| | |

રૃા. વીસ લાખ કરોડમાં એમએસએમઈ સેક્ટર માટે રૃા.ત્રણ લાખ કરોડની ફાળવણીઃ લાભ કોને મળશે?

એમએસએમઈની વ્યાખ્યા બદલી નાંખતા માત્ર ગણ્યા ગાંઠ્યા મોટા એકમોને જ લાભની શક્યતાઃ

સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે દેશમાં એમએસએમઈ સેન્ટરમાં કુલ છ કરોડ ચોંત્રીસ લાખ એકમો છે જેમાં ૬.૩૦ કરોડ અતિ નાના (માઈક્રો), ૩.૩૧ લાખ નાના (સ્મોલ) અને માત્ર પાંચ હજાર મધ્યમ કક્ષાના એકમો છે. આ એકમો દેશના બાર કરોડ લોકોને રોજગારી આપે છે, એટલું જ નહીં, દેશની કુલ નિકાસમાં ૪૯ ટકા જેવો હિસ્સો ધરાવે છે. ઉત્પાદનના ૬.૧૧ ટકા અને સેવા ક્ષેત્રે ર૪.૬૩ ટકા હિસ્સો ધરાવે છે.

સરકારે એમએસએમઈની વ્યાખ્યામાં ફેરફાર કરી નાંખ્યો છે.

રૃપિયા રપ લાખથી ઓછું રોકાણ ધરાવતા એકમોને સક્ષ્મ, રૃપિયા રપ લાખથી વધુ અને રૃપિયા પાંચ કરોડથી ઓછું રોકાણ ધરાવતા એકમોને સ્મોલ (નાના) અને રૃપિયા પાંચ કરોડથી વધુ અને રૃપિયા ૧૦ કરોડથી ઓછું રોકાણ ધરાવતા એકમોને મધ્યમ કદના એકમો ગણવામાં આવતા હતાં. તેવી જ રીતે સેવાક્ષેત્રે ૧૦ લાખથી ઓછા રોકાણવાળા એકમોને અતિ નાના (માઈક્રો), રૃપિયા ૧૦ લાખથી વધુ અને રૃપિયા બે કરોડથી ઓછું રોકાણ ધરાવતા એકમો નાના (સ્મોલ) અને રૃપિયા બે કરોડથ વધુ અને રૃપિયા પાંચ કરોડથી ઓછું રોકાણ ધરાવતા એકમોને મધ્યમ કક્ષાના એકમો ગણવામાં આવતા હતાં.

આ નવી વ્યાખ્યામાં રોકાણ અને ટર્નઓવર બન્નેનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. જેથી નવી વ્યાખ્યા પ્રમાણે હવે એક કરોડ સુધીનું રોકાણ અને પાંચ કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા એકમો અતિ નાના એકમો ગણાશે, જ્યારે રૃપિયા ૧૦ કરોડ સુધીનું રોકાણ અને રૃપિયા પ૦ કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા એકમોને સ્મોલ અને રૃપિયા ર૦ કરોડ સુધીનું રોકાણ તથા રૃપિયા પ્૧૦૦ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનાર મધ્યમ કક્ષાના એકમ ગણાશે.

સરકારે જે એમએસએમઈ માટે રૃપિયા ત્રણ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે તેમાં જણાવ્યું છે કે રૃપિયા રપ કરોડ સુધીન બાકી લોન અથવા રૃપિયા ૧૦૦ કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા એમએસએમઈ એકમો જ આ લોન માટે પાત્ર ગણાશે. આ ઓફર ૩૧ ઓક્ટોબર ર૦ર૦ સુધી ખુલ્લી રહેશે.

દેશમાં ૬.૩૪ કરોડ એમએસએમઈ એકમોમાંથી ૯૯.૪૭ ટકા એકમો અતિ નાના (માઈક્રો) એકમો છે. તેમને આ નવી વ્યાખ્યાથી કોઈ ફાયદો થવાનો નથી. કારણ કે તેમનું વાર્ષિક ટર્નઓવર માંડ માંડ રૃપિયા રપ લાખ આસપાસ હોય છે. આવા એકમોથી રૃપિયા રપ કરોડની લોન કેવી રીતે બાકી હોય? રૃપિયા ૧૦૦ કરોડના ટર્નઓવરનો તો આવા એકમોએ સ્વપ્ને વિચાર કર્યો ન હોય!

જ્યારે બાકીના ૩.૩૧ લાખ નાના (સ્મોલ) એકમો છે તેનું પ્રમાણ માત્ર ૦.પર ટકા છે એવી જ રીતે મધ્યમ કદના એકમો તો માત્ર પાંચ હજાર જ છે. આ તમામમાં નવી વ્યાખ્યા પ્રમાણે રૃપિયા રપ કરોડ સુધીની બાકી લોન અથવા રૃપિયા ૧૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતા એકમોની સંખ્યા સમગ્ર દેશમાં આંગળીના વેઢે ગણાય તેટલી જ હશે. અર્થાત્ આ પેકેજથી અતિ નાના (માઈક્રો) એકમો જે એમએસએમઈ સેક્ટરના ૯૯.૪૭ ટકા છે, તેમને કોઈ ફાયદો થાય તેમ જણાતું નથી. તેવી જ રીતે મધ્યમ કદના એકમોમાંથી માત્ર અમુક ચોક્કસ એકમોને જ લાભ મળે તેમ છે. બીજા શબ્દોમાં આ પેકેજ કેટલોક ચોક્કસ યુનિટોના લાભાર્થે જ છે.

આ ઉપરાંત રિઝર્વ બેંકની વ્યાખ્યા પ્રમાણે દેશમાં પ૩ થી ૬૩ ટકા એકમો માંદા છે. લઘુઉદ્યોગ મંત્રાલય પ્રમાણે માત્ર ૩.૩૬ લાખ નાના એકમો શ્રેણીમાં આવતા હોય તો વડાપ્રધાનની આ પેકેજ યોજનામાં જે ૪પ લાખ એકમોને લાભ મળવાનું દર્શાવાયું છે તેમાં મોટી વિસંગતતા જોવા મળે છે, અને પ્રશ્ન થાય કે આ ૪પ લાખ એકમો ક્યા?

મોટાભાગે મોટા ઉદ્યોગો દ્વારા વિસ્તરણ પામેલા એકમો જ એમએસએમઈની નવી વ્યાખ્યામાં આવતા હોવાથી આ પેકેજમાં લાભ લેવા ફીટ બેસશે. આ ઉપરાંત રૃપિયા ર૦૦ કરોડ સુધીના ટેન્ડર ગ્લોબલ ટેન્ડર નહીં ગણાય. જે અંગે તેમણે જણાવ્યું છે કે જે એકમ રૃપિયા ર૦૦ કરોડનું ટેન્ડર ભરી શકે તે એકમ ચોક્કસ મોટું એકમ જ હશે, પણ નવી વ્યાખ્યામાં તેનો સમાવેશ એમએસએમઈની વ્યાખ્યામાં થઈ જવાથી અમુક સીમિત કંપનીઓને જ લાભ આપવાની યોજના બની રહેશે.

આ યોજનામાં સરકારી કામકાજ કરતા એકમોના બાકી નીકળતા નાણા દોઢ મહિનામાં ચૂકવી દેવાની જાહેરાત જ આવકારદાયક છે. આ અહેવાલમાં જયનારાયણ વ્યાસે એકમોના સ્ટાફના પીએફ, ગૌણ દેવા અંગે પણ આંકડાકીય વિગતો સાથે જણાવ્યું છે કે, આ તમામ બાબતોનો લાભ માત્ર સીમિત કંપનીઓને જ મળી શકશે.

આ પેકેજ અંગે દેશના અન્ય સંગઠનોએ પણ આવ જ પ્રતિક્રિયા આપી છે. ઓલ ઈન્ડિયા ટ્રેડ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે આ પેકેજથી માત્ર મોટા એકમોને જ ફાયદો થશે. ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ અન્ડર ટેકીંગ્સના પ્રમુખ ઉપકારસિંહ આહુજાએ જણાવ્યું છે કે ત્રણ લાખ કરોડનું પેકેજ પ્રાથમિક દૃષ્ટિએ આકર્ષક જરૃર લાગે છે, પણ આવી યોજના તો પહેલેથી જ મોજુદ જ છે.

ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ ઓર્ગેનાઈઝેશન (ફીકો) ના અધ્યક્ષ કે.કે. શેઠના અભિપ્રાય મુજબ આ બધી રાહત યોજનાઓ ગેરમાર્ગે દોરનારી છે, તેનાથી અમુક જ એકમોને લાભ મળશે. મોટા ભાગના એકમોને આ પેકેજ-યોજનાથી કશો લાભ મળવાનો નથી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit