Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

છુટી તિહાડ, સિંહની દહાડ, જેલ કે તાલે તૂટેંગે, સારે નેતા છૂટેંગે... પોલિટિકલ ટ્વીસ્ટ, નેરેટીવ શિફટ !

સુપ્રિમ કોર્ટના આદેશ પછી ગઈકાલે સાંજે તિહાડ જેલમાંથી આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ છુટ્યા અને બહાર આવતા જ સિંહની જેમ ગર્જના કરી. તેમણે કહ્યું કે જેલના તાળા તૂટશે અને તમામ નેતા છૂટી જશે. તેમણે એમ પણ કહ્યું કે આ જશ્ન મનાવવાનો સમય નથી, પણ સંઘર્ષ કરવાનું ટાણું છે.

સંજયસિંહના આ આક્રમક વલણના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો તો જોશમાં જણાયા, પરંતુ ઈન્ડિયા ગઠબંધનના અન્ય પક્ષોના નેતાઓમાં પણ જુસ્સો વધ્યો, અને કેન્દ્ર સરકાર અને ભાજપ પર વધુ એગ્રેસીવ થઈને તડાપીટ બોલાવવા લાગ્યા.

દેશમાં છેલ્લા કેટલાક સમયથી એવો માહોલ ઊભો થવા લાગ્યો હતો કે આ વખતે ચૂંટણી એકપક્ષીય થવા જઈ રહી છે અને એનડીએ સામે વિપક્ષી એકતા નબળી પડી રહી છે. વિપક્ષો પાસે મોદી જેવો ચહેરો નથી અને કોમન મીનીમમ પ્રોગ્રામ કે તમામ રાજ્યોમાં પૂરેપૂરી બેઠકો માટે સમજૂતિ પણ થઈ નથી. આ કારણે ભાજપની ૩૭૦ પ્લસ અને એનડીએની ૪૦૦ પ્લસ બેઠકો જીતવાની જે મહેચ્છા, તે પૂરી ન થાય તો પણ એનડીએની જ સરકાર ફરીથી સત્તારૃઢ થવાની છે, અને તેની સામે વિપક્ષોમાં નિરાશા ફેલાઈ રહી છે, જેના કારણે લોકસભાની ચૂંટણી હવે માત્ર એનડીએનો ૪૦૦ પ્લસનો ટાર્ગેટ પૂરો થાય છે કે નહીં, અને દરેક બેઠક પરથી એનડીએના ઉમેદવારોને પાંચ લાખથી વધુ મતોથી જીતાડવાના લક્ષ્યો પૂરા થાય છે કે કેટલાક વિવાદાસ્પદ એપિસોડો અને કેટલીક કાનૂની પ્રક્રિયાઓમાં લાગતા ઝટકાઓના કારણે લીડ કપાય છે, તે જ જોવાનું રહે છે.

સંજયસિંહનું જામીન પર છુટવું, દેશના કેટલાક રાજ્યોમાં ઓછું વર્ચસ્વ હોવાથી એનડીએની કવાયત, ગુજરાત સહિત કેટલાક સ્થળે ભાજપે જેને ટિકિટો ફાળવી છે, તેની સામે અસંતોષ, બોલકા નેતાઓના બફાટના કારણે ગુજરાત સહિત કેટલાક સ્થળે ભાજપ સામે ઊભા થયેલા પડકારો અને ખાસ કરીને કેન્દ્રીય એજન્સીઓનો દુરૃપયોગ, બેરોજગારી, મોંઘવારી અને તાનાશાહી જેવા મુદ્દાઓ વગેરેના કારણે ધીમે ધીમે માહોલ બદલાઈ રહ્યો છે અને હવે કેટલીક બેઠકો પર ભાજપના પાંચ લાખની લીડથી વિજયના સપના અધૂરા રહી જવાના છે, તે પ્રકારના અનુમાનો પણ થવા લાગ્યા છે. જો કે ઈન્ડિયા ગઠબંધનમાં પણ તમામ રાજ્યોમાં બેઠકોની સમજૂતિ થઈ નથી, પરંતુ કેજરીવાલની ધરપકડ પછી ઈન્ડિયા ગઠબંધનમાં જે જુસ્સો વધ્યો છે અને સંજયસિંહને જામીન મળ્યા પછી કાર્યકરોમાં પણ જોશ વધી રહ્યું છે, તથા વિપક્ષો પરસ્પર વધુ નજીક આવવા લાગ્યા છે, તે જોતાં એવું કહીં શકાય કે રાજકીય ક્ષેત્રે હવે પોલિટિકલ ટ્વીસ્ટ આવ્યું છે અને પોલિટિકલ નેરેટીવ પણ સ્વીફટ થવા લાગ્યું છે.

જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તેમ કેટલાક રાજકીય પક્ષોમાં તીરાડો કે તૂટ તડવાની ઘટનાઓ પણ વધી રહી છે. બિહારમાં ચિરાગ પાસવાનની પાર્ટીના રર નેતાઓએ પાર્ટી છોડીને ઈન્ડિયા ગઠબંધનને સમર્થન જાહેર કર્યું હોવાના અહેવાલો આવ્યા, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં બળવો પોકારનાર કોંગીનેતા સંજય નિરૃપમને કોંગ્રેસે તગેડી મૂક્યા અને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી, વાયનાડમાં રાહુલ ગાંધીએ ફોર્મ ભર્યુ તો ઈન્ડિયાના સાથી પક્ષ સીપીઆઈના ઉમેદાર એની રાજાએ વિરોધી સૂર વ્યકત કર્યા તો રાષ્ટ્રીય કક્ષાના સામ્યવાદી નેતાઓએ પણ કોંગ્રેસની આલોચના કરી !

ચૂંટણીની તારીખો જાહેર થઈ તે પહેલા જ ભાજપે કેટલીક બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા હતા અને તેવું જ કેટલાક વિપક્ષોએ પણ કર્યું હતું, પરંતુ ગુજરાતમાં તમામ ર૬ બેઠકો જંગી લીડથી જીતવાનું ભાજપને જેટલું સરળ લાગતુ હતું, તેટલું જ હવે મુશ્કેલ બની રહ્યું છે, અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કેટલીક બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારો સામે અસંતોષનો ચરૃ ઉકળતો હતો તેમાં રૃપાલા પ્રકરણ પછી બળતામાં ઘી હોમાયું, હવે ડેમેજ કંટ્રોલના પ્રયાસો નિષ્ફળ ગયા પછી રાજકોટ બેઠકને લઈને ભાજપ કેવું વલણ અપનાવે છે, તે જોવાનું રહે છે. આમ પણ છેલ્લી ત્રણ ટર્મથી લોકસભાની ચૂંટણીમાં ક્રમશઃ ઘટી રહેલા પ્રતિનિધિત્વ અને કેટલાક દિગ્ગજોને હાંસિયામાં ધકેલાયા પછી ભાજપમાં અસંતુષ્ટોનો એક વર્ગ ઉભો થયો હોવાના તારણો વચ્ચે હવે ચૂંટણી સુધીમાં રાજ્ય  અને દેશમાં કેટલાક પોલિટિકલ ટ્વીસ્ટ આવેે છે, તે જોવું રહ્યું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial