Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાંથી નિકાસ માટે તૈયાર ૩૦૦ કન્ટેનર અટવાયાઃ વેપારીઓને આર્થિક ફટકો

યુદ્ધની સ્થિતિ વચ્ચે શી૫ીંગ કંપનીઓએ ભાડા વધારતા

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૨: યુદ્ધની સ્થિતિ વચ્ચે શીપીંગ કંપનીઓએ ભાડા વધારતા નિકાસ માટે તૈયાર ૩૦૦ કન્ટેનર અટવાયા હોવાની ગુજરાતના વેપારીઓને મોટો આર્થિક ફટકો પડશે.

ઈરાન-ઈઝરાયલ, અમેરિકા વચ્ચે દસેક દિવસથીચાલી રહેલા યુદ્ધની વિપરીત અસર ઉત્તર ગુજરાતના વેપાર પર પડી છે. આ વિસ્તારમાં સૌથી વધુ ઉત્પાદનથતા મસાલા પાક,ઈસબગુલ, બટાટા સહિતની ખાદ્ય વસ્તુઓ દર વર્ષે અમેરિકા અનેગલ્ફના દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે પરંતુ યુદ્ધના પગલે હાલમાં શીપીંગ કંપનીઓએ એકાએક ભાડાઓમાં તોતીંગ વધારો કરી દીધો છે જેના લીધે એક્સપોર્ટરોના જુદાજુદા માલ સામાનના ૨૦૦થી ૩૦૦ કન્ટેનર શીપીંગ યાર્ડ પર અટવાઈને પડ્યા છે.

આ ઉપરાંત બટાટાનું પણ વિદેશમાં થતા નિકાસની ગતિ અટકી પડી હોવાથી તેના ભાવ સાવ તળીયે જતા ખેડૂતો અને વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધથી દસ દિવસથી તણાવભરી સ્થિતિ ગલ્ફનાદેશોમાં વિમાની સેવા તેમજ શીપીંગ સેવાઓઉપર અસર જોવા મળી રહી છે. અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય ફલાઈટો રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે ખાદ્ય સામગ્રીની હેરાફેરી કરતા કન્ટેનરોની અવરજવરમાં પણ ગતિરોધ થયો છે. વિશેષ કરીને શીપીંગ કંપનીઓએ માલવાહક કન્ટેનરોના ભાડામાં તોતિંગ વધારોકરીદેતા ઉત્તર ગુજરાતમાંથી જીરૂ,વરીયાળી જેવા મસાલા પાકો, ઈસબગુલ, બટાટા જેવા કૃષિપાકોની નિકાસ સાવ અટકી પડી છે.

વે૫ારી અગ્રણીઓના જણાવ્યા મુજબ શીપીંગ કંપનીઓએ સામાન્ય દિવસોમાં એક કન્ટેનર દીઠ લેવાતા ૧૫૦૦ ડોલર આજુબાજુના ભાડાની સામે હાલમાં ૩૫૦૦ ડોલર વસૂલવામા આવી રહ્યું છે.જેના લીધે એક્સપોર્ટરોના ૨૦૦થી ૩૦૦ કન્ટેનરો હાલમાં શીપયાર્ડ પર તેમજ શીપીંંગ લાઈન પર હોલ્ટ પર અટવાયેલા પડ્યા છે. તેમણે કોમર્સ મંત્રી સમક્ષ શીપીંગ કંપનીઓ દ્વારા બિનજરૂરી શીપંગ ભાડામાં વધારો કરવામાં ન આવે તેમાટે દરમિયાનગીરી કરી તાકીદકરાય તેવી રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા, પાટણ, બનાસકાંંઠા સહિત ઉત્તર ગુજરાતમાં જીરા અને વરીયાળી સહિતના વિવિધ મસાલા પાકોના કુલ ઉત્પાદન પૈકીનો ૫૫ ટકા માલ ઘરેલુ તેમજ ૪૫ ટકા માલ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.

જો યુદ્ધ હજુ પણ લંબાય તો વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવાની નોબત આવે તેમ છે.

એશિયાના સૌથી મોટા ઉંઝા માર્કેટ યાર્ડમાં ૧૫મી માર્ચથી મસાલા પાકોની સિઝન શરૂ થશેે. હાલમાં બે હજાર બોરી જીરૂ, વરીયાળી પાંચ હજાર બોરી અને ત્રણથી ચાર હજાર બોરી ઈસબગુલની દૈનિક આવક થાય છે જેમાં જીરૂનો ભાવ સરેરાશ રૂપિયા ૩૭૦૦થી ૪૨૦૦, વરીયાળી રૂપિયા બે હજારથી ૪ હજાર જ્યારે ઈસબગુલ રૂપિયા ૨૫૦૦થી ૨૮૦૦ રૂપિયા સુધીનોભાવ ખેડૂતો મળી રહ્યો છે. મસાલા પાકોના ઉત્પાદન પૈકી પંચાવન ટકા માલની ઘરેલુ માંગ હોય છે. જ્યારે ૪૫ ટકા મસાલા પાકો વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલતા યુદ્ધને લીધે નિકાસની પ્રક્રિયા અટવાઈ ગઈ છે. જો યુદ્ધ હજુ લંબાય તો આ વિસ્તારના વેપારીઓને મોટો આર્થિક ફટકો પડવાની સંભાવના જણાય છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે બટાટાનું પૃષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે. જેમાંથી મોટા પ્રમાણમાં બટાટાના જથ્થાની નિકાસ ખાડી દેશોમાં થતી હોય છે. આ વર્ષે ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ પોતાના ખેતરોમાં બટાટાનું વિપુલ વાવેતર કર્યું હતું અને વાતાવરણ અનુકૂળ રહેતા બટાટાના ઉત્પાદનમાં પણ ઉછાળો આવ્યો છે પરંતુ એકાએક ઈરન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થતા જ બટાટાના નિકાસની પ્રક્રિયા અટકી પડતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. મોટાભાગના કોલ્ડ સ્ટોરેજમાં બટાટાનો ભરાવો થતા હાઉસફુલ થઈ ગયા છે. જેના ફળસ્વરૂપ હાલમાં બટાટાના ભાવમાં જોરદાર ઘટાડો થઈ ચૂક્યો છે. પ્રતિમણ માત્ર ૧૦૦ રૂપિયાની આસપાસ ભાવ બોલાતા ખેડૂતો અને વેપારીઓ ચિંતામાં મુકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh