Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એમ્પ્લોયમેન્ટ લીંકડ ઈન્સેન્ટીવ
રાજકોટ તા.૧૯: કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા હમણાં જ મંજૂર કરવામાં આવેલી રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજના હેઠળ ઈપીએફઓ કાર્યાલય રાજકોટ તથા તેના કાર્યક્ષેત્રમાં આવતા જામનગર, ગાંધીધામ-કચ્છ, સુરેન્દ્રનગર, જુનાગઢ જિલ્લાઓના તમામ નોકરદારો પાસેથી આ મહત્વાકાંક્ષી યોજનામાં સક્રિય અને અસરકારક ભાગીદારી માટેની અપીલ કરે છે. આ યોજનાનો હેતુ માત્ર રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો થી, પરંતુ ખાસ કરીને નિર્માણ ક્ષેત્રને ઉત્તેજન આપવાનો અને હજારો યુવાનોને અસંગઠિત ક્ષેત્રથી સંગઠિત ક્ષેત્રમાં લાવવાનો છે, જેથી તેઓ સામાજિક સુરક્ષા અને ભવિષ્ય નિધિના લાભો સાથે જોડાઈ શકે.
આ યોજનના કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાના માર્ગદર્શન અને સરકારની વ્યાપક આર્થિક વ્યૂહરચના હેઠળ લાગુ કરવામાં આવી છે. આ દ્વારા પહેલીવાર નોકરી મેળવતા કર્મચારીઓને રૂ. ૧૫,૦૦૦ સુધીની પ્રોત્સાહન રકમ બે કિસ્તોમાં આપવામાં આવશે, તથા નોકરદારોને દરેક નવા કર્મચારી માટે રૂ. ૧,૦૦૦ થી રૂ.૩,૦૦૦ સુધીની માસિક આર્થિક પ્રોત્સાહન રકમ મળશે. નિર્માણ ક્ષેત્ર માટે આ પ્રોત્સાહન ચાર વર્ષ સુધી મળશે, જયારે અન્ય ક્ષેત્રોના નોકરદારોને બે વર્ષ માટે પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. યોજના હેઠળ, ૫૦ થી ઓછા કર્મચારીઓ ધરાવતા પ્રતિષ્ઠાનોએ ઓછામાં ઓછા બે નવા કર્મચારીઓને નિયુકત કરવા પડશે, અને ૫૦ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતા પ્રતિષ્ઠાનોએ પાંચ કે તેથી વધુ નવા કર્મચારીઓની ભરતી કરવી પડશે.
રાજકોટ, જામનગર, ગાંધીધામ-કચ્છ, સુરેન્દ્રનગર અને જુનાગઢ જિલ્લાઓના ઔદ્યોગિક અને ઉત્પાદન કેન્દ્રોમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હજુ પણ અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત છે. આ યોજનાથી શકય બનશે કે આ કર્મચારીઓ સંગઠિત ક્ષેત્રમાં આવે, જેથી તેમને સામાજિક સુરક્ષા, પેન્શન અને ભવિષ્ય નિધિ જેવી સુવિધાઓ મળી શકે. આથી માત્ર કર્મચારીઓની જીવનગુણવત્તા સુધરશે જ નહીં, પરંતુ નોકરદારોને પણ કેન્દ્ર સરકાર તરફથી સીધી પ્રોત્સાહન રકમ મળશે, જે તેમની કામગીરી અને વિસ્તરણમાં મદદરૂપ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial