| | |

જોડીયાના પીઠડની સીમમાંથી ઝડપાયો જુગારનો અડ્ડો

જામનગર તા. ૧૧ઃ જોડીયાની પીઠડ ગામની સીમમાં આવેલી એક વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર ગઈકાલે એલસીબીએ દરોડો પાડી જુગાર રમાડતો વાડી માલિક સહિત આઠ પંટરોને પકડી પાડ્યા છે. આ સ્થળે જામનગરથી એક તથા મોરબીથી છ પંટર જુગાર રમવા આવ્યા હતાં.

જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખા દ્વારા ગઈકાલે પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્ટાફના ભગીરથસિંહ, હરદીપ ધાધલ, અજયસિંહ ઝાલાને બાતમી મળી હતી કે જોડીયાના પીઠડ ગામમાં એક મકાનમાં જુગારધામ ધમધમી રહ્યું છે. તે બાતમીના આધારે ગઈકાલે સાંજે એલસીબીનો કાફલો પીઠડ ગામની સીમમાં આવેલી મોમૈયાજી બેચરજી જાડેજાની વાડીમાં ત્રાટક્યો હતો.

આ વાડીમાં તેનો માલિક મોમૈયાજી બહારથી પંટરોને બોલાવી ગંજીપાના વડે જુગાર રમતો ઝડપાઈ ગયો હતો ત્યાં તીનપત્તી રમતા જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ચંદુભા ઝાલા તેમજ મોરબીના જમન ગાંડવભાઈ પટેલ, હિતેશ રમેશભાઈ પટેલ, તાહીરહુસેન કાસમભાઈ દલવાણી, દીપેશ ગણેશભાઈ પટેલ, નરેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા તથા મનહરભાઈ ઓધવજીભાઈ પટેલ નામના સાત શખ્સો મળી આવ્યા હતાં. એલસીબીએ પટ્ટમાંથી રૃા. ૧૫,૫૦૦ રોકડા કબજે કરી આઠેય શખ્સો સામે જોડીયા પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૪,૫ હેઠળ ગુન્હો નોંધાવવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પીઆઈ આર.એ. ડોડિયા, પીએસઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ આર.બી. ગોજિયા, સ્ટાફના જયુભા ઝાલા, બશીરભાઈ, લક્ષ્મણ ભાટિયા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, શરદ પરમાર, નાનજી પટેલ, દિલીપ તલાવડિયા, ફિરોઝ દલ, ખીમભાઈ ભોચિયા, લાભુભાઈ ગઢવી, મિતેશ પટેલ, ભગીરથસિંહ, હરદીપ ધાધલ, સંજયસિંહ વાળા, નિર્મળસિંહ બી. જાડેજા, વનરાજ મકવાણા, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, હીરેન વરણવા, પ્રતાપ ખાચર, અશોક સોલંકી, સુરેશ માલકિયા, અજયસિંહ ઝાલા, એ.બી. જાડેજા, અરવિંદગીરી, ભારતીબેન ડાંગર સાથે રહ્યા હતા.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit