Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયલ અને યુએઈને નિશાન બનાવીને ઈરાનનો ભીષણ હુમલો

એક સર્વેમાં ૭૫ ટકા અમેરિકાનો ઈરાનમાં સૈન્ય મોકલવાના વિરોધમાં ટ્રમ્પને ફટકોઃ

                                                                                                                                                                                                      

દુબઈ/ નવીદિલ્હી તા. ૧૨: અમેરિકા-ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં ભયાનક સંઘર્ષ જોવા મળી રહ્યો છે.  ઈરાન દ્વારા ઈઝરાયલ અને દુબઈ પર મિસાઈલ હુમલા કરાયા છે. જેરૂસલેમ અને દુબઈના આકાશમાં પ્રચંડ વિસ્ફોટોનો ગુંજારવ સંભળાયો છે.

આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, ગુરુવારે ઈરાન દ્વારા ઈઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓને કારણે દુબઈના ડાઉનટાઉન વિસ્તાર અને ઈઝરાયેલની રાજધાની જેરૂસલેમમાં પ્રચંડ વિસ્ફોટોના અવાજો સાંભળવા મળ્યા છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના સંવાદદાતાઓ અનુસાર, દુબઈના રહેણાંક વિસ્તારોમાં ખૂબ જ જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા અને રહેણાંક સોસાયટીઓ ઉપર ધુમાડાના વાદળો જોવા મળ્યા હતા.

બીજી તરફ, ઈઝરાયેલની સેના (આઈડીએફ) એ ટેલિગ્રામ પર પુષ્ટિ કરી છે કે ઈરાને ઈઝરાયેલના પ્રદેશ તરફ અનેક મિસાઈલો છોડી છે. આ ખતરાને નિષ્ક્રિય કરવા માટે ઈઝરાયેલની સંરક્ષણ પ્રણાલી (આયર્ન ડોમ) સક્રિય કરવામાં આવી છે અને આકાશમાં જ અનેક મિસાઈલોને તોડી પાડવામાં આવી રહી છે.

ઈરાકના કુર્દિશ શહેર ઇરબિલમાં સ્થિત ઇટાલિયન સૈન્ય બેઝ પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર છે. ઇટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાનીએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરતા જણાવ્યું હતું કે, *મેં ઈરાકમાં ઇટાલિયન રાજદૂત સાથે વાત કરી છે. સદનસીબે, ઇરબિલમાં તૈનાત અમારા તમામ સૈનિકો સુરક્ષિત છે અને હાલમાં બંકરોમાં આશરો લઈ રહૃાા છે.* ઇટાલિયન સૈનિકો ત્યાં આંતરરાષ્ટ્રીય દળોના ભાગરૂપે કુર્દિસ્તાન સુરક્ષા દળોને તાલીમ આપવાનું કાર્ય કરી રહૃાા છે.

ઇરબિલ એરપોર્ટ પર સ્થિત અમેરિકાના નેતૃત્વ હેઠળના આંતરરાષ્ટ્રીય દળોએ પણ અનેક ડ્રોનને તોડી પાડ્યા છે. સુરક્ષા સ્ત્રોતોના જણાવ્યા અનુસાર, એરપોર્ટ નજીક એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ડ્રોન તોડી પાડતી વખતે પ્રચંડ અવાજો સંભળાયા હતા, જોકે કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા અગાઉના હુમલાના વળતા જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બીજી તરફ ટ્રમ્પને ફટકો પડે તેવો સર્વે થયો છે. ઈરાન સામે યુએસ લશ્કરી કાર્યવાહી અંગે અમેરિકામાં જાહેર અભિપ્રાય વિભાજિત છે. મોટાભાગના સર્વેક્ષણો દર્શાવે છે કે તેને સમર્થન આપનારાઓ કરતાં વધુ વિરોધીઓ છે.

ક્વિનિપિયાક યુનિવર્સિટીના સર્વેક્ષણ મુજબ, લગભગ ૫૩% લોકો ઈરાન સામે યુએસ લશ્કરી કાર્યવાહીનો વિરોધ કરે છે. લગભગ ૪૦% લોકો તેનું સમર્થન કરે છે, જ્યારે ૧૦% અનિશ્ચિત છે. મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ અને ગેસના ભાવમાં વધારો થવા અંગે પણ ચિતિત છે. આ સર્વેક્ષણો જાહેર વાતચીત પર આધારિત છે. સર્વેક્ષણના ૭૫% ઉત્તરદાતાઓ ઈરાનમાં યુએસ ભૂમિ સૈનિકો મોકલવાનો વિરોધ કરે છે, જ્યારે ફક્ત ૨૦% લોકો તેનું સમર્થન કરે છે.

સર્વેક્ષણમાં એ પણ સૂચવવામાં આવ્યું છે કે ઘણા અમેરિકનો ચિંતિત છે કે જો અમેરિકા ઈરાન સામે યુદ્ધ અથવા લશ્કરી હુમલો કરે છે, તો તે યુએસ સુરક્ષાને વધારવાને બદલે ખતરો વધારી શકે છે.

જો કે, તેઓ ઈરાનને યુએસ સુરક્ષા માટે ખતરો પણ માને છે. આ પરિસ્થિતિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પડકાર પણ ઉભી કરી શકે છે. જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો તે આર્થિક અસ્થિરતામાં વધારો કરી શકે છે.

સર્વેમાં સામેલ મોટી સંખ્યામાં અમેરિકનોએ જણાવ્યું હતું કે તેઓ તેલ અને ગેસોલિનના વધતા ભાવ અંગે ચિતિત છે. મોટાભાગના લોકો માને છે કે ઈરાન સામે યુએસ કાર્યવાહી ઓછામાં ઓછા ઘણા મહિનાઓ સુધી ચાલી શકે છે. રિપબ્લિકન સમર્થકો સામાન્ય રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે ઉભા છે, પરંતુ તેઓ પણ ઈરાનમાં યુએસ ભૂમિ સૈનિકો મોકલવાના પક્ષમાં નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh