| | |

ચેક પરતના કેસમાં નગરના આસામીને છ મહિનાની કેદ

જામનગર તા. ૧૫ઃ જામનગરના એક આસામીને રૃા. પોણા સાત લાખના ચેક પરતના કેસમાં અદાલતે છ મહિનાની કેદની સજા ફટકારી છે.

જામનગરના શેઠ ભગવાનદાસ રોડ પર રહેતા મુકેશ જેન્તિલાલે પોતાના મિત્ર હરપાલસિંહ ભરતસિંહ જાડેજા પાસેથી રૃા. ૬,૭૫,૦૦૦ હાથ ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો તે ચેક બેંકમાંથી અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફરતા હરપાલસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ ચાલવા પરત આવતા આરોપીએ ઉપરોક્ત રકમ આપી દીધી હોવા છતાં ફરિયાદ કરવામાં આવી છે તેવો બચાવ લીધો હતો. જેની સામે રજુ થયેલી દલીલો, પુરાવાઓ, જુબાની ધ્યાને લઈ અદાલતે આરોપી મુકેશ જેન્તિલાલને છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. ફરિયાદી તરફથી વકીલ નરેન્દ્રસિંહ પી. જેઠવા રોકાયા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit