Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકા-ઈરાન-ઈઝરાયલ યુદ્ધ તથા તેલવાહક જહાજો પર હૂમલા થતા
મુંબઈ તા. ૧૨: આજે સવારે શેરમાર્કેટ ખુલતા જ ૬૦૦ પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. અને નિફટી પણ ૨૦૦ પોઈન્ટ તૂટ્યો હતો. અને બેંકિંગ શેરોમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી હતી.
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે આજે શેરબજારમાં સતત બીજો ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રારંભે જ સેન્સેક્સ લગભગ ૬૦૦ પોઈન્ટ ઘટીને ૭૬,૩૦૦ પર ટ્રેડિંગ કરી રહ્યો હતો, જ્યારે નિફટી પણ લગભગ ૨૦૦ પોઈન્ટ ઘટીને ૨૩,૭૦૦ પર ટ્રેડિંગ કરી રહ્યો હતો. ઓટો, મેટલ, એફએમસીજી અને બેંકિંગ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. અને કેટલાક શેરોમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી હતી. છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે એક વાગ્યાના સુમારે સેન્સેકસ ૫૨૨ પોઈન્ટ અને નિફટી ૧૫૬ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
સાઉથ કોરિયાનો કોસ્પી ઈન્ડેકસ ૧.૩૦% ઘટીને ૫,૫૩૭ પર કારોબાર કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ૮૪૮ પોઈન્ટ અથવા ૧.૫૦% ઘટીને ૫૪,૧૭૭ પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેકસ ૩૪૪ પોઈન્ટ અથવા ૧.૩૦% ઘટીને ૨૫,૫૫૪ પર કારોબાર કરી રહ્યો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેકસ ૨૬ પોઈન્ટ અથવા ૦.૬૪% વધીને ૪,૧૦૬ પર કરી રહ્યો છે. ડાઉ જોન્સ ૨૮૯ પોઈન્ટ (૦.૬૧%) ઘટીને ૪૭,૪૧૭ના સ્તરે બંધ થયો છે. ટેક આધારિત ઈન્ડેક્સ નાસ્ડેક કમ્પોઝિટ ૦.૦૮% વધીને ૨૨,૭૧૬ પર બંધ થયો. એસએન્ડપી ૫૦૦ ઈન્ડેકસ ૬ પોઈન્ટ (૦.૦૮%) ઘટીને ૬,૭૭૫ પર બંધ થયો.
ગઈકાલે વિદેશી રોકાણકારો (એફઆઈઆઈએસ) એ કેશ સેગમેન્ટમાં રૂ।. ૬,૨૬૭ કરોડના શેર વેચ્યા. સ્થાનિક રોકાણકારો (ડીઆઈઆઈએસ)એ રૂ।. ૪,૯૬૫ કરોડની નેટ ખરીદી કરી. માર્ચમાં વિદેશી રોકાણકારોએ રૂ।. ૬,૬૪૦ કરોડના શેર વેચ્યા. જ્યારે સ્થાનિક રોકાણકારોએ આ સમયગાળા દરમ્યાન રૂ।. ૫૩,૦૯૯ કરોડની નેટ ખરીદી કરી છે. ફેબ્રુઆરી મહિનામાં વિદેશી રોકાણકારોએ રૂ।. ૬,૬૪૦ કરોડના શેર વેચ્યા છે. જ્યારે સ્થાનિક રોકાણકારોએ આ સમયગાળા દરમ્યાન રૂ।. ૩૮,૪૨૩ કરોડની નેટ ખરીદી કરી. આ પહેલા ગઈકાલે એટલે કે માર્ચ ૧૧ના શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૧૩૪૨ પોઈન્ટ (૧.૭૨%)ના ઘટાડા સાથે ૭૬,૮૬૪ ના સ્તરે બંધ થયો હતો. જયારે નિફટીમાં પણ ૩૯૫ પોઈન્ટ (૧.૬૩%)નો ઘટાડો જોવા મળ્યો, તે ૨૩,૮૬૭ પર બંધ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial