| | |

જામનગરમાં એક ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬.૬ ડીગ્રીઃ ભેજનું પ્રમાણ ૭ર ટકા

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં ઝપાટાબંધ રીતે તેજીલા વાયરાઓ ફૂંકાઈ રહ્યા છે. જેના પગલે તાપમાનમાં એક ડીગ્રીનો ઘટાડો થતા જનતાને ગરમીમાં આંશિક રાહત મળી હતી. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૬.૬ ડીગ્રી નોંધાયું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે છેલ્લા ચારેક દિવસથી પવનની ગતિમાં ક્રમશઃ વધારો થયો છે. જામનગરમાં વાદળોની આવન-જાવન સતત જોવા મળી રહી છે તેમજ ઝપાટાબંધ રીતે તેજીલા વાયરાઓ ફૂંકાઈ રહ્યા છે.

વાદળોની આવન-જાવન તથા તેજીલા વાયરાઓના પગલે તાપમાનમાં એક ડીગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં પણ આંશિક ઘટાડો થયો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ર૮.૬ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩૬.૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit