ખંભાળિયામાં મહારાણા પ્રતાપની પ્રતિમાના નિર્માણ અર્થે ખાતમૂહુર્ત


ખંભાળિયામાં આઈટીઆઈ સામે મહારાણા પ્રતાપની પ્રતિમાનું નિર્માણ રૃા. ૧૭.૮૩ લાખના ખર્ચે કરાશે. આ કામનું ખાતમુહૂર્ત જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, હાલારના રાજ૫ૂત અગ્રણી પ્રતાપસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે રાજપૂત સમાજના ખંભાળિયાના પ્રમુખ ચંદ્રસિંહ જાડેજા, ભીખુભા જેઠવા, અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ખંભાળિયામાં મહારાણા પ્રતાપની પ્રતિમાના નિર્માણ કાર્યથી રાજપૂત સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે. (તસ્વીરઃ મુકેશ મોકરીયા)

વધુ સમાચાર

close
Ank Bandh 29 March
close
PPE Kit