળે. તા. ૩ થી ૬ ખર્ચાળ. તા. ૭ થી ૯ સારી.

Libra (તુલા: ર-ત)

આ૫ના માટે ભાગ્યબળ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના નસીબનો ભરપૂર સાથ પ્રાપ્ત થતો જણાય. ઓછી મહેનતે વધુ ફળ પ્રાપ્ત કરી શકશો. સ્નેહી-પરિવારજનો સાથે સાથે સમય વિતાવી શકશો. સંબંધો ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વીટંબણાઓમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. જમીન-મકાન અંગેના વિવાદોનો નિકાલ લાવી શકશો. સામાજિક જીવનમાં સંકળાયેલા જાતકો માટે સમય નબળો પુરવાર થવા પામે. તા. ૩ થી ૬ સારી, તા. ૭ થી ૯ લાભદાયી.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે તબિયતની કાળજી માંગતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે ઋતુગત બીમારીઓથી સાવધાની રાખવી પડે. ખાન-પાન, આહાર-વિહારમાં નિયંત્રણ રાખવા સલાહ છે. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. આપની માનસિક સ્થિતિ ડામાડોળ થતી જણાય. વધારાનું કાર્ય કે જવાબદારી આપના માથે આવતી જણાય. દાંપત્ય જીવનમાં મધુરપ જોવા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બની રહે. આવકની સાથે ખર્ચનું પ્રમાણ સવિશેષ જોવા મળે. તા. ૩ થી ૬ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૭ થી ૯ વ્યસ્તતા.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી