આપણે આપણી વાતચીતની શૈલી કઈ રીતે સુધારી શકીએ ? કઈ રીતે આપણા શબ્દોને એવી રીતે પરોવીએ કે એ સામેવાળાના મગજ પર સકારાત્મક અને પ્રભાવશાળી છાપ છોડે ?

રોબર્ટ બોલ્ટને લખેલા વિશ્વપ્રસિદ્ધ પુસ્તક પીપલ સ્કિલ્સમાં આ પ્રશ્નને લગતા ઘણાં જવાબો મળે છે. બોલ્ટને આ પુસ્તક લખવા પાછળ ૬ વર્ષ આપ્યા અને હજારો લોકો પર આ પુસ્તકમાં લખેલી ટેકનિકનો ઉપયોગ કરીને પણ જોયું. કમ્યુનિકેશન સ્કિલ આપણા જીવનમાં ખૂબ મહત્ત્વની છે, પછી એ આપણે હોસ્પિટલમાં કામ કરતા હોય અથવા વ્યાપારી હોય અથવા કોઈ પંડિત હોય. જેટલા સારા આપણે કમ્યુનિકેટર બનીશું, એટલી સફળતા આપણને પોતાના નિજી અને વ્યવસાયિક જીવનમાં મળશે. ચોકકસ કમ્યુનિકેશન સ્કિલ આપણને સાંત્વના, સમજણ, ધ્યાન એ બધાનું વિકલ્પ નથી, પરંતુ ખૂબ મહત્ત્વની તો છે જ.

સારા કમ્યુનિકેટર બનવા માટે    કઈ વસ્તુઓ કરીશું?

લોકોને જજ કરવું મૂકવું પડશે  - જ્યારે આપણે કોઈ જોડે વાત કરતા વખતે એને સારી અથવા ખરાબ રીતે જજ કરીએ છે, જેમકે બુદ્ધિશાળી, મૂર્ખ, ચાંપલો, ડાહ્યો, વિગેરે ત્યારે એ વ્યક્તિ લેબલ બની જાય છે અને વ્યક્તિ થતો મટી જાય છે. એના કારણે એના વિચારો અને લાગણી સમજી શકવાની આપણી ક્ષમતા સમાપ્ત થઇ જાય છે. સાંભળીને આપણે સલાહ તરત આપી દઈએ છે. પરંતુ એ સલાહ સાંભળવાની ક્ષમતા સામે વાળામાં છે કે નહીં એ જોવાની પણ તસ્દી આપણે લેતા નથી.

સારા શ્રોતા બનવું - ઇતિહાસ વાંચીએ તો સમજાશે કે જે પણ લોકો સારા વક્તા થયા છે, એ લોકો ખૂબ જ સારા શ્રોતા હતા અને જીવન ભર રહ્યા છે. એક સારા શ્રોતા બનવા માટે સાચા રસથી સામે વાળની વાત સાંભળવાની તૈયારી અને પોતાના દૃઢ વિચારોને એક બાજુ મૂકી નવું શીખવા અને જાણવાની આવડત હોવી જરૃરી છે.

એક રિસર્ચએ એવું જણાવ્યું છે કે ૭૫% કોમ્યુનિકેશનમાં ગેરસમજણ થતી હોય છે. સારા શ્રોતા બનવું એટલે ખાલી સંભાળવું જ નહીં, પરંતુ સાંભળવું અને સમજવું બન્ને.

નોન- વર્બલ કોમ્યુનિકેશન પણ આ વસ્તુ માટે એટલું જ જરૃરી છે. આપણને સામાન્યપણે ખબર પડી જતી હોય છે કે સામે વાળું વ્યક્તિ આપણી વાતમાં કેટલો રસ ધરાવે છે. એટલે કહ્યા વિના આપણા ઊભા રહેવાની શૈલી થી લઈને બીજું કોઈ નાનું મોટું કામ મૂકી સામે વાળાને સાંભળવાની કોશિશ કરવી એ ખૂબ જરૃરી છે. આપણે મોટા ભાગના લોકો પોતાનો ફોન વાત કરતા કરતા પણ મૂકી શકતા નથી.

કઈ સારું બોલવું - એક વસ્તુ આપણે બધા ખૂબ ઓછા ઉપયોગમાં લઈએ છે જે છે કોઈ ને કંઈક સારું બોલવું. સાચું માનશો એમાં કોઈ જ ખર્ચ થતો નથી! એકદમ ફ્રીમાં તમે કોઈ ને કહી શકો છો તારા ચશ્મા સરસ છે અથવા મને તારી સહનશીલતા ખૂબ ગમે છે અથવા મને તારી કામ પ્રત્યેની મહેનત ખૂબ ગમે છે કોઈ પણ વ્યક્તિને સારું સાંભળવું હંમેશાં ગમશે જ. આ વસ્તુ વધારે કરવું એ ગુનો અથવા મસ્કો નથી, એક સાદી શિસ્ત છે જે બધાએ કેળવવી જોઈએ.

કઠોર વાક્યો - કમ્યુનિકેશન દરમ્યાન આપણને પોતાનો પોઇન્ટ રાખવાનો પૂરતો હક છે અને હંમેશાં રહેશેજ. પણ એ આપણે કઈ રીતે રાખીએ છે, એ ખૂબ જરૃરી છે. કોઈને મનદુઃખ ન થાય, કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચે અને પ્રેમથી અને વિવેકથી આપણે જો આપનો મંત્વય જણાવીશું તો કોઈ પણ ને સાંભળવો પણ રસપ્રદ લાગશે.

મન ઃ વાક્યની શરૃઆત "મારુ એવું માનવું છે ..." થી કરીશું તો જીવન બધા માટે સહેલું બનશે.

close
Ank Bandh 29 March
close
PPE Kit