Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

હવે ગુજરાતમાં ફૂંકાશે ચૂંટણી પ્રચારની આંધી... જસ્ટ વેઈટ એન્ડ વોચ...

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ર૬ મી એપ્રિલે થવાનું છે અને તેના સંદર્ભે આજે સાંજથી ત્યાં પ્રચાર-પડઘમ શાંત થઈ જશે, જ્યાં બીજા તબક્કાનું મતદાન થવાનું છે. આ કારણે હવે રાજકીય પ્રચારકો આવતીકાલથી મતદાન જયાં જયાં થવાનું છે, ત્યાં ધસી જવાના છે, પહેલા તબક્કામાં ગત ચૂંટણીની સરખામણીમાં ઓછું મતદાન થયા પછી તેના કારણો શોધવાની માથાપચ્ચી થઈ રહી છે અને બીજા તબક્કામાં મતદાન વધુમાં વધુ થાય, તે માટે તટસ્થ પ્રયાસો ચૂંટણીપંચ તો કરી જ રહ્યું છે, પરંતુ રાજકીયપક્ષો પણ વધુમાં વધુ મતદાન કરાવીને પોતાનો સ્થિતિ મજબૂત કરવાની વેતરણમાં જણાય છે. ખાસ કરીને શાસક ગઠબંધન એનડીએમાં વધુ ચિન્તા જણાય છે અને ભાજપમાં તો આ મુદ્દે મિટિંગો પણ થઈ અને છેક પેઈજ પ્રમુખો સુધી સૂચનાઓ પહોંચાડાઈ રહી હોવાના અહેવાલો પણ આવ્યા છે.

બીજા તબક્કાનું મતદાન સંપન્ન થયા પછી કયાં કેટલું મતદાન થયું છે, તેની સમીક્ષા થશે અને કેટલાક મોટા મોટા દાવાઓ અને નારાઓની હવા પણ ફૂસ્સ કરીને નીકળી જાય, તેવું પણ બની શકે છે, એવું પણ બની શકે કે બીજા તબક્કા પછી હવાઈ ફુગ્ગા વધુ ઊંચા ઉડવા લાગે... બધું દેશની શાણી જનતા અને સમજદાર મતદારોના હાથમાં જ છે, ખરું ને?

ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની તમામ રપ સીટો પર પણ પ્રચાકાર્ય વેગીલો બનશે. સુરતની બેઠક ભાજપને નિર્વિરોધ (બિનહરિફ) મળી ગઈ હોવાથી સુરતમાં હીરા-વ્યવસાય સાથે સકંળાયેલા અને રિયલ એસ્ટેટ-ઉદ્યોગ-ધંધા માટે સુરત સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના નેતાઓ હવે ત્રીજા તબક્કાના મતદાન માટે પોત-પોતાના વતનમાં પ્રચાર કરતા પણ જોવા મળશે. સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓના અગ્રણીઓ સુરતમાં હોવાથી હવે બિનહરિફ બેઠક માટે પ્રચાર કરવાનો નહીં હોવાથી તેઓને સૌરાષ્ટ્રમાં પ્રચારાર્થે મોકલવામાં આવી રહ્યા હોવાની વાતો પણ વહેતી થઈ છે. ઘણાં લોકો એવું પણ માને છે કે સુરતની બેઠક ભાજપને બિનહરિફ મળી જાય, તે માટે જે વ્યૂહ અપનાવાયો, તેની પાછળ સૌરાષ્ટ્રમાં પ્રચાર-પ્રસારને વધુ વ્યાપક અને આક્રમક કરવાનું ગણિત પણ હોઈ શકે છે. ખાસ કરીને રૂપાલા પ્રકરણ પછી ક્ષત્રિય સમાજના પ્રબળ વિરોધની સૌથી વધુ અસરો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં થાય તેમ હોવાથી ભાજપ તરફી માહોલ ઊભો કરવા માટે હવે સુરત જિલ્લામાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને કામે લગાડાશે, તેવી રણનીતિ રચાઈ હોવાનું કહેવાય છે.

ચૂંટણી જીતવા માટે કોઈપણ પક્ષ કોઈ પણ બંધારણીય અને વાજબી રણનીતિ અપનાવવા સ્વતંત્ર છે, તેથી ભાજપની જેમ જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પણ આ જ પ્રકારનો સમાન અવસર મળી શકે તેમ હોવાથી સુરતની બેઠક બિન હરિફ થઈ તેથી માત્ર ભાજપ નહીં, પરંતુ ઈન્ડિયા ગઠબંધનને પણ પરોક્ષ પ્રચારાત્મક ફાયદો થશે, તેવો અભિપ્રાય પણ વ્યકત થઈ રહ્યો છે, ત્યારે કહેવતની ભાષામાં એમ પણ કહી શકાય કે 'શેરડી સાથે એરડી પણ પી લેશે'..!

એવા અહેવાલો આવ્યા છે કે ગુજરાતના કોંગી ઉમેદવારોના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી તા. ર૭ મી એપ્રિલે વલસાડના ધરમપુરમાં સભાને સંબોધશે, તે જ દિવસે દમણમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો યોજાશે, અને ચૂંટણી સભાને સંબોધન કરશે. ગુજરાતમાં રાહુલ ગાંધી ઉપરાંત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ પણ ચૂંટણી પ્રચાર માટે આવવાના છે, તે બીજી તરફ ભાજપના સ્ટાર પ્રચારકો નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપરાંત એનડીએના અન્ય પક્ષોના નેતાઓ પણ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર માટે આવશે તા. ર૭ થી ર૯ સુધી અમિત શાહનો રાજયવ્યાપી પ્રવાસ થશે, ને ગુજરાત રાજ્ય સ્થાપનાદિનને સાંકળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો પ્રવાસ પણ ગોઠવાઈ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીયકક્ષાના વિવિધ પક્ષોના નેતાઓના ઝંઝાવાતી પ્રવાસો અને રોડ-શો, ચૂંટણીસભાઓ અને રેલીઓના માધ્યમથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની જાણે ફરી આંધી ફૂંકાશે, જસ્ટ વેઈટ એન્ડ વોચ....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial