Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

સંજયસિંહ બનશે સંજીવની... ધ્રુજતી ધરતી, સુનામીની આહટ વચ્ચે સિયાસતની સટાસટી....

સુપ્રિમ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહને જામીન આપ્યા પછી મીડિયામાં નિવેદનોની જાણે સુનામી આવી ગઈ છે, અને ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ભૂકંપ જેવી સ્થિતિ સર્જનાર રૂપાલા એપિસોડને લઈને આજે બપોરની મિટિંગ પર સૌની નજર છે, તો તાઈવાનમાં આવેલા ૭.પ ની આજુબાજુની તીવ્રતાના ભૂકંપે સર્જેલી તારાજીની સાથે સાથે અડધો ડઝન  જેટલા દેશોમાં પણ ધરતી ધ્રુજી અને કેટલાક દેશોમાં સુનામીની ચેતવણી અપાઈ, તેવા અહેવાલોએ પણ ચિન્તા જગાવી દીધી છે.

તાઈવાનના તાઈપેમાં સંખ્યાબંધ ઈમારતો ધરાશાયી થઈ ગઈ, દેશમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને જે વિનાશ વેરાયો, તેના બિહામણાં દૃશ્યો પણ સામે આવી રહ્યા છે, અને ભારત સહિત વિશ્વના કેટલાક દેશોએ તાઈવાનની આ મૂશ્કેલ ઘડીમાં તાઈવાનની પડખે હોવાની હૈયાધારણ આપી હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે.

આ વર્ષે એપ્રિલથી જ પ્રચંડ ગરમી અને લૂ લાગવાની આગાહીઓ થવા લાગી છે, અને દેશના કેટલાક સ્થળે તો હવે ગરમીનો પારો ૪૦ ડિગ્રીને આંબવા લાગ્યો છે, તેથી લોકસભાની ચૂંટણીની ગરમી સાથે કુદરતી મહત્તમ તાપમાનનો સંયોગ થતા આ વખતે ચૂંટણીપંચે મતદાન મથકોમાં છાયડો, પીવાનું પાણી અને જરૂરી પડ્યે મતદારોની મદદ માટે પ્રાથમિક સારવાર ઉપરાંત સ્થાનિક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની વિશેષ વ્યવસ્થાઓ પણ કરવી પડશે તેમ જણાય છે. આ કારણે કદાચ ચૂંટણીતંત્રનું ટેન્શન પણ વધી રહ્યું હશે, ખરું ને ?

ભયંકર ભૂકંપ પછી સમુદ્રમાં સુનામી (ત્સુનામી) તો આવે, તેવી સંભાવના રહેતી હોય છે, પરંતુ ચૂંટણીનો પ્રચાર શરૂ થતાં જ નેતાઓના નિવેદનોની સુનામી તો આવી જ ગઈ છે અને સિયાસતની આ સુનામીમાં અવનવા વિવાદો તથા સંવાદોના ઊંચા ઊંધા મોજાઓ પણ ઉછળવા લાગ્યા છે.

ખાસ કરીને આડેધડ નિવેદનોની સુનામીમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા બરાબરના સપડાઈ ગયા છે....ખરું ને ?

ગઈકાલે આમ આદમી પાર્ટીના સંસદસભ્ય સંજયસિંહને સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા પછી, તો સિયાસતની સટાસટ પરાકાસ્ટાઓ પહોંચી ગઈ છે, અને સંજયસિંહ આજે જેલમાંથી બહાર આવ્યા પછી તેની આગવી ભાષા શૈલીમાં જે સિયાસતની સટાસટી બોલાવશે, અને તેજાબી ભાષણો કરશે, તેથી ભાજપ-એનડીએની જમીન ધ્રુજી જવાની છે, તેવા દાવાઓ પણ ગઈકાલથી જ થવા લાગ્યા હતા, તો બીજી તરફ કેજરીવાલની ગેરહાજરીમાં 'આપ'ની કમાન્ડ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંજયસિંહ સંભાળી લેશે, તેવી અટકળો પણ થવા લાગી છે. જો કે, સંજયસિંહને અદાલતે તેમના લીકર કેસ અંગે બોલવા પર મનાઈ ફરમાવી છે, પરંતુ તેને પાર્ટીનું કામકાજ કરતા કે સરકારની ટીકા કરતા અટકાવી શકાશે નહીં, તેવો સ્પષ્ટ અભિપ્રાય પણ વ્યકત થઈ રહ્યો છે.

લોકસભાની ચૂંટણી ટાણે જ સંજયસિંહ (ભલે જામીન પર પણ) જેલની બહાર આવી જશે. આમ આદમી પાર્ટીને સંજીવની મળી હોવાના અભિપ્રાયો વ્યકત થઈ રહ્યા છે તો બીજી તરફ એવી અટકળો પણ થઈ રહી છે કે આમ આદમી પાર્ટીની કમાન્ડ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ પાસે જ રહેશે, તેમ માનવાનોપણ મોટો વર્ગ છે. ઘણાં એવું પણ માને છે મિસિસ કેજરીવાલ મુખ્યમંત્રી કેજરીવાલની જેલમાંથી મળતી સૂચના મુજબ રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવશે, અથવા વિધિવત મુખ્યમંત્રી બની જશે, જ્યારે સંજયસિંહ 'આપ' ના ઈન્ચાર્જ વડા બની શકે છે, જે થાય તે ખરું, સુપ્રિમ કોર્ટે સંજયસિંહને જામીન આપી દીધા પછી ઈડી અને એનડીએ પર વિપક્ષો દ્વારા જબરદસ્ત પ્રહારો થઈ રહ્યા હોવાથી ભાજપ-એનડીએના નેતા-પ્રવકતાઓ બેકફૂટ પર આવી ગયા હોય તેમ નથી લાગતું ?

સંજયસિંહના જામીન પર છૂટ્યા પછી નેતાઓની નિવેદનોની જે સુનામી આવી છે, તે પણ ઘણી જ રસપ્રદ છે. આમ આદમી પાર્ટીના નેતા, પ્રવકતા અને મંત્રી આતિશીએ ઈડી પર પ્રહારો કર્યા અને ભાજપની પોલ ખુલી પડી ગઈ હોવાની વાત કરી તો સૌરભ ભારદ્વાજે પણ એવા જ તેજાબી આક્ષેપો કર્યા. અખિલેશ યાદવે ફરીથી કહ્યું કે ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત થઈ ગઈ હોવાનો ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, વિપક્ષી નેતાઓએ એક વખત ફરીથી મોદી સરકાર પર તાનાશાહીના આરોપો લગાવ્યા અને કહ્યું કે સંજયસિંહ સામે મની ટ્રેઈલ પુરાવા જ નહોતા, તો જેલભેગા કેમ કર્યા ?

એનડીએ-ભાજપના પ્રવકતાઓએ કહ્યું કે જે લોકો પીએમએલએ કાયદામાં જામીન મળે જ નહીં, તેવો ભ્રમ ફેલાવી રહ્યા હતા, તેઓ ને જવાબ મળી ગયો છે, અને જે લોકો ભાજપ, એનડીએની સરકાર એજન્સીઓનો દુરૂપયોગ કરતા હોવાની ભ્રામક વાતો કરી રહ્યા હતા, તેને પણ જવાબ મળી ગયો છે. એવું પણ કહેવાયું કે સંજયસિંહને જામીન મળ્યા છે, નિર્દોષ ઠર્યા નથી. અદાલતે પણ કહ્યું છે કે આ જામીનને દૃષ્ટાંત તરીકે ટાંકી નહીં શકાય. જોઈએ હવે શું થાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial