Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં પ્રમોલગેશન થયેલા ગામોની માપણીની ક્ષતિ સુધારવા રાજ્યવ્યાપી સમાન પદ્ધતિ અમલી

મુખ્યમંત્રીનો નિર્ણયઃ ગૂડ ગવર્નન્સ હેઠળ જિલ્લા ભૂમિ સીમાંકન સમિતિ થશે કાર્યરત

                                                                                                                                                                                                       

જામનગર તા.૧૨: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ નાગરિકો અને ખેડૂતો માટે મહત્ત્વનો પ્રમોલગેશન થયેલા ગામોની માપણીની ક્ષતિ સુધારણા માટે સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ નિકાલ ભૂમિ સીમાંકનથી કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણાની અરજીઓનો એકસમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ ધોરણે નિકાલ હાથ ધરવા માટે ભૂમિ સીમાંકન માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો મહેસુલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા છે.

ખેતીની જમીનોની માપણીમાં પ્રમોલગેશન પછી ખેડૂતોની વાંધા અરજીઓનો નિકાલ પારદર્શક અને ચોકસાઈપૂર્વક રીતે કરીને ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસને વેગ આપવા સાથે ગ્રામીણ ખેડૂતોના હિતોની રક્ષા કરવાનો ખેડૂત કલ્યાણલક્ષી અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણયથી અપનાવ્યો છે.

તેમણે ભૂમિ સીમાંકન અંતર્ગત રાજ્યના જિલ્લાઓમાં કલેકટરની અધ્યક્ષતામાં ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત કરવા અને જિલ્લાની ભૂમિ સીમાંકન કામગીરીની સમીક્ષા કરવાની સૂચનાઓ આપી હતી.

આવી જિલ્લા સ્તરીય સમિતિમાં કલેકટર ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર, જીન્ઇ/નાયબ નિયામક જમીન દફતર, પ્રાંત અધિકારી, ડીઆઈએલઆર, મામલતદાર, ટીડીઓ, જમીન સંપાદન અધિકારી, સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી કે અન્ય સંપાદક સંસ્થાના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવશે.

ભૂમિ સીમાંકન અંતર્ગત પ્રમોલગેશન બાદ માપણીની ક્ષતિ સુધારણા માટે આવેલી અરજીઓના આયોજનબદ્ધ અને સુચારૃં નિવારણ માટે મુખ્યમંત્રીના દિશાનિર્દેશોને પગલે મહેસુલ વિભાગ દ્વારા સાત જેટલી અલગ-અલગ કેટેગરી નિયત કરવામાં આવી છે.

તદ્અનુસાર, (૧) સરકારી/જાહેર હિતની જમીનોમાં ઘટાડો થયેલ ન હોય તથા કોઇ વાંધા ઉપસ્થિત થયેલ ન હોય (૨) સરકારી/જાહેર હિતની જમીનોમાં ઘટાડો થયેલ ન હોય તથા કોઇ વાંધા બાકી ન હોય તથા કોઇ ખાતેદારને વાંધો ન હોય (૩) સરકારી/જાહેર હિતની જમીનોમાં ઘટાડો થયેલ ન હોય તથા વાંધા અરજીઓ પેન્ડિંગ હોય (૩છ) સરકારી/જાહેર હિતની જમીનોમાં ઘટાડો થયેલ હોય તથા વાંધા અરજીઓ પેન્ડિંગ હોય (૪) ગામના ૩૦%થી વધારે સરવે નંબરોમા કબ્જા ફેરફાર(અવલ-દવલ) (૫) ગામના વાંધાઓ એક વિસ્તાર સુધી સિમીત હોય (૬) ૩૦%થી વધુ નંબરોમાં ક્ષેત્રફળમાં ફેરફાર તથા કાસ્કેડીન્ગ(ઝ્રટ્ઠજષ્ઠટ્ઠઙ્ઘૈહખ્ત) ઇફેક્ટ તથા આકૃતિમાં વધુ ફેરફાર (૭) પ્રમોલગેશન થયેલ ન હોય - જેવી કેટેગરી નિયત કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂમિ સીમાંકન અંતર્ગતના માપણી ક્ષતિ સુધારણાના જટિલ પ્રશ્નોનું ત્વરાએ નિવારણ થાય એટલું જ નહિ, રજૂઆતકર્તાને કચેરીએ જવું જ ન પડે તે માટે તાલુકા વિકાસ અધિકારી, મામલતદારોને વધુ સત્તાધિકારો આપીને મોબાઇલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ દ્વારા ગુજરાત જમીન મહેસુલ અધિનિયમની કલમ ૧૧૯, ૧૨૦ તેમજ જમીન મહેસુલ નિયમ, ૧૯૭૨ના નિયમો ૨૧(૧), ૨૧(૨) અને ૨૧(૩) મુજબ કાર્યવાહી કરીને નિવારણ લાવવા પણ સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રીએ આવા માપણી ક્ષતિ સુધારણાના મહત્તમ પ્રશ્નોનું નિરાકરણ ભૂમિ સીમાંકનમાં રાજ્યભરમાં એકસમાન કાર્યપદ્ધતિએ ઝડપી અને પારદર્શી રીતે લાવીને લોકોને સુશાસનની સચોટ અને અસરકારક અનુભૂતિ થાય તેવી કામગીરી માટે મહેસુલ વિભાગને સૂચનાઓ આપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh