આપણા વિદ્યાર્થીઓ માટે તો એજ્યુકેશન એટલે આખું વર્ષ ક્લાસમાં બેસવાનું (ઈચ્છા હોય તો જ ભણવાનું), માર્ચ - એપ્રિલમાં પરીક્ષા આપવાની અને પછી પરીક્ષાનું પરિણામ આવે એટલે તેની ઉજવણી કરવાની.
આજકાલ એજ્યુકેશન એ પણ એક સહિયારી પ્રવૃત્તિ થઈ ગઈ છે. હવે ફક્ત સ્કૂલમાં શિક્ષક ભણાવે અને વિદ્યાર્થી ભણે તેનાથી કદી બેસ્ટ રીઝલ્ટ આવી શકે નહીં. બેસ્ટ રીઝલ્ટ મેળવવા માટે વિદ્યાર્થી જેટલી જ, કદાચ વિદ્યાર્થી કરતા પણ વધુ મહેનત તેના માતા પિતાએ પણ કરવી પડે છે. દા.ત. સારી સ્કૂલ ગોતવી, સારા ટ્યુશન ક્લાસ ગોતવા, આ બધાની કમરતોડ ફી ભરવી, વગેરે વગેરે.
આ બધું કર્યા પછી પણ મા બાપે એક વધુ અગત્યનું કામ કરવું પડે છે, અને તે છે વિદ્યાર્થીને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનું. આ વાત બોર્ડની એક્ઝામમાં ૯૬% મેળવનાર વિદ્યાર્થીઓ પોતે જ કરી.
બન્યું એવું કે એક છોકરાને ધોરણ ૧૦ મા બોર્ડની પરીક્ષામાં ૯૫% માર્કસ આવ્યા. સ્કૂલમાં તેનું સન્માન કરવા આચાર્ય તેને મંચ ઉપર લઈ ગયા અને કહ્યુ કે, *બેટા તારી સફળતાનું રહસ્ય આ બીજા બાળકોને બતાવ..*
જવાબમાં છોકરાએ કહ્યુ કે, *મને ૯ મા ધોરણમાં માત્ર ૬૫% માર્કસ જ મળ્યા હતાં. પરંતુ ત્યાર બાદ હું જયારે ૧૦ મા ધોરણમાં આવ્યો તો મારા પપ્પા બે સ્માર્ટ એંડ્રોઇડ ફોન લાવ્યા, એક પોતે રાખ્યો અને બીજો તેમણે મારી મમ્મીને આપ્યો.. પછી તો બન્ને જણ કલાકો સુધી વોટસ-એપ અને ફેઇસબુક ઉપર બીઝી રહેતાં હતાં, જેથી ધરમાં શાન્તિ૫ૂર્ણ વાતાવારણ રહેતું હતું, જેને કારણે હું અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શક્યો..!!!! બસ આના કારણે જ મને આટલી ભવ્ય સફળતા મળી છે..!*
એક વિદ્યાર્થીની, એટલે કે પોતાના બાળકની કેરિયર બનાવવા માટે તેના આધુનિક માબાપે, આજના મોબાઇલ યુગને અનુરૂપ, કેટલું સુંદર પ્લાનિંગ કર્યું કહેવાય..!!
આજના આ મોબાઈલ યુગમાં સોશિયલ મીડિયાથી કોઈ અલિપ્ત રહી શકે નહીં, બોર્ડની કે તેવી જ બીજી કોઈ અગત્યની એક્ઝામની તૈયારી કરતો વિદ્યાર્થી પણ સોશિયલ મીડિયાથી અલિપ્ત રહી ન શકે. અને સોશિયલ મીડિયા પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવા સમાચાર સતત આપવું રહે છે, દા.ત.
*કામવાળી બાઈની છોકરી આઈએએસ બની.*
*કામવાળી બાઈના છોકરાએ ૯૯% મેળવ્યા.*
*કામવાળી બાઈની છોકરી પ્રથમ નંબરે આવી.*
આવા સમાચાર સોશિયલ મીડિયામાં વાંચી વાંચીને હવે આજના સ્માર્ટ બાળકો પણ જીદ કરે છે કે, *મમ્મી, તું પણ વાસણ માંજવા જા ને..!!*
આમ તો ગણિતનો વિષય પહેલેથી જ અઘરો ગણવામાં આવે છે, પરંતુ કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોન વચ્ચે જ ઉછરેલી આજની સ્માર્ટ જનરેશન માટે ગણિત હવે અણગમતો વિષય રહ્યો નથી.
જો કે આપણી કાઠીયાવાડી પ્રજા માટે ગણિત એ પહેલેથી જ સહેલું છે, કારણ કે ગણિતમાં જેને એક્સ, વાય અને ઝેડ કહેવામાં આવે છે, તેને કાઠીયાવાડીમાં ફલાણું, ઢીકણું અને પૂંછડું કહેવામાં આવે છે..!!
વિદાય વેળાએઃ સંગીત શિક્ષકે ક્લાસમાં પૂછ્યું કે, *રાવણ પાસે એવી કઈ કળા હતી, જે બીજા કોઈ માણસ પાસે ન હતી?* બધા વિદ્યાર્થીઓએ એક સાથે સમૂહમાં જવાબ આપ્યો કે, *રાવણ એકલો જ સમૂહ ગીત ગાઈ શકતો..!!*
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial