Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

વેલકમ ૨૦૨૪....

ઈસુનું વધુ એક વર્ષ પસાર થઈ ગયું. હા, સન ૨૦૨૩ આપણા માટે ઇતિહાસ બની ગયું. ખરેખર તો ૨૦૨૩ નું વર્ષ ઘણી બધી બાબતોમાં આપણા દેશ માટે યાદગાર બની રહ્યું. દા.ત. ભારતનું મિશન ચંદ્રયાન ઐતિહાસિક રીતે સફળ રહ્યું, ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની રહ્યો, ભારતે આર્થિક વિકાસમાં ચીનને પાછળ છોડ્યું, જેના કારણે ભારતનું શેર બજાર ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું, વગેરે વગેરે.

અને ગુજરાતીઓની દૃષ્ટિએ તો આ ૨૦૨૩ નું વર્ષ ખરેખર ઐતિહાસિક અને યાદગાર બની રહ્યું. ગુજરાત સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધીના કાયદામાં થોડી છૂટ આપી. બસ એક સામાન્ય ગુજરાતી નાગરિક ખુશ - જાણે કે પોતાને બીજી વખત આઝાદી મળી હોય..!

પરંતુ આ બાબતમાં બહુ હરખાવું નહીં. ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાથી ગુજરાતમાં મૂડી રોકાણ વધશે. એટલે કે દારૂબંધી હળવી કરવાનું આ પગલું ગુજરાતમાં મૂડી ખેંચી લાવવા માટેનું પગલું છે, નહીં કે ગુજરાતી પ્રજાની સુખાકારી વધારવા માટેનું પગલું. જો સરકારનું આ પગલું પ્રજાની સુખાકારી વધારવા માટેનું હોત તો તે પગલું જાહેર કરતી વખતે સરકારે એ જણાવ્યું હોત કે તેનાથી આમ જનતાને શું લાભ થશે, નહીં કે રાજ્યમાં કેટલી નવી મૂડી આવશે.

વર્ષો થયા બધાની એક સામાન્ય ફરિયાદ છે કે ગુજરાતીઓનું અંગ્રેજી કાચું છે. અહીં અંગ્રેજી મીડીયમમાં ભણતા સ્ટુડન્ટ્સને પણ ઘણી સૂચનાઓ ગુજરાતીમાં જ આપવી પડે છે, કારણ કે ઘણીવાર સૂચના આપનાર શિક્ષકને જ અંગ્રેજી આવડતું હોતું નથી. અને તેથી જ અંગ્રેજીમાં સારી રીતે લખી વાંચી શકતો ગુજરાતી, અંગ્રેજીમાં નોન સ્ટોપ બોલી શકતો નથી.

ગુજરાતના વિદ્યાર્થીઓની આ કમજોરી ગુજરાત સરકાર પણ સારી રીતે જાણે છે અને માટે જ વર્ષોથી વિદ્યાર્થીઓના અંગ્રેજીનું સ્તર સુધારવા માટે અનેક પ્રયત્ન કરે છે. દા.ત. વિદ્યાર્થીઓનું અંગ્રેજી સુધરે એ માટે સરકારે સ્કોપ નામે એક કાર્યક્રમ શરૂ કરેલો, જેમાં વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં એક્સપર્ટ બનાવવા માટે ઘણી જગ્યાએ ગુજરાત બહારથી પણ અંગ્રેજીના શિક્ષકોને બોલાવવામાં આવેલા.

પરંતુ થયું બિલકુલ ઉલટું. અંગ્રેજી શિક્ષણનો આ કાર્યક્રમ શરૂ થયાના ૬-૭ મહિનામાં જ બધાને ખબર પડી ગઈ કે કોઈ વિદ્યાર્થી અંગ્રેજીમાં એક્સપોર્ટ થયો નથી, પરંતુ અંગ્રેજી ભણાવવા આવેલા ગુજરાત બહારના એક્સપર્ટ શિક્ષકો, અંગ્રેજી ભૂલીને ગુજરાતીમાં કડકડાટ બોલતા શીખી ગયા છે...!!

પછી તો ગુજરાત સરકારે રાજ્યમાં અંગ્રેજીનું સ્તર ઊંચું લાવવા માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. આ સમિતિએ દિવ, દમણ ને આબુમાં અસંખ્ય મિટિંગો કરી અને પોતાનો અહેવાલ આપ્યો.

સમિતિએ પોતાના અહેવાલમાં જણાવ્યું કે, કોઈપણ ગુજરાતીના ગળે બે પેગ વ્હિસ્કીના ઉતરે પછી તે નોન સ્ટોપ ઇંગ્લિશ બોલવા લાગે છે...! માટે એક સામાન્ય ગુજરાતીની આ અદ્ભુત શક્તિનો લાભ લેવા માટે  સરકારે ગુજરાતમાં દારૂબંધી હળવી કરવી જરૂરી છે...

સમિતિના અહેવાલનો અમલ કરવા માટે જ સરકારે તબક્કા વાર દારુબંધી હળવી કરવાનો નિર્ણય કર્યો છે જેની શરૂઆત ગાંધીનગરના ગિફ્ટ સિટીથી કરવામાં આવી છે.

વિદાય વેળાએઃ- નવા વર્ષનું સર્વશ્રેષ્ઠ યોગાસન - પત્ની જ્યારે કશું કહે ત્યારે તમારે બે વખત મોઢું ઉપર -  નીચે કરવાનું. આ આસન કરવાથી તમારું નવું વર્ષ સુખ શાંતિથી પસાર થશે, અને જિંદગીમાં તમને ખુશાલી મળશે.

અને હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ભૂલથી પણ તમારે મોઢું ડાબે - જમણે નહીં કરવાનું. કારણ કે તમારી આ એક ભૂલ કદાચ તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial