Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદીય ક્ષેત્રના ત્રણેય જિલ્લાઓ માટે સાંસદ પૂનમબેન માડમે
જામનગર તા. ૧૯: સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત સાંસદ પૂનમબેન માડમ દ્વારા સંસદીય ક્ષેત્ર જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં વિકાસના કામો માટે ગ્રાન્ટની ફાળવણીના રૂ. પાંચ કરોડના ૧૦૫ કામોની દરખાસ્તો કલેકટરને સુપ્રત કરી છે.
સંસદ સભ્યોને તેમના સંસદીય મતવિસ્તારમાં વિકાસના કામો માટે સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (એમપીએલએડી) હેઠળ દર નાણાકીય વર્ષે રૂ.૫ કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવે છે, જેમાંથી અનુસુચીત જાતીના વિસ્તારો માટે ૧૫% અને અનુસુચીત જનજાતીના વિસ્તારો માટે ૭,૫% અને બાકીની રકમની ફાળવણી અન્ય વિસ્તારો માટે આ યોજનાની માર્ગદર્શીકાથી નકકી કરાયેલ કામો માટે જ ફાળવણી દરખાસ્ત કરવાની રહે છે.
૧૮ મી લોકસભા અંતર્ગતના વર્ષ માટે સાંસદ પૂનમબેન માડમ દ્વારા અત્યાર સુધીમાં સંસદીય મતવિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના સમાવિષ્ટ ગામોના વિકાસ કામો માટે રૂ.૫.૦૪ કરોડના ખર્ચના કુલ-૧૦૫ કામો માટેની દરખાસ્ત સંબંધીત જિલ્લા કલેકટરને કરવામાં આવી છે. જે પૈકી અનુસુચીત જાતી વિસ્તારોમાં વિકાસના કામો રૂ.૮૫ લાખના ૨૦ કામો માટે અને જામજોધપુર અને ભાણવડ તાલુકામાં આવેલ અનુસુચીત જનજાતીની વસ્તી ધરાવતા ગામો માટે રૂ.૮૧ લાખના ખર્ચના ૧૬ કામોની દરખાસ્ત કરાયેલ છે.
સંસદસભ્ય દ્વારા દરખાસ્ત કરાયેલ કામોની પ્રાથમિક મંજુરી સંબંધીત જિલ્લા કલેકટરએ આપવાની રહે છે, જેમાં જામનગર જિલ્લામાં દરખાસ્ત કરાયેલ રૂ.૩.૩૭ કરોડના ૭૧ કામો પૈકી રૂ. ૩.૦૪ કરોડના ૬૩ કામોને તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરખાસ્ત કરાયેલ રૂ.૧.૪૮ કરોડના ૨૯ કામો પૈકી રૂ.૪૦ લાખના ૮ કામો અને મોરબી જિલ્લાના દરખાસ્ત કરાયેલ રૂ.૧૯ લાખના ૫ કામો પૈકી રૂ.૫ લાખના ૧ કામો મળી કુલ રૂ. ૩.૪૯ કરોડના ૭૨ કામોને સબંધીત કલેકટર દ્વારા પ્રાથમિક મંજુરી આપાયેલ છે જયારે ૩૩ કામોની પ્રાથમિક મંજુરી આપવાની છે.
સંબંધીત કલેક્ટરથી દ્વારા પ્રાથમિક મંજુરી મળ્યા બાદ અમલીકરણ અધિકારીઓ જેમ કે જે તે તાલુકાના તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાઓના ચીફ ઓફિસર, જિલ્લાના કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિગેરેએ કામોની જગ્યા, સ્થળ તપાસ કરી ખર્ચના જે તે કામના એસ્ટીમેટસ તૈયાર કરી, તાંત્રીક મંજુરી આપવાની હોય છે. ત્યારબાદ ટેકનીકલી મંજુર કરેલ કામને વહીવટી મંજુરી અને ગ્રાંટ ફાળવણી માટે સંબંધીત કલેક્ટર/જિલ્લા આયોજન અધિકારીને દરખાસ્ત કરવાની રહે છે. સંસદીય મતક્ષેત્રમાં પ્રાથમિક મંજુરી અપાયેલ ૭૨ કામો પૈકી અમલીકરણ અધિકારીઓએ ૧૩ કામોને તાંત્રીક મંજુરી આપી કલેકટરને વહીવટી મંજુરી અને ગ્રાંટ ફાળવણી માટે દરખાસ્ત મોકલતા સંબંધીત કલેકટર દ્વારા કુલ-૧૦ કામો માટે વહીવટી મંજુરી અને ગ્રાંટ ફાળવણીના હુકમો કરવામાં આવેલ છે.
પ્રાથમિક મંજુરી માટે બાકી ૩૩ કામોને સત્વરે મંજુરી આપવા તેમજ તાંત્રીક મંજુરી માટેના બાકી ૬૨ કામોના એસ્ટીમેટસ તૈયાર કરી તાત્કાલીક તાંત્રીક મંજુરી સંબંધકર્તા અમલીકરણ અધિકારી દ્વારા આપવામાં આવે અને વહીવટી મંજુરી/ ગ્રાંટ ફાળવણી માટે દરખાસ્ત જિલ્લા કક્ષાએ મોકલાય તે અંગેની સૂચના અમલીકરણ અધિકારીને આપવા સબંધીત કલેકટરને જણાવવામાં આવેલ છે. તેમજ સમયાંતરે યોજાતી 'દિશા' મિટિંગમાં પણ સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળની ગ્રાંટ ફાળવણીના કામોની સમીક્ષા કરવામાં આવે છે.
તેમ, એમપીએલએડી યોજના હેઠળ સાંસદશ્રીઓના ફંડ હેઠળના વિકાસ કામ અને ગ્રાંટ ફાળવણી સંબંધે વર્તમાન પત્રો તથા ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર પ્રસિદ્ધ થયેલ અહેવાલો સંબંધે જામનગર સંસદીય મતવિસ્તારના નોડલ કલેકટરની અખબારી યાદીમાં જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial