Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હળવાશથી લેવાથી જીવનું જોખમ...
આજના યુગમાં હૃદયરોગ, બ્લડપ્રેશર, કેન્સર વિગેરેની જેમ ડાયાબિટીસના રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે, પણ જુના કાળથી માનવીને પીડતા અને આખા શરીરનું આરોગ્ય કથળાવતો આ રાજરોગ મધુ પ્રમેહ (ડાયાબિટીસ) વિશે આયુર્વેદના મહર્ષિ ચરક સુશ્રુતે રસપ્રદ વર્ણન આયુર્વેદના ગ્રંથોમાં કરેલ છે. જીવનભર પરેશાન કરનારા આવા મલરોગથી બચવા પ્રયત્ન કરવો તે સૌ કોઈની ફરજ છે.
એક મેડિકલ અહેવાલ પ્રમાણે ભારતમાં ડાયાબિટીસના રોગનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે, ત્યારે તેનાથી બચવા તેને રોકવા માટે લોકહિતાર્થે નીચે મુજબની માહિતી ઉપયોગી થશે.
શરીરનું વધારે પડતું વજન વધવા ના દેવું. ચાલીસ વર્ષની ઉંમર પછી તો આ બાબતે દરેક વ્યક્તિએ સજાગ રહેવું હિતાવહ છે.
આચાર્ય ચરકે મધુપ્રમેહ થવાના મુખ્ય કારણોમાં જણાવ્યું છે કે, ખોરાકમાં પોતાની જીભને વશમાં ના રાખી શકનાર અર્થાત્ વધારે પડતું ખાનારને અને પગે ચાલવાનો કંટાળો કરનાર અર્થાત્ બેઠાડું જીવન જીવવાવાળાને આ રોગ ભરડો છે છે. આ બાબત ધ્યાનમાં રાખવી.
કુટુંબમાં કોઈને આ રોગ છે કે કેમ? તે જાણી લેવું. જો તે હોય તો પોતે એના ભોગ બનવાની શક્યતા ધ્યાનમાં રાખવી. સાવચેતીના પગલાં તરીકે વધારે પડી મીઠાઈ અને વધારે પડતું ન ખાવું. વજનનો વધારો થતો રોકવો, સમયાંતરે લોહી અને પેશાબની તપાસ કરાવવી.
મોડા ઊઠવાની આદત, બપોરે જમ્યા પછીની દિવસની વધુ ઊંઘ, બેઠાડું-આળસુ જીવન છોડવું જ રહ્યું.
દરરોજ નિયમિત કસરત કરવી, યોગાસન કરવા, તેમજ ઝડપથી ચાલવું જરૂરી છે.
વારંવાર મીઠી ચા કે કોફી પીવાનું વ્યસન છોડવું હિતાવહ છે.
પચવામાં ભારે, દહીં વગેરે જેવા ચીકણા પદાર્થો, ગળ્યા દ્રવ્યો, ઠંડા પદાર્થો, કોલડ્રિંક્સ, આઈસ્ક્રીમ વિગેરે બહુ વધારે પ્રમાણમાં લેવા નહીં.
કફ પ્રકૃતિવાળી વ્યક્તિ કફ કરનાર પદાર્થો (જેમ કે વધુ પ્રમાણમાં દૂધ પીવું, વધુ પ્રમાણમાં દહીં ખાવું, ગોળ નાખેલા પદાર્થોનું વધારે સેવન કરવું વિગેરે) નું વધુ પ્રમાણમાં સેવન કરે તો સુખી-એસ-આરામી વ્યક્તિ અને સ્વાદપ્રિય તથા ઊંઘણશી વ્યક્તિ ડાયાબિટીસના સકંજામાં ઝડપથી આવી જાય છે.
પૌષ્ટિક ખોરાક ખાઈ શરીર શ્રમ વિના વેપાર-રોજગાર કરતા સુખી વેપારીઓ, વેપાર ધંધામાં વારંવાર ચિંતા કરવી, વ્યાયામ અને હરવું ફરવું ચાલવાની કસરત પણ ઓછી કરનાર, તેમજ જુદી જુદી મહત્ત્વકાંક્ષાથી ભરેલા અન્ય માણસો કે જે માનસિક રીતે પૂરતો આરામ કરતા નથી, તેઓ સજાગ રહે.
દૈનિક ખોરાકમાં શક્ય એટલા વધુ પ્રમાણમાં ખોરાક સાથ સૂકી-લાલી હળદર, મેથી, કારેલા, સૂકા-લીલા આમળા, આદું, હરડે, સાચું મધ વિગેરે લેવાથી ડાયાબિટીસથી બચી શકાય છે. નાના બાળકોને કડવાણી આપવી હિતાવહ છે.
બાળકોને થતું ડાયાબિટીસ- જુવેનાઈલ ડાયાબિટીસ બાળકોની અયોગ્ય રહેણીકરણીને કારણે થાય છે. જંકફૂડનું જે પશ્ચિમી કલ્ચર બાળકોમાં અપનાવાઈ રહ્યું છે તેના કારણે તેમના સ્વાસ્થ્યમાં ઘણાં ફેરફાર થાય છે. આ પ્રકારનું ડાયાબિટીસ ઘણીવાર વારસાગત હોય છે અને ક્યારેક સ્થૂળતા (વધુ વજન અને વધુ ચરબી) ને કારણે પણ થાય છે.
ડાયાબિટીસના દર્દી માટે અગત્યની ટિપ્સ
આ રોગના દર્દી જો ખાવાની બાબતમાં પોતાની જાતને કાબૂમાં રાખી શકે તો ડાયાબિટીસ અંકુશમાં રહે છે.
ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિએ નિયમિત તેમનું બ્લડ સુગર ચેક કરાવવું અત્યંત આવશ્યક છે.
પગની ખાસ સંભાળ રાખવી જરૂરી છે.
નિયમિત યોગાસનો અને કસરત કરવાથી પણ ડાયાબિટીસને અંકુશમાં રાખી શકાય છે.
જો આ રોગની યોગ્ય સારવાર ન લેવામાં આવે તો અંધાપો, હૃદયરોગ, કિડનીની બીમારી જેવા મહારોગને નોતરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial