શેરબજારમાં સ્ટોક સ્પેશિફિક મુવમેન્ટ નોંધાશે...!!!

તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર.....!!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ આગલા બંધ ૨૯૮૯૩.૯૬ સામે ૩૦૫૭૧.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૦૪૨૦.૨૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૪૨૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૩૦૫૧૩.૯૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૮૭૫૦.૫૫ સામે ૮૯૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૮૯૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૧૪૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૯૧૨.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારોમાં ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના મહામારીએ વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે અમેરિકા સહિત કેટલાક મોટા દેશોમાં પોઝિટીવ કેસોમાં વૃદ્વિ મંદ પડયાના આંકડાએ અને જાપાનના જંગીસ્ટીમ્યુલસ પેકેજ બાદ ભારત સરકાર દ્વારા પણ જંગી આર્થિક પેકેજની અપેક્ષા વચ્ચે વૈશ્વિક બજારોમાં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયન શેરબજારમાં ઉછાળો નોંધાવ્યા સાથે ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી હતી. ફંડો, ટ્રેડરો દ્વારા સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં તેમજ ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં અવિરત તોફાની તેજી અને આરંભમાં બેંકિંગ-ફાઈનાન્સ અને એફએમસીજી શેરોમાં વ્યાપક તેજી કરી હતી. બીએસઈ પર મિડકે પ ઈન્ડેક્સ ૨.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૮ ટકા વધીને ટ્રેડ કરી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ એપ્રિલે સમાપ્ત થતા લોકડાઉનને આગળ વધારી શકે એવા મજૂબત સંકેત હાલ દેખાઈ રહ્યા છે. જો કે, આ નિર્ણય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ લેવામાં આવશે તથા કોરોના વાયરસનો તોડ જલ્દી મળી જશે પોઝિટિવ અહેવાલ વચ્ચે ભારતીય શેરબજારોને વધુ સપોર્ટ મળ્યો હતો.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૦૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૯૭ અને વધનારની સંખ્યા ૧૫૫૩ રહી હતી. ૧૧૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૮૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

ઁડ્ઢહ્લઝ્ર લિમિટેડ (૧૬૦૬) ઃ ફાઈનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૮૮ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૫૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૩૩ થી રૂ.૧૬૪૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

હેવેલ્સ ઈન્ડિયા (૪૮૪) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૪૭૦ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ..!!! રૂ.૪૫૫ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૪૯૭ થી રૂ.૫૦૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

ઓરબિન્દો ફાર્મા (૪૫૧) ઃ રૂ.૪૨૭ નો પ્રથમ તેમજ રૂ.૪૧૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૪૬૭ થી રૂ.૪૭૪ સુધીની તેજી તરફી રુખ નોંધાવશે....!!!

ટાટા સ્ટીલ (૨૮૦) ઃ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૮ થી રૂ.૨૯૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૨૬૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો....!!!

મહિન્દ્રા શ્ મહિન્દ્રા ફાઈના. (૧૬૨) ઃ રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૫૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાઈનાન્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૬૭ થી રૂ.૧૭૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ....!!!

બજારની ભાવિ દિશા....

મિત્રો, કોરોના વાયરસનાં કારણે ભારત સહિત વૈશ્વિક અર્થતંત્રને મોટો આંચકો લાગવાનું અનુમાન છે ત્યારે વિશ્વની સૌથી મોટી રેટિંગ એજન્સી ગોલ્ડમેનસૈક્સની રિપોર્ટમાં વૈશ્વિક અર્થતંત્રમાં મંદી આવવાની પણ આશંકા વ્યક્ત કરાઇ છે. રેટિંગ એજન્સી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોના રોગચાળાંનાં પગલે વર્ષ ૨૦૨૦માં ગ્લોબલની વૃધ્ધી નેગેટીવ રહી શકે છે. રેટિંગ એજન્સી દ્વારા ભારતની આર્થિક વૃદ્ધિની આગાહી ૪%થી ઘટાડીને ૧.૬% રહે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. ભારતનો આર્થિક વિકાસ છેલ્લા ૩૦ વર્ષમાં સૌથી નીચો અંદાજ છે. રેટિંગ એજન્સી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં લોકડાઉનને કારણે કોરોના  વાયરસ રોગચાળા અને વૈશ્વિક મંદીને ધ્યાનમાં રાખીને આર્થિક વિકાસમાં ઘટાડો થયો છે. વધુમાં અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે ઇમ્ૈં વધુ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

close
Nobat Subscription