Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વચ્છતા સર્વેક્ષણમાં નગર ૮૩માં ક્રમેથી ર૯ માં ક્રમે પહોંચ્યું:
જામનગરને સ્માર્ટ સિટી-આધુનિક સિટી બનાવવાની વાતો કરી અનેક રૂપકડા નામ દઈ વિકાસના ગગનચૂંબી દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે જમીન ઉપર તેની હકીકત કેટલી 'ભેળસેળ'વાળી છે એ જનતા રોજબરોજ અનુભવ કરે છે. સુશાનના સંદર્ભમાં તંત્રની કહેવાતી સિદ્ધિઓ 'સ્વચ્છ' નથી, પરંતુ તેમાં જનફરિયાદોના અનેક 'ડાઘ' લાગેલા છે. આવા સંજોગોમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં નગરની 'હરણફાળ' પ્રકાશમાં આવી છે. ગત્ વર્ષે ૮૩ મા નંબર ઉપર રહેલ નગર આ વર્ષે પ૪ નંબનો કૂદકો મારી ર૯ મા ક્રમે પહોંચી ગયું છે. આંકડાકીય રીતે આ તો ખૂબ સારી વાત કહેવાય, પરંતુ સ્વચ્છતા સંદર્ભના આ 'વિકાસ' પર જનતા કેવો 'વિશ્વાસ' કરશે? એ સવાલ પણ ઉદ્ભવે છે. પ્રસ્તુત તસ્વીરમાં ત્રણ દરવાજા નજીકની શેરીના તથા બેડીગેઈટ પાસેની શેરીના ગંદકીના દૃશ્યો છે. લગભગ દરેક વિસ્તારમાં આવા દૃશ્યો સ્થાનિકોને સતત જોવા મળે છે. અવારનવાર પ્રકાશમાં આવતા કચરાની ગાડીઓમાં કેરણ ભરવાના કૌભાંડ હોય કે પછી મહિનાઓથી બંધ પડેલો 'વેસ્ટ ટુ એનર્જી' પ્લાન્ટ હોય આ તમામ કથળતી વ્યવસ્થાઓ વચ્ચે સ્વચ્છતા મુદ્દે નગરના ક્રમમાં આટલો બધો સુધારો ગળે ઉતરે એવો નથી લાગતો અર્થાત્ આને કોઈ ચમત્કાર જ કહી શકાય. જનતાની સલામતિ અને પ્રશ્નો મુદ્દે 'ઠાગાઠૈયા' કરતી સરકાર પોતાની પીઠ થાબડવા કોઈપણ 'ચમત્કાર' કરી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial