Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના મોટા વડાળા ગામમાં ૧૯ વર્ષ પહેલાં હત્યા કરનાર આરોપી હરિયાણામાંથી ઝડપાયો

બે ખેડૂતની હત્યા કરી મૃતદેહ જમીનમાં દાટી દીધા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: કાલાવડના મોટા વડાળા ગામમાં ૧૯ વર્ષ પહેલાં બે શખ્સે સામાન્ય બોલાચાલી પછી બે ખેડૂતોની હત્યા કરી મૃતદેહોને જમીનમાં દાટી દીધા હતા. મૃતદેહમાંથી વછૂટેલી વાશ પછી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતકના કાકાની ફરિયાદ પરથી ગુન્હો નોંધી હરિયાણાના એક શખ્સની ધરપકડ કરી હતી અને સહઆરોપીની શોધ આદરી હતી. આ આરોપી ૧૯ વર્ષ પછી હરિયાણામાંથી એલસીબીના હાથમાં ઝડપાયો છે. તેનો કબજો કાલાવડ શહેર પોલીસને સોંપવામાં આવ્યો છે.

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં ગઈ તા.૧૪ જાન્યુઆરી ૨૦૦૭ના દિવસે ભીખાભાઈ ગોરધનભાઈ તથા વિઠ્ઠલભાઈ ગોવિંદભાઈ નંદાણીયા નામના બે વ્યક્તિ પોતાનું જેસીબી લઈને કાલાવડ તાલુકાના પાટા મેઘપર ગામમાં પોતાના ખેતરે કામ કરતા હતા. તેઓના ખેતરમાં જેસીબી ઓપરેટર તરીકે હરિયાણા રાજ્યના મેવાત જિલ્લાના પુનાના ગામના ઈર્શાદદિન મહંમદ મેવ તથા જમશેદ દિનમહંમદ મેવ નામના બે શખ્સ કામ કરતા હતા.

બનાવના આગલા દિવસે કોઈ બાબતે ઈર્શાદ તથા જમશેદ સાથે બોલાચાલી થતાં ભીખાભાઈ ગોરધનભાઈ તથા વિઠ્ઠલભાઈ ગોવિંદભાઈ નંદાણીયાની હત્યા કરી નાખી આ બંને શખ્સે મૃતદેહોને સગેવગે કરવા માટે જમીનમાં જેસીબીથી ખાડો ખોદી નાખ્યો હતો અને બંને લાશ જમીનમાં દાબી દીધી હતી. તે પછી આ શખ્સો જેસીબી  મશીન સાથે પલાયન થઈ ગયા હતા.     

ઉપરોક્ત બાબતની મૃતકોના કાકા ધનજીભાઈ બાવાભાઈ નંદાણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જે તે વખતે ગુન્હો નોંધી આરોપી પૈકીના ઈર્શાદદિન મહંમદની  ધરપકડ કરી હતી અને બીજા આરોપી જમશેદદિન મહમદની શોધ કરાઈ રહી હતી.

સતત ૧૯ વર્ષ સુધી પોલીસને હાથતાળી આપતો ઉપરોક્ત આરોપી જમશેદ પોતાની ઓળખ બદલીને પોતાના વતનમાં જુદા જુદા સ્થળે ફરી રહૃાો હોવાની બાતમી મળતા જામનગરથી એલસીબીની ટીમ પીએસઆઇ એમ.વી. ભાટીયાના વડપડ હેઠળ હરિયાણા ધસી ગઈ હતી. જ્યાં ગુરૂગ્રામ શહેરમાંથી જમશેદ મેવને દબોચી  લેવામાં આવ્યો છે, કાલાવડ ખસેડી કાલાવડ પોલીસ સ્ટેશનને તેનો કબજો  સોંપવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh