Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ક્રિકેટનો જંગ, હોળીના રંગ, ચૂંટણીનો જંગ, તહેવારોનો ઉમંગ... ...... પણ...... દેશની રાજધાનીમાં આવ્યો રાજકીય ભૂકંપ... લોકતંત્ર ખતરામાં ?

આજથી આઈપીએલની ટકાટક ટુર્નામેન્ટનો રોમાંચ શરૃ થશે, જામનગરની લોકસભા બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતા હવે હાલારમાં હોળી-ધૂળેટીની સાથે ચૂંટણીનો જંગ પણ જામશે અને લોકોને ધૂળેટી પર્વે રંગભર્યા ઉત્સવની સાથે ચૂંટણીના અવનવા પ્રચારના કલર્સ પણ જોવા મળશે. બીજી તરફ દેશની રાજધાનીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગત રાત્રે ઈડી દ્વારા ધરપકડ કરાયા પછી આજે જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે.

કેજરીવાલની ધરપકડ પછી ઈન્ડિયા ગઠબંધનના ધટકપક્ષો ફરીથી એકજૂથ થઈ રહ્યા છે અને ભાજપ સામે આકરા પ્રહારો કરી રહ્યા છે એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવીને તીખા-તમતમતા પ્રહારો કરી રહ્યા છે, તે જોતાં લોકસભાની ચૂંટણીમાં પણ વિપક્ષો આવી જ એકતા દેખાડીને ભાજપ સામે જંગ માંડશે, તેમ જણાય છે, એકંદરે કેજરીવાલની ધરપકડને તાનાશાહી અને રાજકીય ઈરાદાઓ સાથેની ગણાવાઈ રહી છે અને મોદી સરકાર પર વિપક્ષોને ખતમ કરવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓના બેફામ દૂરૃપયોગની આક્ષેપબાજી થઈ રહી છે, તો બીજી તરફ કેજરીવાલની ધરપકડ વિપક્ષી ગઠબંધનને વધુ મજબૂત બનાવશે, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે. બીજી તરફ કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે, તેથી મુખ્યમંત્રી જેલમાં હોય કે, કસ્ટડીમાં હોય તે પણ કદાચ સ્વતંત્ર ભારતની પ્રથમ ઘટના હશે નહીં ?

એક અભિપ્રાય એવો પણ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત પછી કેજરીવાલની આ રીતે રાતોરાત ધરપકડ કરવાથી આમ આદમી પાર્ટી તથા કેજરીવાલને જનતાની સહાનુભૂતિનો રાજકીય ફાયદો પણ મળવાનો છે અને આમ આદમી પાર્ટીને તમામ વિપક્ષોની પણ સહાનુભૂતિ મળનાર હોવાથી તેને લોકસભાની ચૂંટણીમાં રાજકીય લાભ પણ થઈ શકે છે.

કેજરીવાલની ધરપકડના પ્રત્યાઘાતો દેશની રાજધાનીમાં પણ વ્યાપક સ્વરૃપમાં પડી રહ્યા છે. લગભગ તમામ વિપક્ષી નેતાઓએ આ ધરપકડને લોકતંત્રની હત્યા, રાજાની તાનાશાહી, બદલાની ભાવના, લોકસભાની ચૂંટણી સમયે જ વિપક્ષોને કચડી નાંખવાનું ષડયંત્ર અને ગેરબંધારણીય કૃત્ય ગણાવીને મોદી સરકારની આકરી ટીકા કરી છે,

હવે આમ આદમી પાર્ટી દ્વારા દેશની રાજધાની દિલ્હી અને દેશભરમાં ભાજપ સામે જે સંગ્રામ શરૃ કર્યો છે, તેની અસરો પણ દૂરગામી પડવાની છે અને વિરોધપક્ષો એકજૂથ થઈ જતાં એનડીએ સામે પણ રાજકીય પડકારો વધવાના છે. બીજી તરફ એનડીએના નેતાઓ - પ્રવકતાઓ પણ કેજરીવાલની ધરપકડ લીકર કૌભાંડમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે થઈ છે, ત્યારે તેના સમર્થનમાં બોલી રહેલા તમામ રાજકીય પક્ષોનો ભ્રષ્ટાચારના સમર્થકો ગણાવી રહ્યા છે.

કેટલાક લોકો એવા અભિપ્રાયો પણ આપી રહ્યા છે કે દિલ્હીની હાઈકોર્ટે ગઈકાલે ઈડીની ફાઈલ જોયા પછી કેજરીવાલને ધરપકડ સામે સંરક્ષણ આપ્યું નહીં હોવાથી કાં તો દાળમાં કાળુ છે, અથવા તો આખી દાળ જ કાળી છે, તે હકીકત છે. આ જ પ્રકારના અભિપ્રાય સાથે કેટલાક લોકો આ કદમ ઉઠાવાયું, તેના ટાઈમીંગ સામે આશંકા વ્યકત કરી રહ્યા છે, અને ઘણાં સમયથી તોળાઈ રહેલી કેજરીવાલની ધરપકડ એવા સમયે કરવામાં આવી છે, જ્યારે એસબીઆઈ દ્વારા સુપ્રિમ કોર્ટમાં ઈલેકટોરલ બોન્ડની સંપૂર્ણ વિગતો આપ્યા પછી તેની પ્રસિદ્ધિ ચૂંટણીપંચ દ્વારા થવાની હતી. મતલબ કે ઈલેકટોરલ બોન્ડનું મહાકૌભાંડ છાવરવા અને આ ફંડમાંથી શાસક પક્ષોને કઈ કંપની-લોકો-સમૂહોએ કેટલું ચૂંટણીફંડ આપ્યુ છે તે જાહેર થયા પછી તેના તરફથી લોકોનું ધ્યાન ભટકાવવા આ ધરપકડનું ટાઈમીંગ નક્કી થયું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

જો કેજરીવાલની ધરપકડ ગઈકાલે થઈ ન હોત, તો આજે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોની ચર્ચા સર્વાધિક થઈ રહી હોત અને હાલારમાં પણ જામનગરની લોકસભાની બેઠકને લઈને ચર્ચા થઈ રહી હોત, એટલું જ નહીં, ગઈકાલે કોંગ્રેસે પોતાના બેન્કીંગ ખાતા ફ્રીઝ કરીને વિપક્ષના ચૂંટણીપ્રચારનું ગળું ઘોટવાના જે આક્ષેપો કર્યા તેના પણ વ્યાપક પડઘા પડી રહ્યા હોત, પરંતુ કેજરીવાલની ધરપકડ પછી આ બધું દબાઈ ગયું હોય તેમ જણાય છે અને તેથી જ એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે કોંગ્રેસ તથા વિપક્ષોના ચૂંટણી પ્રચારને વેરવિખેર કરવા અને લોકોના મનમાં ભ્રમ પેદા કરવાનું સમયબદ્ધ અને સમજપૂર્વકનું આ ષડયંત્ર રચાયું છે !

જામનગરની બેઠક પરથી કોંગ્રેસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.પી. મારવીયાને ઉમેદવાર બનાવ્યા પછી ભાજપના પૂનમબેન માડમ સાથે ચૂંટણી જંગ જામશે.... જોઈએ... આગે આગે હોતા હે કયા ?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial