Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિક, કાયદો-વ્યવસ્થા, સલામતિ-સુરક્ષા અને આવાગમન સહિત તમામ પાસાઓના સંદર્ભે
જામનગર તા. ૧૮: જામનગરના એસ.પી. સહિતની પોલીસ ટીમ દ્વારા ગરબા આયોજનના સ્થળની મુુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ચેકીંગ કરાયું હતું. મોટા ગરબાના આયોજન નજીકના સ્થળે પાર્કિંગની વ્યવસ્થા ઉપરાંત ટ્રાફિકના સંદર્ભમાં પણ તમામ પોલીસ અધિકારી સાથે સમીક્ષા કરાઈ હતી.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં આગામી રર તારીખથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યરે તમામ નવરાત્રિ મહોત્સવના મહત્ત્વના સ્થળો કે જે જગ્યાએ વધુ ભીડ રહે છે, અને મોટી સંખ્યામાં લોકો નવરાત્રિ મહોત્સવ માટે એકત્ર થતા હોય છે, તેવા સ્થળની જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેઓની સાથે જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા, ઉપરાંત એલસીબીના પી.આઈ. વી.એમ. લગારિયા અને તેઓની સમગ્ર ટીમ તથા સિટી 'એ' ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.એ. ચાવડા તથા અન્ય પોલીસ અધિકારીઓનો કાફલો જોડાયો હતો, અને બારિકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
જામનગર પ્રદર્શન મેદાનમાં યોજાતા ગરબા મહોત્સવના સ્થળ પર સૌ પ્રથમ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને સુરક્ષા વ્યવસ્થા વિભાગના સંદર્ભમાં ગરબા મંડળ સંચાલકો સાથે ચર્ચા કર્યા પછી પાર્કિંગ સહિતના મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારપછી તમામ પોલીસ અધિકારીઓની ટીમ જામનગર શહેરને આસપાસના વિસ્તારમાં નવરાત્રિ મહોત્સવનું મોટા પ્રમાણમાં આયોજન થાય છે, તેવા તમામ સ્થળો પર ચેકીંગ કરી અને સુરક્ષા વ્યવસ્થા અને પાર્કિંગ સહિતના મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ યોજીને સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસ ડ્રાઈવ દરમિયાન જીપીએક્ટ કલમ ૧૩પ હેઠળના બે કેસ કરવામાં આવ્યા હતાં, જ્યારે એમ.વી. એક્ટ કલમ ૧૮પ મેઠળ ૬ કેસ કરવામાં આવ્યા હતાં. જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૪૦ જેટલી કારમાંથી ડાર્ક ફિલ્મને સ્થળ પર જ દૂર કરવામાં આવી હતી, અને નંબર પ્લેટ વગરના ૯ર વાહનચાલકો સામે કેસ કરવામાં અવ્યા હતાં. સાથે સાથે ફેન્સી નંબર પ્લેટવાળા ૪૪ વાહનોના કેસ કરી તે વાહનચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial