સાંઈ ટ્યુટોરિયલ્સની વિદ્યાર્થિની ઝળકી
જામનગરના સાંઈ ટ્યુટોરિયલ્સની વિદ્યાર્થીની રીચા લાંબાએ ધો. ૧ર સામાન્ય પ્રવહમાં ૯૦.૪ર ટકા ગુણ તથા ૯૮.૮૪ પી.આર. મેળવી ક્લાસીસ તથા લાંબા પરિવારનું ગૌરવ વધાર્યું છે. રીચાના પિતા ઉમેશભાઈ નોકરી કરે છે જ્યારે માતા સોનુબેન ગૃહિણી છે. તેણીનો નાનો ભાઈ જૈનીલ ધો. ૭ મા અભ્યાસરત છે. ચાર્ટ એન્ડ ક્રાફ્ટનો શોખ ધરાવતી રીયા નિયમિત ૬ કલાકના અભ્યાસથી સફળતા મળી હોવાનું જણાવી સાંઈ ટ્યુટોરિયલ્સના જાનવી માંકડ મેમના સચોટ શૈક્ષણિક માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કરે છે. રીચાને જી.પી.એસ.સી. પાસ કરી ઉજ્જવળ કારકિર્દી બનાવવાની મહેચ્છા છે. ઉલ્લેખનિય છે કે, સાંઈ ટ્યુટોરિયલ્સનું ધો. ૧ર સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. જેમાં બે સ્ટુડન્ટે એ-વન ગ્રેડ મેળવ્યો છે. ૧૧ સ્ટુડન્ટે ૯૦ થી વધુ પી.આર. સાથે ઝળહળતું પરિણામ મેળવ્યું છે. ૯ સ્ટુડન્ટે એ-ટુ ગ્રેડ તથા ર૧ સ્ટુડન્ટે બી-વન ગ્રેડ મેળવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial