Advertisement
Author: નોબત સમાચાર

જામરાવલમાં સંત પૂ. દેવુભગતની પુણ્યતિથિની ભવ્ય ઉજવણીઃ ૨૧ હજાર બાળકોનું બટુક ભોજન

ગંગાસ્વરૂપ ૧પ૦૦ બહેનોને રાશન કીટ, રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પનું દાતા મનોજભાઈ સોની દ્વારા આયોજન

                                                                                                                                                                                                      

જામરાવલ તા. ૧૯: જામરાવલમાં પૂ. સંત દેવુભગતની પુણ્યતિથિ પ્રખર દાતા અને સમાજસેવક મનોજભાઈ સોની દ્વારા યોજાઈ હતી, જેમાં રાવલ અને આજુબાજુના ગામો, ભાટિયા, માનપર તથા રાણાકંડોરિયામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તથા સમૂહભોજન, બટુકભોજનના કાર્યક્રમો યોજાયા હતાં. ર૧ હજાર બાળકોના સમૂહ ભોજન, બ્રહ્મચોર્યાસી, રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ તથા ગંગાસ્વરૂપ બહેનોને ૧પ૦૦ રાશન કીટ અર્પણ કરવાના કાર્યક્રમો યોજાયા હતાં. જેના આયોજનમાં વ્યાપક જનસહયોગ મળ્યો હતો.

જામરાવલમાં ગઈકાલ તા. ૧૮-૭-ર૦રપ ના સંતશ્રી દેવુભગતની પુણ્યતિથિએ દાતા અને અગ્રણી મનોજભાઈ સોની દ્વારા ભવ્ય ઉજવણી સાથે ઢગલાબંધ સેવાકીય કાર્યો યોજાયા હતાં.

આ ઉજવણી અંતર્ગત સેવાભાવી આગેવાન મનોજભાઈ સોની દ્વારા જામરાવલ તથા આજુબાજુના હનુમાનધાર, બારિયાધાર, રાણપરડા, ડાંગરવડ, જુપેર, આશિયાવદર, સૂર્યાવદર, દુધિયા, ટંકારિયા, પ્રેમસર, ગોરાણા, ચંદ્રવાડા, નગડિયા, વિસાવાડા તથા મોઢવાડાના ર૧,૦૦૦ બાળકોનું સામૂહિક બટુક ભોજન સાથે શાળાના બાળકોને ગીતાજી તથા હનુમાન ચાલીસની બુકો તથા રામલલ્લાનો ફોટો, નોટબુક-પેનનું વિતરણ કરાયું હતું તથા ગંગસ્વરૂપ ૧પ૦૦ ગરીબ વિધવાઓને રાશન કીટ આપવામાં આવ્યા હતાં. તદુપરાંત માનપર તથા રાણા કંડોરિયા ગામે બ્રહ્મચોર્યાસી કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતાં, જે ઉમંગભેર સંપન્ન થયા હતાં.

જામરાવલમાં યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પમાં આંખના કેમ્પમાં પોરબંદરના ડો. ઓડેદરા તથા ડો. ગરેજા તથા ગોકુલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ રાજકોટના ડો. પ્રકાશ મોઢા તથા તેની ટીમ, ડો. દિવ્યરાજસિંહ જાડેજા, ડો. કૌશિક પટેલ, અમી પટેલ, ડો. વૈભવ રામલિયાની ટીમોએ સેવા આપી હતી. આંખના ડોક્ટરો દ્વારા મોતીયાના નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરાઈ હતી.

સંતશ્રી દેવુભગતની પુણ્યતિથિના આ સેવાકીય કાર્યોમાં સંતો-મહંતો મોટી સંખ્યામાં જોડાયા હતાં. ક્રીષ્ણજતી બાપુ, રાધારમણ સ્વામી, સંતશ્રી વિવેક સ્વામી, ભનુ પ્રકાશ સ્વામી, સંત શ્રી કે.પી. સ્વામી, સંતશ્રી જે.પી. સ્વામી, જીવણભગત, જગત પ્રકાશ સ્વામી, પૂ. હિમેશ અદા, પ્રભાશંકર અદા, કિશોરભાઈ મોઢા વિગેરે પણ ઉપસ્થિત રહ્યા હ તાં.

મહાનુભાવોની ઉપસ્થિતિ

આ સમગ્ર કાર્યક્રમોમાં સંબંધિત તમામ ગામના લોકો તથા રાવલના યુવાવર્ગનો સહયોગ સાંપડ્યો હતો.

આ કાર્યક્રમમાં ડીવાયએસપી સાગર રાઠોડ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયા, જિલ્લા ભાજપ મંત્રી કેતનભાઈ બુદ્ધભટ્ટી, તમામ સમાજોના પ્રમુખો અને હોદ્દેદારો અને અગ્રણી નાગરિકો તથા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh