જામનગરની એકમાત્ર આઈ.સી.એસ.ઈ. બોર્ડ સ્કૂલનું એક્સલન્ટ રીઝલ્ટ
જામનગર તા. ૯: ગુજરાતમાં મોટેભાગે બે જ અભ્યાસક્રમો પ્રચલિત છે એક ગુજરાત બોર્ડ સંલગ્ન અને બીજો સી.બી.એસ.ઇ. સંલગ્ન પરંતુ સી.બી.એસ.ઇ. કરતા પણ વધુ પ્રતિષ્ઠા આઇ.સી.એસ.ઇ. બોર્ડનાં અભ્યાસક્રમની છે. તાજેતરમાં આઇ.સી.એસ.ઇ. બોર્ડનું ધો. ૧૦ અને ૧૨ નું પરિણામ આવ્યુ છે જેમાં જામનગરની એકમાત્ર આઇ.સી.એસ.ઇ. સંલગ્ન શૈક્ષણિક સંસ્થા એસ.બી. શર્મા વર્લ્ડ સ્કૂલનું ઝળહળતું પરિણામ આવ્યું છે.
આઇ.સી.એસ.ઇ.નું ફુલ ફોર્મ 'ઇન્ડિયન સર્ટીફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન' છે. જે એક ખાનગી બોર્ડ છે જેની સ્થાપના બાળકોને શ્રેષ્ઠતમ શિક્ષણ આપવા માટે થઇ હતી.આઇ.સી.એસ.ઇ. માં અંગ્રેજી ભાષામાં જ તમામ શિક્ષણ આપવામાં આવે છે અને પ્રેક્ટીકલ એજ્યુકેશન ઉપર ધ્યાન આપી તમામ વિષયો વિસ્તૃત રીતે ભણાવવામાં આવે છે. જેને કારણે તેનો અભ્યાસક્રમ અઘરો માનવામાં આવે છે. ધો.૧૧ અને ૧૨ ને આઇ.એસ.સી.ઈ. બોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. એસ. બી. શર્મા સ્કૂલનાં ઝળહળતા પરીણામો મેળવનાર ધો. ૧૦ અને ૧૨ નાં પરીક્ષાર્થીઓએ સ્કૂલનાં ડાયરેક્ટર પ્રતિક શર્મા, ટીચર્સ વનિતા મેડમ, હાર્દિક સર તથા એડમિશન નિરવ પંડ્યા અને વાલીગણ સાથે 'નોબત' ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પોતાની સફળતા અંગે વાર્તાલાપ કર્યો હતો.
સૌપ્રથમ સ્કૂલનાં ડાયરેક્ટર પ્રતિક શર્માનાં જણાવ્યાનુસાર એક દાયકાથી શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠા સંપાદિત કરનાર તેમની સ્કૂલનું સતત છઠ્ઠા વર્ષે ધો. ૧૦ નું રીઝલ્ટ ૧૦૦% આવ્યું છે.તેમજ આઇ.સી.એસ. બોર્ડમાં તેમની સ્કૂલને ધો. ૧૨ સાયન્સનાં અભ્યાસક્રમને માન્યતા મળ્યાનાં પ્રથમ વર્ષે જ ૧૦૦% રીઝલ્ટ આવતા ડબલ સેલિબ્રેશનનો અવસર આવ્યો છે. આ માટે તેઓ ટ્રસ્ટી શિવસાગર શર્મા, એજ્યુકેશન ડાયરેક્ટર ડો. સોનમ શર્મા તથા પ્રિન્સીપાલ ઉપાસના અવસ્થી ની એજ્યુકેશનલ લીડરશીપને જવાબદાર ગણાવે છે.
યશ દાસને બનવું છે એન્જિનીયર
ધો. ૧૦ ની પરીક્ષામાં ૮૯.૨% ગુણ સાથે સ્કૂલમાં પ્રથમ ક્રમ મેળવનાર યશ દાસ પોતાની સફળતા પાછળ ટાઇમ મેનેજમેન્ટ અને સાતત્યપૂર્ણ પરીશ્રમનો હાથ હોવાનું જણાવી સ્કૂલનાં શિક્ષકોનાં માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કરે છે. યશનાં પિતા મનોજ કુમાર દાસ સ્ટેશન માસ્ટર છે તથા માતા આભા દાસ હાઉસવાઇફ છે. વાચન અને ફૂટબોલ રમવાનો શોખ ધરાવતા યશનું લક્ષ્ય એન્જિનિયર બનવાનું છે.
અર્પણ ચક્રવર્તીનું
સપનું છે ડોક્ટર બનવાનું
ધો. ૧૦ ની પરીક્ષામાં ૮૯% ગુણ સાથે સ્કૂલમાં દ્વિતીય ક્રમ મેળવનાર અર્પણ ચક્રવર્તીનાં પિતા પાલબ ચક્રવર્તી એન્જિનિયર છે જ્યારે માતા પહીયા ચક્રવર્તી ગૃહિણી છે. અર્પણની બહેન અરીત્રી ચક્રવર્તી પણ એસ.બી.શર્મા સ્કૂલમાં જ ધો. ૯ માં અભ્યાસ કરે છે. ઉચું પરિણામ મેળવી અર્પણે નાની બહેન માટે પ્રેરક ઉદાહરણ રજૂ કર્યું છે. સમયસર સ્માર્ટ વર્કને સફળતાની ચાવી ગણાવતા અર્પણનું સપનું વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવાનું છે. પોતાની સફળતા માટે તે હાર્દિક સરનાં માર્ગદર્શન તથા પરિવારનાં સપોર્ટનો ઋણ સ્વીકાર કરે છે.
ભવ્ય ગુઢકાએ કોમ્પ્યુટર એન્જિનિયર બનવાની
દિશામાં કરી સફળ આગેકૂચ
સ્કૂલનાં વિદ્યાર્થી ભવ્ય ગુઢકાએ ધો. ૧૦ માં ૮૫.૬૦% ગુણ મેળવ્યા છે અને સ્કૂલમાં પાંચમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેનાં પિતા ભાવિકભાઇ વેપારી છે તથા માતા જીગ્નાબેન ગૃહિણી છે.તેનો નાનો ભાઇ મન ૯ માં ધોરણમાં અભ્યાસરત છે. વાચનનો શોખ ધરાવતા ભવ્યએ સેલ્ફ સ્ટડીનાં માધ્યમથી સફળતા મેળવી એકલવ્યનું ઉદાહરણ પૂરૃં પાડ્યું છે. જે.ઇ.ઇ. મેઇન્સ અને એડવાન્સ ક્લિયર કરવાનો નિર્ધાર ધરાવતા ભવ્યને સોફ્ટવેર અને હાર્ડવેરમાં કોમ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરવો છે. તે પોતાની સફળતા માટે પ્રિન્સીપાલ ઉપાસના અવસ્થીનો ખાસ આભાર માને છે.
ચૈતન્ય ચાવડાનો છે સોફ્ટવેર એન્જિનિયર બનવાનો સંકલ્પ
ચૈતન્ય ચાવડાએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૮૩.૮૦ % ગુણ મેળવી સ્કૂલમાં ૭ મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ચૈતન્યનાં પિતા નરેન્દ્રભાઈ એન્જિનિયર છે તથા માતા અવનીબેન હાઉસવાઇફ છે. ચૈતન્યનાં મોટા ભાઇ હર્ષ જે.ઇ.ઇ. મેઇન્સ અને એડવાન્સ ક્લિયર કરી આઇ. આઇ. ટી. મુંબઇમાં કેમિકલ એન્જિનિયરીંગ નો અભ્યાસ કરી રહ્યા છે. ચૈતન્ય પણ મોટા ભાઇનાં પદચિન્હો ઉપર ચાલીને સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે. વાંચનનો શોખ ધરાવતો ચૈતન્ય ટાઇમ મેનેજમેન્ટ અને નિયમિત કસોટીઓને પોતાની સફળતાનું રહસ્ય ગણાવે છે.
ભવ્ય નિર્મલનો ગોલ છે ડોક્ટર બનવાનો
ભવ્ય નિર્મલે ધો. ૧૦ માં ૮૧.૪૦% ગુણ સાથે સ્કૂલમાં ૮મો ક્રમ મેળવ્યો છે. તેમનાં પિતા મિતુલભાઇ પર્ચેઝ મેનેજર છે તથા માતા હેતલબેન હાઉસવાઇફ છે. ડ્રોઇંગ તથા ફૂટબોલ રમવાનો શોખ ધરાવતા ભવ્યને વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવું છે. જાતે નોટ્સ બનાવી અભ્યાસમાં સફળતા મેળવનાર ભવ્ય રુચા મેમ, હાર્દિક સર તથા વનિતા મેમનાં માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કરે છે.
ઉદ્યોગકાર પિતાની પુત્રી
રાશિ ખૂબચંદાણીને
બનવું છે એન્જિનિયર
રાશિ ખૂબચંદાણીએ ધો. ૧૦ માં ૭૮.૮૦% ગુણ મેળવી સ્કૂલમાં ૯ મો ક્રમાંક મેળવ્યો છે. તેણીનાં પિતા પરેશભાઇ ઉદ્યોગકાર છે તથા માતા હિમાબેન ગૃહિણી છે. નૃત્યનો શોખ ધરાવતી રાશિ નિયમિત રિવિઝન અને સેલ્ફ સ્ટડીને સફળતાનો મંત્ર ગણાવી પ્રિન્સીપાલ ઉપાસના અવસ્થીનો ખાસ આભાર માને છે. રાશિ વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી એન્જિનિયર બનવાનું લક્ષ્ય ધરાવે છે.
ધો.૧૨ સાયન્સમાં ઝળકનાર ક્રિષ્ના વ્યાસને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે બનાવી છે કારકીર્દી
આઇ.સી.એસ.ઈ.બોર્ડની ધો. ૧૨ સાયન્સની વિદ્યાર્થીની ક્રિષ્ના વ્યાસે ૮૮.૨૫% ગુણ મેળવી સ્કૂલમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે. તેણીનાં પિતા પિયૂષભાઇ બેન્કર છે જ્યારે માતા દર્શનાબેન ગૃહિણી છે. મ્યુઝીક અને કૂકીંગનો શોખ ધરાવતી ક્રિષ્નાએ નિયમિત સ્વઅધ્યયન અને રિવિઝનને સફળતાનું સૂત્ર ગણાવી પ્રિન્સીપાલ ઉપાસના મેમનો આભાર માન્યો હતો. ક્રિષ્ના એન્જિનનિયરીંગ કરી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઉત્સુક છે.
જાન્વી જોશીનું લક્ષ્ય છે ન્યૂરોસર્જન બનવાનું
ધો. ૧૨ સાયન્સમાં ૮૬.૫૦% ગુણ સાથે સ્કૂલમાં તૃતીય ક્રમ મેળવનાર જાન્વી જોશીનાં પિતા પ્રણવભાઇ આર્કિટેક છે જ્યારે માતા ભાર્ગવીબેન સુજોક થેરાપીસ્ટ છે. બેડમિન્ટન રમવાનો શોખ ધરાવતી જાન્વી નિયમિત અભ્યાસને જ સફળતાની ગુરૂચાવી ગણાવી પ્રિન્સીપાલ ઉપાસના મેમ તથા હાર્દિક સરનો ઋણ સ્વીકાર કરે છે. જાન્વી એમ.બી.બી.એસ. કરી ન્યૂરોસર્જન બનવાનું લક્ષ્ય ધરાવે છે.
ગીતા કનારાનો ડોક્ટર બનવાનો સંકલ્પ
ધો. ૧૨ સાયન્સમાં ૭૫.૨૫% ગુણ મેળવી સ્કૂલમાં ચતુર્થ ક્રમ મેળવનાર ગીતા કનારાના પિતા ગોવાભાઇ વેપારી છે તથા માતા નાથીબેન ગૃહિણી છે. તેણીનાં મોટાબહેન શ્રદ્ધા કનારા સોફ્ટવેર એન્જિનનિયર છે. શિક્ષકોનાં માર્ગદર્શન સાથે સ્વઅધ્યયનને સચોટ સફળતાનું સૂત્ર જણાવતા ગીતાને સંગીતનો શોખ છે. પ્રિન્સીપાલ ઉપાસના મેમનાં ગાઈડન્સને ઉપકારક ગણાવી તેણી એમબીબીએસનો અભ્યાસ કરી ડોક્ટર બનવાનો નિર્ધાર વ્યક્ત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial