Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ચિપ્સનું ચક્કર અને ચીનનો ચક્રવ્યૂહ ચર્ચામાં... ટોક ઓફ ધ નેસન એન્ડ વર્લ્ડ

ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું એક મંતવ્ય ફરી એક વખત ભારતમાં ચર્ચાના ચાકડે ચડ્યું છે, અને ચૂંટણીની મોસમમાં કોઈપણ નિવેદન જ્યારે ચૂંટણીનો મુદ્દો બની જતું હોય છે, ત્યારે રઘુરામ રાજનનો આ અભિપ્રાય પણ ચૂંટણીમાં ચર્ચાશે, તે નક્કી છે, જો કે, આ અભિપ્રાયનો રિવર્સ ફાયદો શાસકપક્ષને પણ મળી શકે તેમ હોવા છતાં વિપક્ષી ગઠબંધન આ મુદ્દાને ચગાવશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.

હકીકતમાં રઘુરામ રાજને આપણાં દેશમાં સેમિકન્ડકટરના ચિપ્સના ઉત્પાદનની શરૂઆત સામે સવાલો ઉઠાવ્યા છે, અને આડકતરી રીતે કહ્યું છે કે આ પ્રકારની ઘેલછાના સ્થાને આપણાં દેશમાં શિક્ષણની સિસ્ટમ સુધારવા પાછળ નાણા અને શક્તિનો ઉપયોગ કરવો જોઈએ.

રઘુરામ રાજને કહ્યું છે કે ભારતે સેમિકન્ડકટરના ઉત્પાદનની હરિફાઈમાં ઉતરવું ન જોઈએ, કારણ કે તેવું કરવા જતાં આપણો દેશ બરબાદ થઈ જશે, દેશમાં અગ્રતાક્રમે કરવા જેવા બીજા ઘણાં કામ છે તે કરવાના બદલે સેમિકન્ડકટરની ચિપ્સના ઉત્પાદનની પાછળ દોટ લગાવવી અનુચિત છે ભારતે ચિપ્સના પ્રોજેકટની બદલે શિક્ષણની સિસ્ટમ સુધારવી જોઈએ તેમ જણાવી રઘુરામ રાજને કહ્યું કે ભારત સરકાર ઉચ્ચ શિક્ષણના વાર્ષિક બજેટ કરતા પણ વધુ સબસિડી ચિપ મેન્યુફેકચરીંગ માટે આપી રહી છે, તે અયોગ્ય છે.

જો કે, તેમણે એમ પણ કહ્યું કે તેઓ એમ નથી કહેતા કે ભારતે કયારેય પણ ચિપ્સનું ઉત્પાદન ન કરવું જોઈએ, પરંતુ દુનિયાના ઘણાં દેશો આ ક્ષેત્રે હરિફાઈ કરી રહ્યા છે ત્યારે ભારતે આ રેસમાં જોડાવું ન જોઈએ. આ રેસમાં જોતરાવાથી દેશ બરબાદ થઈ શકે છે.

તાજેતરમાં જ ગુજરાતના સાણંદ અને ધોલેરા તથા આસામમાં એક મળીને ત્રણ સ્થળે સેમિકન્ડકટર પ્લાન્ટ મંજુર કરાયા છે. જેમાં સવાલાખ કરોડ રૂપિયાથી વધુ ઈન્વેસ્ટમેન્ટ થશે, જેમાં ભારત સરકાર ૪૮ હજાર કરોડની સબસિડી આપશે, તેવી જાહેરાત થઈ હતી, અને એવો દાવો કરાયો હતો કે આ ત્રણેય પ્લાન્ટ ચિપ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ કદમ હશે, સેમિકન્ડકટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગારી મળશે, એટલું જ નહીં, ઈલેકટ્રોનિકસ, ટેલિકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ પુરક રોજગારીની વિપુલ તકો ઊભી થશે.

ગુજરાતના ધોલેરામાં ૯૧ હજાર કરોડના મૂડીરોકાણ સાથે બની રહેલા પ્લાન્ટ ઉપરાંત આસામના મોરીગાંવ અને ગુજરાતના આણંદમાં બીજા બે પ્લાન્ટ બની રહ્યા છે, જેને સેમિકન્ડકટર ક્ષેત્રે દેશની હરણફાળ ગણાવાઈ રહી છે અને આ પ્લાન્ટ સામેના તર્કોને વિદેશનો પ્રોપાગન્ડા ગણાવાઈ રહ્યો છે !

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પોતાના અભિપ્રાયો નિડરતાથી અને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે જાણીતા છે અને અત્યારે શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમના આ અભિપ્રાયોના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, જેને કેટલાક વિવેચકો વિદેશી પ્રચાર (પ્રોપાગન્ડા) સાથે સાંકળી રહ્યા છે, જ્યારે ઘણાં વિવેચકો ભારત વિરોધી લોબીનો પ્રભાવ ગણાવી રહ્યા છે, તો ઘણાં વિવેચકો રઘુરામ રાજનની વાતમાં દમ છે, તેમ કહીને તેના પર વિચાર કરવો જોઈએ, તેવો અભિપ્રાય પણ વ્યકત કરી રહ્યા છે, કેટલાક લોકો સાહિત્યની ભાષામાં કહી રહ્યા છે કે મજબૂત ઈમારત બનાવવાનું લક્ષ્ય રાખવું જ જોઈએ, પરંતુ તે માટે (શિક્ષણ સિસ્ટમ જેવો) પાયો તો પાક્કો કરવો જ પડે ને ?

બીજી તરફ લદાખમાં ચીને ભારતની જમીન હડપ કરી લીધી હોવાનો મુદ્દો કરી એક વખત ગરમાયો છે, અને ચીનનો ચક્રવ્યૂહ ચર્ચામાં છે.

ગઈકાલે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની તાકાત દેખાડાઈ અને વિપક્ષો એકજૂથ જોવા મળ્યા. તે પછી વિપક્ષી પ્રચારમાં પણ જુસ્સો વધ્યો છે અને ચિપ્સ તથા ચીનના મુદ્દા હવે ચૂંટણી પ્રચારમાં પણ જોરશોરથી ગુંજશે, તેમ જણાય છે. બીજી તરફ ગુજરાત ભાજપમાં અસંતોષનો ઉકળતો ચરૂ અને કેટલાક વિવાદો વચ્ચે રૂપાલા પ્રકરણ પણ હવે દિલ્હી દરબારમાં પહોંચ્યું હોય તેમ જણાય છે. આ તમામ ઘટનાક્રમો જોતા લોકસભાની ચૂંટણીમાં તિવ્ર રસાકસી વધી જશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છેે. બીજી તરફ અમેરિકાએ એ.આઈ. ચિપ્સની ચીનમાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી ચિપ્સનો મુદ્દો આંતરરાષ્ટ્રી ક્ષેત્રે પણ ગરમાયો છે.

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મેરઠમાં જંગી રેલીને સંબોધન કર્યુ અને વિપક્ષ પર ચાબખા માર્યા, અને વિપક્ષી એકતાને ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાનું પરિણામ ગણાવ્યું હતું એકંદરે સુપર સન્ડેમાં ગઈકાલે ઈન્ડિયા ગઠબંધન અને એનડીએના ચૂંટણી લક્ષી શક્તિપ્રદર્શનો જોવા મળ્યા હતા, જેમાં તમિલનાડુના કચ્ચાથિવુ ટાપુનો મુદ્દો મુખ્ય રહ્યો હતો.

પર્યાવરણવાદી સોનમ વાંગચૂકે એવો દાવો કર્યો છે કે છેલ્લા એક દાયકામાં ચીને ભારતની ચાર હજાર કિલોમીટરથી વધુ જમીન પચાવી પાડી છે. લદાખના પશુપાલકોને ઢોર ચરાવવા ચીનાઓ જવા દેતા નથી, વાંગચૂકે ના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે. વાંગચૂકે સત્યાગ્રહ કરી રહ્યા છે આ તાજેતરમાં ર૧ દિવસના ઉપવાસ કર્યા હતાં. તેમણે હજારો લોકો સાથે માર્ચ કાઢવાની પણ વાત કરી છે આમ, ચિપ્સ અને ચીન અત્યારે 'ટોક ઓફ ધ નેશનલ એન્ડ વર્લ્ડ' બની ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial