Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી યથાવત...!!!

તા. ૦૭-૧૧-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરમાણું પરીક્ષણ મામલે સ્ફોટક નિવેદનને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધવાના અને વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાતાં આજે સપ્તાહના અંતિમ કરોબરી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલ મામલે પણ કોઈ સ્પષ્ટ પોઝિટીવ સંકેત નહીં મળતાં ફોરેન ફંડોએ શેરોમાં હેમરિંગ કર્યું હતું.

બેંકોના ઉદ્યોગોને ધિરાણમાં વૃદ્ધિ મંદ પડી રહી હોવાનું અને વૈશ્વિક ડહોળાઈ રહેલા વાતાવરણમાં ભારતની નિકાસોને પણ અસર થઈ રહી હોઈ લોન ડિફોલ્ટરો, એનપીએ વધવાની આશંકાએ ફંડોએ તેજીમાં સાવચેત બની અવિરત પ્રોફિટ બુકિંગ કર્યું હતું. બીજી તરફ ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ વકરતાં અને યુક્રેન-રશિયા યુધ્ધને લઈ અનિશ્ચિતતા કાયમ હોઈ જીઓપોલિટીકલ ટેન્શનને લઈ ફંડો સાવચેત રહ્યા હતા.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૬% ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૧.૧૨% અને નેસ્ડેક ૧.૯૦% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૭% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા. બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૯૧ અને વધનારની સંખ્યા ૯૦૬ રહી હતી, ૧૨૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, આઈટી, ફોકસ્ડ આઈટી, ટેક, રિયલ્ટી, પાવર, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૦,૮૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૦,૮૮૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૦,૭૭૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૯૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૦,૮૧૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વરઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૧,૪૭,૩૦૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૪૮,૧૦૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૪૭,૩૦૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૭૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૪૭,૯૪૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

વોલ્ટાસ લિ. (૧૩૦૧):- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૭૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૨૩ થી રૂ.૧૩૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૩૪૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

એક્સીસ બેન્ક (૧૨૨૦):- ટી/એ૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૦૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૨૦૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૩૪ થી રૂ.૧૨૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

સ્ટેટ બેન્ક (૯૫૦):- રૂ.૯૩૩ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ બીજા સપોર્ટથી પબ્લિક બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૬૪ થી રૂ.૯૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

એચડીએફસી લાઈફ (૭૩૬):- લાઈફ ઈન્શ્યોરન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૮ થી રૂ.૭૫૫ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૭૧૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજાર આગામી સમયમાં મજબૂત વૃદ્ધિની દિશામાં આગળ વધતું જોવા મળી શકે છે. મોર્ગન સ્ટેન્લી સહિતના વૈશ્વિક વિશ્લેષકોના અભિપ્રાય મુજબ, ભારતની અર્થવ્યવસ્થા હવે તેજીની ચક્રીય ગતિમાં પ્રવેશી રહી છે. રેપો રેટ તથા કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડા, બેન્કિંગ ક્ષેત્ર માટેની અંકુશમુક્તિ, લિક્વિડિટીમાં વધારાની સુલભતા અને જીએસટીમાં રાહત જેવા પગલાંઓથી મૂડીબજારમાં સકારાત્મક અસર થશે. સાથે જ ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર કરાર પણ રોકાણકારોના મનોબળને પ્રોત્સાહન આપશે. સ્થાનિક માંગમાં વધારો, ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિ અને બાંધકામ-રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી જેવા પરિબળો પણ સેન્સેકસને નવી ઊંચા ઈએ લઈ જવા સહાયક બની શકે છે.

પરંતુ આ તેજીની વચ્ચે કેટલાક જોખમો પણ અસ્તિત્વમાં છે. વૈશ્વિક સ્તરે વૃદ્ધિમાં નબળાઈ, મધ્યપૂર્વ અને અન્ય પ્રદેશોમાં ભૌગોલિક રાજકીય તણાવ તથા અમેરિકન ડોલર અને કાચા તેલની કિંમતોમાં ઉથલપાથલ ભારતના બજાર માટે પડકારરૂપ બની શકે છે. જો આ પરિબળો નકારાત્મક દિશામાં વળે તો ભારતીય શેરબજારને ટૂંકા ગાળામાં દબાણનો સામનો કરવો પડી શકે છે. તેમ છતાં, લાંબા ગાળે ભારતની અર્થવ્યવસ્થા અને કોર્પોરેટ કમાણીમાં સુધારાના આધાર પર બજાર મજબૂત પાયાની દિશામાં આગળ વધવાની સંભાવના વધુ છે.