| | |

ગ્રીન કાર્ડ સંબંધિત ખરડો અમેરિકી પ્રતિનિધિ સભામાં પસારઃ ભારતીયોને લાભ

વોશિંગ્ટન તા. ૧૧ઃ અમેરિકન પ્રતિનિધિ સભામાં ગ્રીન કાર્ડ સંબંધિત ખરડો પસાર થઈ ગયો છે, જેથી ભારતીયોને પણ લાભ થશે. આ ખરડાને લઈને રીપબ્લિકન અને ડેમોક્રેટ સાંસદોએ હાથ મિલાવ્યા હતાં અને સાથે મળીને આ ખરડો લાવ્યા હતાં.

મંગળવારે અમેરિકી પ્રતિનિધિ સભામાં ગ્રીન કાર્ડ સાથે જોડાયેલો એક ખરડો પસાર થઈ ગયો. અમેરિકી પ્રતિનિધિ સભાએ એ ખરડા પર મતદાન કર્યું જે ગ્રીન કાર્ડ જારી કરવાને લઈને દેશો પર લાગેલી સિમાને હટાવવાની માંગણી કરતો હતો. અત્રે નોંધનિય છે કે, અમેરિકી સાંસદોએ ગ્રીન કાર્ડ જારી કરવા પર મોજુદ ૭ ટકા કન્ટ્રી કેપને હટાવવાના હેતુથી એક ખરડો પસાર કરેલો છે.

રીપબ્લિક અને ડેમોક્રેટિક પાર્ટીના ૩૧૦ થી વધુ સાંસદો પાસેથી સમર્થન પ્રાપ્ત ફેયરનેશ ફોર હાઈસ્કીલ્ડ ઈમીગ્રેટ્સ એક્ટ ર૦૧૯ ને સરળતાથી પસાર કરવાની પહેલેથી જ સંભાવના જણાતી હતી. ખરડો રજૂ કરનારાઓ એ બાબતથી ખુશ હતાં કે ર૦૩ ડેમોક્રેટ અને ૧૦૮ રીપબ્લિકન આ ખરડાને સાથે મળીને લાવ્યા હતાં. તેના પ્રસ્તાવક એક ત્વરીત પ્રક્રિયા અપનાવી રહ્યું છે. જે હેઠળ ખરડાને સુનાવણી વગર અને સંશોધનો વગર પસાર કરવા માટે ર૯૦ મતોની જરૃર હતી, પરંતુ ૪૩પ સભ્યોવાળા ગૃહમાં તેને ૩૬પ મતો મળ્યા, જ્યારે વિરોધમાં માત્ર ૬પ મતો જ પડ્યા હતાં. અત્રે એ નોંધનિય છે કે, અમેરિકામાં દર વર્ષે તમામ દેશોને ૭ ટકા ગ્રીન કાર્ડ જારી કરવાની સીમા હતી જે હવે સમાપ્ત થઈ છે. ગ્રીન કાર્ડ ધરાવનારને અમેરિકામાં કાયમી રીતે રહેવા અને કામ કરવાની પરવાનગી મળે છે.

આ બિલ પાસ થવાથી અમેરિકામાં નોકરીના આધાર પર મળનાર સ્થાયી નાગરિક્તા આપવા સંબંધી લિમિટ પણ સમાપ્ત થઈ ગઈ છે. ગ્રીન કાર્ડ પર પ્રત્યેક દેશના હિસાબથી લાગેલી સીમાથી મુખ્ય ફાયદો ભારત જેવા દેશોના એચ-૧બી વર્ક વિઝા પર કામ કરી રહેલા હાઈટેક પ્રોફેશ્નલોને થશે. જેમના માટે ગ્રીન કાર્ડની ઈન્તેજારી એક દાયકાથી પણ વધુ સમયની છે. બિલ પાસ થવાથી હવે અમેરિકામાં નોકરીના આધાર પર મળનાર સ્થાયી નાગરિક્તા આપવા સંબંધી લિમિટ સમાપ્ત થઈ જશે. વર્તમાન નિયમોના હિસાબથી એક વર્ષથી વધુમાં ૧,૪૦,૦૦૦ ગ્રીન કાર્ડ જારી કરાતા હતાં. આ સિવાય કોઈપણ એક દેશથી ૯૮૦૦ નાગરિકોને એક વર્ષમાં સ્થાયી નાગરિક્તા અપાતી નથી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit