Advertisement
Author: નોબત સમાચાર

રખડતા પશુઓના ત્રાસવાળા શહેરોનું પણ સર્વેક્ષણ પણ થાય તો !?

રખડતા પશુઓને લઈને જામનગર કુખ્યાત છેઃ છેક રાષ્ટ્રપતિ સુધી થઈ છે રજૂઆત

                                                                                                                                                                                                      

તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો આવ્યા તેમાં જામનગરનો ર૭ મો ક્રોમ આવ્યો. ગત્ વર્ષના ૮૩ માં ક્રમેથી પ૪ ક્રમનો કૂદકો લગાવી શહેર ર૯ મા ક્રમે પહોંચ્યું એને સત્તાધીશો સફળતા માનતા હશે, પણ લોકો તો હકીકત જાણે જ છે. સ્વચ્છતા સર્વેક્ષણની જેમ રખડતા પશુઓની સમસ્યાવાળા શહેરોનું પણ સર્વેક્ષણ હાથ ધરવું જોઈએ એવી વતનપ્રેમી નગરજનોમાં લોકમાંગ ઊઠી છે, કારણ કે નગરજનોને વિશ્વાસ છે કે આ સ્પર્ધામાં આપણા નગરનો આખા દેશમાં પ્રથમ ક્રમ આવશે. પ્રસ્તુત તસ્વીરમાં રામેશ્વરનગર વિસ્તારમાં રખડતા પશુઓના ત્રાસનું દૃશ્ય જોવા મળે છે. આવા દૃશ્યો લગભગ દરેક વિસ્તારમાં રોજ નિહાળી શકાય છે. એક જાગૃત નાગરિકે તો મનપા વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહીની ચીમકી સાથે રાષ્ટ્રપતિ સુધી રજૂઆત કરી છે, ત્યારે રખડતા પશુઓને કારણે નગર કુખ્યાત થઈ રહ્યું છે. એના કરતા કોઈ સર્વેક્ષણ કરી એનિમલ ફ્રેન્ડલી સિટી તરીકે નગરને એવોર્ડ આપી દેવાય તો સરકારને વધુ એક સફળતા મળી રહે. આને જ કહેવાય આફતમાં અવસર...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh