Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

બાદનપરની 'કેકટસ ક્રાંતિ' દેશના સીમાડાઓ વટાવશે... વેલડન

હાથલાનો ઓપેન્સિયા નામનો થોર વિશ્વમાં ૩૦૦ જેટલી પ્રજાતિઓ ધરાવે છે, જેમાંથી ફાયબસ ઈન્ડિકા ખૂબજ ઉપયોગી છેઃ

આજે વિશ્વ જ્યારે હવાના પ્રદૂષણથી હાંફી રહ્યું છે ત્યારે જીવસૃષ્ટિને શુદ્ધ વાતાવરણ આપવા કૃષિક્ષેત્ર જ સર્વોત્તમ વિમકલ્પ રહ્યો છે. જામનગર ૫ાસેના બાદનપર ગામ આવા જ એક હરિયાળા સંશોધન અને ઉછેરનું કેન્દ્ર બન્યું છે. જેને આપણે 'કેકટસ ક્રાંતિ' જ કહી શકીએ.

કેકટસના ઉછેર અને સંશોધનમાં વીસ વર્ષથી વધુ સમયથી અથાગ મહેનત કરનાર ડો. વસરામ બોડા જણાવે છે કે, વિશ્વમાં ર૦૦૦ જેટલી કેકટસની વિવિધ પ્રજાતિઓ છે. તેમણે બાદનપરમાં ૪પ૦ જેટલી પ્રજાતિઓના કેકટસનો ઉછેર કર્યો છે.

બહોળા અનુભવને આધારે ડો. બોડા જણાવે છે કે, કેકટસ ઉછેર માટે ર૪ કલાકમાં દસેક ડીગ્રી જેટલા તાપમાનનો તફાવત મળી શકે તો કેકટસ જલદી ઉછરે છે. આ કારણને લીધે જ રણવિસ્તાર, દરિયાકાંઠાની બિનઉપજાઉ જમીન જેમ કે રાજસ્થાન, કચ્છ, ગુજરાતનો દરિયાકાંઠો વગેરે સ્થળો કેકટસ ઉછેર માટે આદર્શ ગણી શકાય.

કેકટસ ઓપેન્સિયા (હાથલા) નો થોર વિશ્વમાં ૩૦૦ જેટલી પ્રજાતિઓ ધરાવે છે. જેમાંથી ઓપેન્સિયા ફાયકસ ઈન્ડિકા નામનો હાથલિયો થોર સમગ્ર વિશ્વ માટે ખૂબ ઉપયોગી છે. ફૂડ એન્ડ બેવરેજીસ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો જામ, જેલી કેન્ડી, જ્યુસ, મેક્સીકન ડીસ, સલાડ, વાઈન વગેરે પણ આ થોરમાંથી બને છે. કોસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીમાં સ્કીન કેર પ્રોડક્ટ્સમાં પણ કેકટસનો ઉપયોગ થાય છે. જેમ કે, મોરક્કો દેશમાં થોરના બીજમાંથી એન્ટી એજીંગ ઓઈલ બનાવવામાં આવે છે. ઔષધિય ગુણોમાં જોઈએ તો, હાથલાના લાલ ફળ એનીમિયા (રક્ત કમજોરી) ની બીમારીમાં રામબાણ ઈલાજ છે. સ્થૂળતા અને બ્લડશુગરના દર્દીઓ માટે કેકટસના ઔષધિય ગુણો ઉપયોગી માનવામાં આવ્યા છે.

બાયોએનર્જીની વાત કરીએ તો વિશ્વના ત્રીસ દેશો બાયોગેસ, બાયોઈથેનોલ ઉપરાંત ઈલેક્ટ્રીસિટી પણ કેકટસમાંથી જનરેટ કરી રહ્યા છે. સોલાર એનર્જીના પ્રોજેક્ટ સાથે સોલાર પેનલોની નીચેના ભાગમાં ખાલી જમીનમાં કેકટસનું વાવેતર કરી બાયોએનર્જીનો સ્ત્રોત પણ સાથે-સાથે મેળવી શકાય.

આમ, વિવિધ ગુણોના ભંડાર સમાન આ રંગબેરંગી કેકટસની અવનવી દુનિયા સંશોધકોની આતૂરતાથી રાહ જોઈને બેઠી છે. ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, કૃષિપ્રેમીઓ આવા કેકટસ ઉછેર કેન્દ્રની મુલાકાત લઈ આ માનવઉપયોગી વનસ્પતિના ઉછેર અને જતન માટે જાગૃત બને તો એક નવી જ હરિયાળી દુનિયાની ભેટ આગામી પેઢીઓને મળશે.

કેકટસ અંગે કેટલાક સૂચનો

કૃષિ યુનિવર્સિટીઓમાં અદૃશ્ય રહેલો કેકટસ ઉછેરનો વિષય અભ્યાસક્રમમાં ઉમેરવાની તાતી જરૂરિયાત

ધરતીપુત્રો પણ શેઢાના સીમાડા કેકટસથી સુરક્ષિત કરી શકે અને કેકટસની ખેતીથી પણ મબલખ કમાણી કરી શકે. ઈલેક્ટ્રીક કરંટવાળી વાડના ખર્ચ અને ખતરાથી બચી શકાય

પાણીની અછતવાળી, પોષક તત્ત્વો રહિત તથા બિનઉપજાવ એવી જમીનમાં કેકટસની ખેતી કરવા સરકાર દ્વારા માર્ગદર્શન અને સહાયતાની આવશ્યક્તા.

કેકટસના રોપ અને બીજના સંગ્રહની 'સીડબેંક'ની સ્થાપના પણ સમયની માંગ

પશુહત્યાને રોકવાના પ્રયાસરૂપે કેકટસની વિશેષ પ્રજાતિમાંથી લેધર બનાવવાનો સફળ પ્રયોગ મેક્સિકોમાં થઈ ચૂક્યો છે. હાલમાં ચેન્નાઈમાં પણ આ અંગે સંશોધન ચાલી રહ્યું છે.

બ્યુટી પ્રોડક્ટ્સ સહિત ફૂડ એન્ડ બેવરેજીસ એટલે કે, જામ, જેલીથી માંડીને વાઈન સહિતની પ્રોડક્ટ્સ કેકટસમાંથી બને છે. પશુચારા માટે પણ કેકટસની અમુક પ્રજાતિ ખૂબ પૌષ્ટિક છે.

બાદનપરમાં કેકટસ ઉછેરનો ભેખ ધરનાર ડો. વસરામ બોડાએ કેવડિયામાં દસ એકરમાં પથરાયેલા કેકટસ પાર્ક કે જ્યાં ૪પ૦ જેટલી પ્રજાતિઓ ઉછેરવામાં આવી છે. ત્યાં ખૂબ સક્રિયપણે માર્ગદૃશન પૂરૃં પાડ્યું છે. ઉપરોક્ત ઈન્દ્રોડા, ડાંગ જિલ્લાના વધઈ, રીવરફ્રન્ટ, દ્વારકામાં નાગેશ્વર વગેરે જગ્યાએ પણ કેકટસ ઉછેરની પહેલ કરાવી છે. ભારતની સ્થાનિક નામાંકિત ખાનગી કંપનીઓ તેમજ ઈજિપ્ત જેવા દેશો પણ 'કેકટસ ક્રાંતિ'ના આ અભિગમને પોષવા અને વિક્સાવવા તેમનું માર્ગદર્શન લઈ રહ્યા છે.

કેકટસનું વાવેતર ડેઝર્ટીફિકેશન એટલે કે, રણને આગળ વધતું અટકાવે છે, કારણ કે તેમાં જમીનના ધોવાણને રોકવાના ગુણો છે.

ડો. વસરામ બોડા-કારકિર્દી પરિચય

વર્ષ ર૦૦પ માં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રાપ્ત થયેલ કૃષિ સંશોધન એવોર્ડ વિજેતા ડો. વસરામ પી. બોડાએ વર્ષ ૧૯૭પ માં વેટરનરી, ૧૯૭૬-૭૭ ના વર્ષમાં આણંદમાં વેટરનરી કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ પર હતાં. ૧૯૭૭ થી ર૦૦૦ ના વર્ષ સુધી ગુજરાત ડેરી વિકાસ નિગમમાં વેટરનરી ડોક્ટરથી લઈ જનરલ મેનેજર સુધીની ફરજ બજાવી હતી. વર્ષ ર૦૦૦ માં વીઆરએસ લીધું હતું.

વીઆરએસ પછી જમીન લઈ વીસેક વર્ષ જેટલા સમયથી તેઓ ફ્લોરી કલ્ચર (બાગાયતી) ખેતી કરી રહ્યા છે. ખેતીની સાથે-સાથે તેઓ કૃષિમંત્રીના સલાહકાર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. છેલ્લા વીસેક વર્ષથી તેઓ કેકટસ ઉછેર અંગે ઊંડુ અધ્યયન અને ઉછેર કરી રહ્યા છે.

 આનો સંપૂર્ણ વિડિયો જોવા માટે લિંક પર ક્લિક કરો

https://youtu.be/vp9YE2qcXL0

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial