Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

શિયાળાની સવારે...

શિયાળો આવે એટલે આળસુ માણસને પણ શુરાતન ચડે, સવારે વહેલા ઊઠવાનું, અને બોડી બનાવવાનું, એટલે કે આવતા એક વર્ષ સુધી તંદુરસ્તી જળવાઈ રહે તે માટે મહેનત કરવાનું. અને બોડી બનાવવા માટેની પ્રથમ શરત છે, કસરત કરવાની.

કસરત કરવા માટે આપણી પાસે બે વિકલ્પો ઉપલબ્ધ છે, એક, આપણા શહેરમાં કોઈપણ જીમમાં જવાનું, ત્યાં નક્કી કરેલ રકમ ભરવાની અને જીમના ઇન્સ્ટ્રક્ટર કહે તે પ્રમાણે કસરત કરવાની -- પરસેવો પડે ત્યાં સુધી સખત કસરત કરવાની. શિયાળો પૂરો થાય ત્યાં સુધીમાં તમારું બોડી બને તેની ગેરંટી.

અને બીજો વિકલ્પ છે આપણી સોસાયટીમાં જ, બિલકુલ સેવાભાવનાથી ચાલતા યોગા ક્લાસમાં પહોંચી જવાનું, અને ત્યાં યોગગુરૂના માર્ગદર્શન પ્રમાણે યોગાસનનો કરવાના. નહિ કોઈ ફી ભરવાની ઝંઝટ કે નહીં પરસેવો પડે ત્યાં સુધી કસરત કરવાની માથાકૂટ. બસ હસતા રમતા યોગાસન કરો અને તંદુરસ્ત રહો.

સોસાયટીમાં નવા નવા આવેલા ભક્તિબેન પણ યોગા ક્લાસમાં પહોંચ્યા, યોગ ગુરુને મળ્યા અને બોલ્યા, *ગુરુજી, મારે વજન ઉતારવું છે, તો શું કરવાનું ?*

ગુરુજીએ ધ્યાનથી તેની સામે જોયું અને પૂછ્યું, *તમારી પાસે કાર છે ?*

*હા.* ભક્તિબેને ગર્વથી જવાબ આપ્યો.

*સ્કુટી ?*

*સ્કુટી પણ છે..*

*અને સાયકલ ?*

*સાયકલ પણ છે...* *અને તમે શું ચલાવો છો ?* ગુરુજી પૂછ્યું.

*જીભ....!!* ખૂબ જ બોલકા એવા ભક્તિબેને બિલકુલ નિર્દોષતાથી કહ્યું.

*તો હવે તમે યોગાસનની સાથે સાથે સાયકલ ચલાવવાનું શરૂ કરી દો...! તમારું વજન ચોક્કસ ઉતરશે..* ગુરુજીએ લાખ રૂપિયાની સલાહ બિલકુલ મફતમાં જ આપી..!!

ભક્તિ બેને આ જ સવાલ તેના મહિલા મંડળની મિટિંગમાં પણ પૂછેલો કે, *મારું વજન બહુ વધી ગયું છે તો મારે શું કરવું ?* તો ત્યાં મિટિંગમાં હાજર તેની બધી જ સખીઓએ એક સૂરમાં જવાબ આપ્યો કે, *... જે ચીજોથી તમારું વજન વધી જતું લાગે એનાથી દૂર જ રહેવું. દા.ત. વજનનો કાંટો, જૂની તસવીરો, વગેરે વગેરે...!!*

આ વજન કાંટો એવી વસ્તુ છે કે જેનાથી દૂર રહેવું જ સારું. હમણાં શિયાળાની શરૂઆતમાં જ એક ભાઈએ વજન કાંટો ખરીદ્યો. અને શ્રીમતીજી રોજ પોતાનું વજન ચેક કરવા લાગ્યા. તેમનું વજન ૬૮ કિલો હતું.

આજે તેણે ચશ્મા પહેરીને વજન ચેક કર્યું તો ૮૮ કિલો દેખાયું. તેનાથી તો રાડ પડી ગઈ, *હે ભગવાન, મારા ચશ્માનું વજન ૨૦ કિલો.. !!!*

જિંદગીમાં સારા મિત્રો નસીબદારને જ મળે છે. મને મળ્યા છે. મેં એકવાર મારા મિત્રોને પૂછ્યું કે, *પેટ ઓછું કરવાનો ઉપાય તો બતાવો.*

તરત જ લાલો બોલ્યો, *તું  છાતી સુધી જ ફોટા પડાવ, તારા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ જશે.*

ખરેખર જિંદગીમાં આવા મિત્રો જેને નથી મળ્યા, તેનું જીવન વ્યર્થ છે...

વિદાય વેળાએઃ આપણે બધા એક ભ્રમમાં જીવીએ છીએ કે, *આપણે સારા એટલે બધા જ સારા હોય.* આ બહુ જ મોટો ભ્રમ છે. *આપણે સિંહનો શિકાર નથી કરતા એટલે સિંહ પણ આપણો શિકાર નહીં કરે.*  કેટલો મોટો ભ્રમ !!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial