| | |

જામનગરની જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં મેથેમેટીક્સ-ડે ઉજવાયોઃ ક્વિઝ વિજેતાને ઈનામ

જામનગર તા. ૧૧ઃ જામનગરની જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી એયંગર રામાનુજનના જન્મ દિવસ નિમિત્તે નેશનલ મેથેમેટિક્સ-ડે ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૃઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યાર પછી વિદ્યાર્થીઓએ આર્ય ભટ્ટ, રામાનુજ તથા વૈદિક ગણિત અંગે પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.

અંગ્રેજી અને ગણિતનું મહત્ત્વ સરખું છે. તે વિષય પર ધો. ૮ ની વિદ્યાર્થીનીઓ વચ્ચે ડીબેટ રાખવામાં આવી હતી. ગણિત અને અંગ્રેજી માટે યોજાયેલી પ્રશ્ન ક્વિઝમાં વિજેતા બનનાર વાલીઓ માટે શાળા પરિવાર દ્વારા ઈનામ રૃપે પુસ્તકની ભેટ આપવામાં આવી હતી. સ્કીલ ડેવલપમેન્ટને મહત્ત્વ આપવા માટે ધો. ૧ અને ૨ ના વિદ્યાર્થીઓ માટે સ્કેટીંગ સ્કીલ લોન્ચીંગ કરવામાં આવી હતી.

શાળાના ટ્રસ્ટી મનમોહનભાઈ સોની તથા શાળાના રાજીવભાઈ એ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ચાર્મી વડનાગરા તથા ભગીશા ચૌહાણે કર્યું હતું.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit