| | |

જીતુભાઈ લાલની પીપળીમાં આવેલી વાડીમાંથી જામ્યુકોના સસોઈ ડેમમાં ઠલવાયું મબલખ પાણી

જામનગર તા. ૧૧ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા  શહેરમાં પાણી વિતરણ કરવા માટે સસોઈ ડેમ તેમજ રણજીતસાગર ડેમ અને ઊંડ ડેમમાંથી પાણી મેળવવામાં આવે છે, પરંતુ તે જળાશયો ખાલી થઈ જતા જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સ્ત્રોત મારફતે પાણી મેળવવામાં આવે છે. જેના ભાગરૃપે જામનગર લોહાણા જ્ઞાતિના પ્રમુખ જીતુભાઈ લાલની વાડી કે જે સસોઈ ડેમ નજીક આવેલી છે તે વાડીના કૂવામાંથી આ વર્ષે પણ પાણીનો જથ્થો પ્રતિદિન ઉપાડવામાં આવ્યો છે અને પાણીની કારમી તંગીમાં લાલ પરિવારની વાડીનો કૂવો જામનગરવાસીઓની તરસ છીપાવવામાં મદદરૃપ બન્યો છે.

જામનગર શહેરને પાણી પૂરા પાડવાના જળાશયો પૈકી રણજીતસાચગર, સસોઈ અને ઊંડ વિગેરે ઘણા સમયથી ખાલીખમ થઈ ગયા છે ત્યારે મહાનગરપાલિકાનો વહીવટી તંત્રી નર્મદાની કેનાલ ઉપરાંત સૌની યોજનાની આજીની પાઈપલાઈન અથવા તો અન્ય જુદા જુદા સ્ત્રોતો મારફતે પાણી મેળવવાની પ્રક્રિયા હાથ ધરે છે જેમાં જામનગર લોહાણા જ્ઞાતિના પ્રમુખ અને જામનગરના પૂર્વ ચેમ્બર પ્રમુખ, વેપારી અગ્રણી જીતુભાઈ લાલ કે જેમની વાડી પીપળી ગામમાં જામ્યુકોના સસોઈ ડેમ નજીક જ આવેલી છે અને લાલ પરિવારના બોર, કૂવામાંથી લાખો ગેલેન પાણી મેળવી લઈને જામનગર શહેરમાં વિતરણ કરવા માટે પહોંચાડવામાં આવે છે.

તે જ રીતે આ વર્ષે પણ જામનગરમાં પાણીની કારમી તંગી છે અને એક માત્ર ને માત્ર નર્મદા ડેમનો જ આધાર છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ લાલ પરિવારની વાડીમાંથી પાણી મેળવવાનું શરૃ કર્યું હતું. ગત્ તા. પ.૪.ર૦૧૯ થી પીપળીની વાડીમાંથી મોટરો મારફતે કૂવા અને બોરનું પાણી પાઈપલાઈન વડે જામનગર મહાનગરપાલિકાના સસોઈ ડેમના સમ્પમાં ઠાલવવામાં આવ્યું હ તું અને પ્રતિદિન ૭,પ૦,૦૦૦ લીટર પાણી ઉપાડવામાં આવ્યું હતું અને જામનગર શહેરના પાણી પૂરૃં પાડવાના સમ્પ મારફતે પાણીનો જથ્થો જામનગર શહેરને પહોંચતો કરાયો હતો. આ રીતે જામનગરના લોહાણા અગ્રણી લાલ પરિવારની વાડીના કૂવા, બોર વધુ એક વખત પાણીની જરૃરિયાત માટેનો આધાર બન્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit