Sensex

વિગતવાર સમાચાર

"કોડ ઝાયગોમા" ટ્રીટમેન્ટ લોકલ એનેેસ્થેસીયાથી સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત કરવામાં આવી

જામનગરના ડો. મેહુલ ખાખરીયાના માધવ ડેન્ટલ ક્લીનીકમાં

જામનગર તા. ૫ઃ જામનગરના દાંતના જાણીતા ડોક્ટર મેહુલ ખાખરીયાના માધવ ડેન્ટલ ક્લીનીકમાં સમગ્ર ગુજરાતમાં લોકલ એનેસ્થેસીયાથી કોડઝાયગોમાની સફળ ડેન્ટલ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી.

આ ટ્રીટમેન્ટ આ૫વા ભારતના સુવિખ્યાત ડેન્ટીસ્ટ મુંબઈના ડો. નિતીન આહુઝા તથા રેડીયોલોજીસ્ટ ડો. જહોનને નોબતની મુલાકાતે ડો. મેહુલ ખાખરીયા લાવ્યા હતાં. આ મુલાકાતમાં કોડ ઝાયગોમા ટ્રીટમેન્ટ અંગે વિસ્તૃત જાણકારી તબીબોએ આપી હતી.

સામાન્ય રીતે ૭૦-૭પ વર્ષથી વધુ વયના લોકોના પેઢા સાવ ઘસાઈ ગયા હોય, દાંત પડી ગયા હોય તેવી વ્યક્તિના મોઢામાં દાંત બેસાડવા (ઈમ્પ્લાન્ટેશન) માટે આ 'કોડ ઝાયગોમા' ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જેમાં ગાલના હાડકામાં સ્ક્રૂ બેસાડી દાંત ફીટ કરવાની જટીલ અને અત્યંત કાળજી સાથેની ટ્રીટમેન્ટ કરી દાંત બેસાડવામાં આવે છે.

લોકલ એનેસ્થેસીયા આપી આ ખાસ ટ્રીટમેન્ટ ડો. મેહુલ ખાખરીયાના ક્લીનીકમાં ડો. નિતીન આહુજા અને ડો. જ્હોને સફળતાપૂર્વક કરી હતી.

લંડન રહેતા મૂળ જામનગરના એનઆરઆઈ ૭૮ વર્ષના ભારતીબેન મહેતાની ટ્રીટમેન્ટ કરી માત્ર બે કલાકમાં તેમને રજા આપી દેવામાં આવી હતી.

'કોડ ઝાયગોમા' ટ્રીટમેન્ટ માટે જે સુવિધાની જરૃર હોય તે તમામ સુવિધા અને અદ્યતન સાધનો ડો. મેહુલ ખાખરીયાના ક્લીનીકમાં ઉપલબ્ધ છે. તેથી હવે દર મહિને મુંબઈથી ડો. આહુજા અને ડો. જ્હોન જામનગર આવશે તેમ જણાવાયું હતું.

ગુજરાતમાં લોકલ એનેસ્થેસીયા સાથે ૭પ પ્લસ દર્દીઓને દાંત બેસાડવાની અન્ય ડોક્ટરોએ ના પાડી દેતા ભારતીબેને જામનગરમાં ડો. ખાખરીયાનું માર્ગદર્શન લીધું હતું. ડો. આહુજા ગુજરાતના અન્ય ડેન્ટીસ્ટોને આ ખાસ ટ્રીટમેન્ટ માટે તાલીમ આપે છે અને અત્યારે સમગ્ર ભારતમાં તેમનું નામ "ઝાયગો મેન" મેન તરીકે સુપ્રસિદ્ધ થઈ ગયું છે.

રેડીયોલોજીસ્ટ ડો. જ્હોન દ્વારા દરદીના દાંત-મોઢાના સીટી સ્કેનની મદદથી ડો. આહુજાને કોડ ઝાયગોમા ટ્રીટમેન્ટ માટે એક્ઝેટ લોકેશન અને ગાલના હાડકાની સ્થિતિ દર્શાવે છે.

હાડકા ઘસાઈ ગયા હોય, ચોગઠું ફીટ ન થતું હોય, જડબાનું કેન્સર હોય, જડબું કાઢી નખાયું હોય, મ્યુકર માઈકોસીસ (બ્લેક ફંગશ) વાળા વ્યક્તિઓને કોડ ઝાયગોમા ટ્રીટમેન્ટથી નવા દાંત બેસાડી આપવામાં આવે છે. આ જટીલ અને ખાસ ટ્રીટમેન્ટનો ખર્ચ યુકે/યુએસએ વિગેરે વિદેશોમાં ૩૦-૩પ લાખનો ખર્ચ થતો હોવાથી ત્યાં ના લોકો ભારતમાં આવે છે. અહીં પ થી પ.પ૦ લાખના ખર્ચમાં આ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે છે.

ડો. આહુજા ગ્રીસના એથેન્સમાં આ ખાસ ટ્રીટમેન્ટ અંગે લેકચર આપીને ત્યાંથી જામનગર ભારતીબેનની ટ્રીટમેન્ટ માટે ડો. મેહુલ ખાખરીયાના ક્લીનીકમાં આવ્યા હતાં અને સફળતાપૂર્વક આ જટીલ ટ્રીટમેન્ટ કરી હતી.

નોબતની મુલાકાત સમયે તંત્રી પ્રદીપભાઈ માધવાણી, ચેનનભાઈ માધવાણી, દર્શકભાઈ માધવાણીએ મહેમાનોનું સ્વાગત કરી ચર્ચા કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial