| | |

ખેડૂતોના ખાતામાં હવે ખાતરની સબસિડી સીધી જમા થશેઃ કાળાબજાર પર અંકુશ

નવી દિલ્હી તા. ૧૧ઃ ખેડૂતો માટે ખાતરની સબસિડી હવે સીધી તેના ખાતામાં જમા કરાવી દેવાશે, જેથી ખેડૂતોને લાભ થશે. આ ઉપરાંત કાળાબજાર અટકાવવા પણ જરૃરી પગલાં લેવાશે.

કેન્દ્ર સરકાર ખાતર સબસિડી કંપનીઓને આપવાના બદલે સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાવશે. આના માટે જરૃરી ટેકનિકલ પ્લેટફોર્મ બુધવારે લોન્ચ કરી દેવાયું છે. અત્યારે ખાતર સબસિડી કંપનીઓને આપવામાં આવે છે અને તે ખેડૂતોને ઓછા ભાવે ખાતર આપે છે. કેન્દ્રએ ખાતર સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં આપવા માટે ત્રણ નવા ટેકનોલોજી પ્લેટફોર્મ શરૃ કર્યા છે. તેમાં રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લામાં આપૂર્તિ, ઉપલબ્ધતા અને જરૃરિયાતની માહિતી આપતું ડેરા બોર્ડ, વેંચાણ કેન્દ્રનું અત્યાધુનિક સંસ્કરણ અને ડેસ્કટોપથી પીઓએસ સંસ્કરણ સામેલ છે. તેનાથી ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર હેઠળ સરકાર સીધા ખેડૂતોના બેંક ખાતાઓમાં ખાતર સબસિડી પહોંચાડશે અને ડીબીટી ર.૦ નામ અપાયું છે.

ખાતર પ્રધાન સદાનંદ ગૌડાએ કહ્યું કે સરકારનું માનવું છે કે એલપીજી સબસિડીની જેમ ખાતર સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં નાખવાથી સરકારી મદદનો દૂરૃપયોગ અને ખાતરના કાળાબજાર પર પ્રભાવી અસર થશે. નીતિ આયોગે ગયા વર્ષે આધાર વેરીફિકેશન સાથે કંપનીઓને આપવામાં આવતી ખાતર સબસિડી બાબતે કંપનીઓની તપાસ કરવી હતી. ૧૪ જિલ્લાઓમાં જાણવા મળ્યું હતું કે, વિક્રેતાઓએ વેંચાણ દરમિયાન ખેડૂતોના બદલે બીજાના આધાર નંબરનો ઉપયોગ કર્યો હતો. દર પાંચમાંથી એક કેસ આવો જ જોવા મળ્યો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit