બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

માર્કેટ સ્કેન

નિફટી ફયુચર ૧૧૫૭૫ પોઇન્ટ ઉપર તેજી તરફી ધ્યાન !!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ આગલા બંધ ૩૮૮૪૫.૮૨ સામે શરૂઆતી તબક્કામાં ઘટાડા સાથે ૩૮૮૧૨.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને  ૩૮૭૭૬.૧૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૨૧૪.૫૭ પોઈન્ટની  મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૧.૩૨ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૯૨૭.૧૪ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૫૧૫.૨૫ સામે શરૂઆતી તબક્કામાં ઘટાડા સાથે ૧૧૪૯૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને  ૧૧૪૭૪.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૫૨.૯૦ પોઈન્ટ ની  મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૫૨૨.૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સામાન્ય ઘટાડા સાથે થઈ હતી. કોરોના મહામારી વચ્ચે વિશ્વભરમાં દવાઓની માંગમાં વધારા સાથે  કોરોનાને ફેલાતો અટકાવવા વેક્સિનની શોધમાં થઈ રહેલી પ્રગતિ સાથે હવે ભારતની ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર કંપનીઓની દવાના ઉત્પાદન માટે મહત્વના એક્ટીવ ફાર્મા  ઈન્ગ્રેડિયેન્ટસના ઉત્પાદન માટેના કાચામાલના ભારતમાં જ મેન્યુફેકચરીંગને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા અંદાજીત રૂ.૨૫,૦૦૦ કરોડનું ઈન્સેન્ટિવ પેકેજ જાહેર કરી  રહી હોઈ આજે ફાર્મા-હેલ્થકેર અને આઇટી અને ટેક્નોલોજી શેરોમાં ફંડો દ્વારા સિલેક્ટિવ લેવાલી જોવા મળી હતી. ફાર્મા શેરોની આ તેજી સામે અલબત બેંકોની લોનોના  મોરેટોર યિમને લંબાવવાના અને એની સાથે વ્યાજ અને વ્યાજ પર વ્યાજ માફ કરવાથી નુકશાની ખર્ચ થવાના અંદાજોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો દ્વારા  ઓફલોડિંગ અને ટેલિકોમ, ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં નફારૂપી વેચવાલીએ ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી હતી. વૈશ્વિક શેરબજારની વાત  કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૮૮%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જીશ્ઁ ૫૦૦ ૧.૧૨% અને નેસ્ડેક ૧.૦૭%ના કડાકા સાથે સેટલ થયા હતા.  બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૬% ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે  માત્ર હેલ્થકેર, આઇટી અને ટેક શેરોમાં લેવાલ ી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટીને કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૩૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૬૬ અને વધનારની સંખ્યા ૯૭૩ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ  ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૬૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

એચડીએફસી લિ. (૧૭૨૪) ઃ એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૦૮ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૬૮૮ ના સ્ટોપલોસથી  ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૬૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

લાર્સન લિ. (૮૯૪) ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૮૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૮૭૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૦૯ થી રૂ.૯૧૩ નો ભાવ  નોંધાવે તેવી સંભાવના છે...!!!

ઓરબિન્દો ફાર્મા (૮૪૦) ઃ રૂ.૮૨૮ નો પ્રથમ તેમજ રૂ.૮૧૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૬૩ થી રૂ.૮૭૦ સુધીની તેજી તરફી રુખ  નોધાવશે...!!!

મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર (૬૫૮) ઃ ઓટો સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૭૭ થી રૂ.૬૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૬૩૬ નો સ્ટોપલોસ  ધ્યાને લેવો...!!!

ગ્લેનમાર્ક ફાર્મા (૪૯૮) ઃ રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૮૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી  તરફી રૂ.૫૦૯ થી રૂ.૫૧૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

બજારની ભાવિ દિશા....

મિત્રો, કોરોનાના સંક્રમણમાં ફરી વિશ્વભરમાં થવા લાગેલા ચિંતાજનક વધારાથી અનલોકની છૂટછાટો પાછી ખેંચવાની વિચારણા સાથે કેટલાક દેશોમાં ફરી લોકડાઉનના  પગલાં લેવાઈ રહ્યા હોઈ આ પરિસ્થિતિ વૈશ્વિક મહામંદી માટે મોટું ચિંતાનું પરિબળ બનવાનો ફફડાટ વ્યાપત થયો છે. અલબત આ પરિસ્થિતિ વચ્ચે ભારતમાં વધતી  બેરોજગારી અને ઉદ્યોગોની હાલત કફોડી બનવા લાગી હોઈ સરકાર પાસે ફરી મોટા આર્થિક પેકેજની માંગ થવા લાગી છે. પરંતુ દેશમાં ઘટતી વેરાકીય આવક અને મંદી  વકરવાના અંદેશા વચ્ચે એડવાન્સ ટેક્ષની ચૂકવણીમાં મોટા ઘટાડા સાથે બિઝનેસ સેન્ટીમેન્ટ ડહોળાવા લાગ્યું હોઈ અને ઘટતી આવક સાથે રાજયોની આર્થિક સહાય માટે  વધતી માંગને લઈ કેન્દ્ર સરકાર  માટે પણ અનેક પડકારો હોવાથી આગામી દિવસોમાં સરકારે મોટું બોરોઈંગ કરવાની ફરજ પડવાની પરિસ્થિતિ ઊભી થઈ હોઈ આર્થિક  મોરચે આ પ્રકારનો કોઈપણ નિર્ણય બજારનું સેન્ટીમેન્ટને અસર કરી શકે છે. જેથી આગામી દિવસોમાં અર્થતંત્ર અને ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી શકે  છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

નોકરી-ધંધાના કામ યથાવત ચાલ્યા કરે. સિઝનલ કામ મળી રહે. આવકમાં વૃદ્ધિ જણાય. શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૫-૮

Capricorn (મકર: ખ-જ)

નોકર-ચાકર વર્ગ તરફથી ચિંતા અનુભવાય. નોકરી-ધંધા-વ્યવસાયના પ્રશ્નોનું નિરાકરણ વિલંબથી મળે. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૯-૪

Aquarius (કુંભ: ગ-શ-સ)

કામના ઉકેલની દોડધામ અને ચિંતામાં રહો, પરંતુ વાહન ચલાવતા તેમજ રસ્તામાં આવતા-જતા સંભાળવું. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૭

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. શત્રુ-વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થાય. માન-સન્માન મળી રહે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૧

Aries (મેષ: અ-લ-ઈ)

નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. પ્રતિકૂળતા-મુશ્કેલી હળવી થતી જાય. ધંધામાં આવક થાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૯

Taurus (વૃષભ: બ-વ-ઉ)

સાંસારિક પ્રશ્નમાં, જાહેર સંસ્થાકીય કામમાં આપે ધ્યાન આપવું પડે. સ્વાસ્થ્ય સાચવવું. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૭

Gemini (મિથુન: ક-છ-ધ)

આજે આપને આરોગ્યની અસ્વસ્થતાના કારણે તકલીફ અનુભવવી પડે. શ્રમ-થાક જણાય. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૧-૮

Cancer (કર્ક: ડ-હ)

આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવો. કોઈની વાત પર ગુસ્સો કરવો નહીં. હળવાશ રહે. શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૫-૩

Leo (સિંહ: મ-ટ)

તમારા રોજિંદા કામમાં ધ્યાન આપી શકો. નોકરી-ધંધાના જુના-નવા કામઅંગે વિચારવું પડે. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૯

Virgo (કન્યા: પ-ઠ-ણ)

નોકરી-ધંધાના કામમાં પુત્ર-પૌત્રાદીકના કામમાં સાનુકૂળતા રહે. કોઈ શુભ સમાચાર મળે. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૮

Libra (તુલા: ર-ત)

આજે કોઈપણ કામમાં નુકસાન-વિવાદ થાય તેવો નિર્ણય કરવો નહીં. શાંતિ-ધીરજ રાખવી. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૬

Scorpio (વૃશ્ચિક: ન-ય)

જેમ-જેમદિવસ પસાર થાય તેમતેમતમારા કામ ઉકેલાતા જાય. અન્યના સહકારથી કામ થાય. શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૬

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ભૂતકાળના અનુભવોને વાગોળતા જણાવ અને તેને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું આયોજન ગોઠવતા જણાવ. નાની-મોટી મુસાફરી કે પ્રવાસનું આયોજન શક્ય બનતું જણાય. કૌટુંબિક ક્ષેત્રે આનંદભર્યું વાતાવરણ જોવા મળે. વડીલ વર્ગ સાથે મતભેદ હશે તો દૂર થાય. નાણાકીય રીતે સમય નબળો પૂરવાર થાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા આપ આકર્ષાઈ શકો છો. તા. ર૧ થી ર૪ મધ્યમ. તા. રપ થી ર૭ યાત્રા-પ્રવાસ.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ગ્રહો તથા પરિસ્થિતિ આપના પક્ષમાં રહેવા પામે. નવિન કાર્ય શરૃ કરવા માટે સમય શુભ જણાય છે. આર્થિક દૃષ્ટિએ આપ ઘણી સારી સ્થિતિમાં રહેશો. પારિવારિક સંબંધોની બાબતે પણ આપ ધ્યાન કેન્દ્રિત કરશો અને યોગ્ય સાથ -સહકાર પ્રદાન કરશો. કોર્ટ-કચેરીની બાબતે અવરોધો પછી સરળતા મળી શકે. સ્વાસ્થ્ય બાબતે કોઈ મોટી બીમારી ઘર ન કરી જાય તેની સાવચેતી રાખવી આવશ્યક જણાય છે. તા. ર૧ થી ર૪ લાભદાયી. તા. રપ થી ર૭ સ્વાસ્થ્ય સાચવવું.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે સ્વાસ્થ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના રોગો તથા તકલીફોમાંથી મુક્તિ મળતા માનસિક શાંતિનો અનુભવ થાય. ધંધો-વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે આપની સુઝબુઝ અને લગનના કારણે ધાર્યો લાભ મેળવી શકશો. આર્થિક સ્થિતિ સુધરતા લાંબા સમયથી ચાલી આવતી નાણાભીડનો અંત આવે. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડહોળાઈ શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય આત્મચિંતન કરાવનારો બની રહે. વડીલ વર્ગ તથા માતા-પિતા સાથે બોલાચાલી કે ઘર્ષણ ટાળવા. તા. ર૧ થી ર૪ સ્વાસ્થ્ય સુધરે. તા. રપ થી ર૭ મધ્યમ.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે આત્મ વિશ્વાસ સભર સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપની મહેનત તથા કુનેહથી સફળતા પ્રાપ્ત કરી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધીમી ગતિએ પણ મક્કમ પ્રગતિ સાધી શકશો. જમીન-મકાન-મિલકતને લગતી બાબતોમાં સમાધાનકારી વલણ અપનાવવાથી લાભ થાય. સ્વાસ્થ્યમાં સુધારો આવતો જોવા મળે. જુના રોગો અને તકલીફોમાંથી મુક્તિ મળતા રાહત અનુભવી શકશો. દાંપત્યજીવનમાં એકમેકનો સાથ-સંગાથ મળી રહે. વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવા સલાહ છે. તા. ર૧ થી ર૪ લાભદાયી. તા. રપ થી ર૭ મિશ્ર.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે જવાબદારી વધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના માટે એક કરતા વધારે જવાબદારીઓ હોવાનો અનુભવ થતો જણાય. વ્યાપાર-વ્યવસાયના કાર્યો ઉપરાંત કૌટુંબિક-પારિવારિક પડતર કાર્યો પૂરા કરવા માટે આપ સજ્જ બનતા જણાવ. માનસિક તાણ તથા બોજનો અનુભવ થાય. નાણાકીય વૃદ્ધિનો માર્ગ મોકળો થતો જણાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. જીવનસાથી સાથે મતભેદ દૂર કરી શકશો. પડવા-વાગવાથી કે અકસ્માતથી સાવચેત રહેવું. તા. ર૧ થી ર૪ આનંદદાયી. તા. રપ થી ર૭ જવાબદારી વધે.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે ખર્ચ-ખરીદી કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા માટે આપ આકર્ષાઈ શકો છો. આપની માનસિક સ્થિતિ પ્રસન્ન રહેવા પામે. સામાજિક જીવનમાં એકરસતા તથા મધૂરપ જોવા મળે. નાણાકીય સ્થિતિ થોડી નબળી જણાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે ઘર્ષણ થઈ શકે છે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો વધારે ગુંચવાતા જણાય. સામાજિક ક્ષેત્રે ધાર્મિક કાર્યમાં સહભાગી બનવું પડે. તા. ર૧ થી ર૪ સારી. તા. રપ થી ર૭ ખર્ચ-વ્યય.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે તડકા-છાંયા જેવી પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સમય આપના માટે નબળો પૂરવાર થાય. અણધાર્યા અથવા આકસ્મિક ખર્ચાઓને કારણે નક્કર આર્થિક આયોજન જ વિકલ્પ બની રહે. તબિયત સુખાકારી સારી રહે. દાંપત્યજીવનમાં એકમેકનો સાથ-સહકાર મેળવી શકશો. ધાર્મિક કે માંગલિક કાર્યો થકી મનની શાંતિ મેળવવા પ્રયત્ન કરશો. નોકરિયાત વર્ગને સહકર્મચારી તરફથી સહકાર મળતા કાર્યપૂર્તિ થાય. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ થાય. તા. ર૧ થી ર૪ સ્વાસ્થ્ય સુધરે. તા. રપ થી ર૭ મધ્યમ.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે સફળતાદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ભૂતકાળમાં આપે કરેલ મહેનત અને પરિશ્રમ આપના માટે લાભદાયી સાબિત થાય. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સફળતાના નવા શિખર સર કરી શકશો. આપ વધુ પડતા ભાવુક અને લાગણીશીલ બની રહેશો. ગૃહસ્થજીવનમાં નાની-મોટી તકરાર કે વિવાદ થઈ શકે છે. વડીલ વર્ગની તબિયત અંગે ચિંતા ઊભી થાય. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા ખર્ચાળ પૂરવાર થાય. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. તા. ર૧ થી ર૪ શુભ. તા. રપ થી ર૭ ઠીકઠાક.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે યાત્રા-પ્રવાસ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ધંધાકીય-સામાજિક કે અન્ય કોઈ કારણોસર યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. મિત્રો-સ્વજનો-સ્નેહીનો સાથ-સહકાર મળી રહે. આપના અટવાયેલા કાર્યોને ઉકેલી શકશો. કોઈ ધાર્મિક કાર્ય સંપન્ન થાય. રોકાયેલા કે ફસાયેલા નાણા પરત મળતા આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળે. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સમય સાનુકૂળ બની રહે. સુખ-સમૃદ્ધિના સાધન વસાવી શકશો. સ્વાસ્થ્યમાં ધીમો પણ મક્કમ સુધારો જોવા મળે. તા. ર૧ થી ર૪ યાત્રા-પ્રવાસ. તા. રપ થી ર૭ લાભદાયી.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે સાવચેતીપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે ક્રિયાશીલ અને સક્રિય રહેવું આવશ્યક જણાય છે. ગૃહ-ગૃહસ્થીને લગતી બાબતોનો નિકાલ આપસી સમજુતિથી આવી શકે. મિત્રો કે સ્નેહીજનોનો સાથ-સહકાર મેળવી શકશો. આરોગ્ય મધ્યમ રહે. આર્થિક વ્યવહારમાં ખાસ કાળજી રાખવી સલાહભરી રહેશે. સરકારી કે કાનૂનિ કાર્યોમાં સફળતા મળે. શત્રુ વિરોધીઓથી સાવચેત રહેવું. તા. ર૧ થી ર૪ મધ્યમ. તા. રપ થી ર૭ આનંદ-ઉત્સાહ રહે.

Libra (તુલા: ર-ત)

તમારા માટે સામાજિક ક્ષેત્રે માન-સન્માન અપાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્યોની પ્રશંસા સાંભળવા મળે. ગુમાવેલ નામના પરત મેળવી શકશો. કૌટુંબિક ક્ષેત્રે સભ્યોનો સાથ-સહકાર મેળવી શકશો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નક્કર કરેલા ધ્યેય પ્રાપ્ત કરવા માટે વધારે ઉત્સાહ તથા સ્ફૂર્તિથી કામ કરવા પ્રેરાશો. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી-મશીનરી માટે સમય યોગ્ય જણાય છે. નવિન મુલાકાત ભવિષ્યમાં મહત્ત્વની પૂરવાર થાય. તા. ર૧ થી ર૪ સાનુકૂળ. તા. રપ થી ર૭ માન-સન્માન મળે.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે મધ્યમ ફળદાયી સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને સારી તથા નબળી બન્ને પરિસ્થિતિનો અનુભવ કરવો પડી શકે છે. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સમય નરમ-ગરમ સાબિત થાય. મહત્ત્વના નિર્ણયો લેતી વખતે તકેદારી દાખવવી. ગૃહસ્થજીવનમાં બગડેલા સંબંધો રહે. સ્વાસ્થ્ય સુખાકારી મધ્યમ રહેવા પામે. વડિલોપાર્જિત મિલકતો અંગેના વિવાદનો ઉકેલ લાવી શકશો. નોકરિયાત વર્ગને સહકર્મચારી કે ઉપરી અધિકારીનો સાથ-સહકાર મળતા સફળતા પ્રાપ્ત થાય. તા. ર૧ થી ર૪ સંભાળવું. તા. રપ થી ર૭ પારિવારિક કાર્ય થાય.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી