ચાર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યોઃ
જામનગર તા. ૯: ગુજરાત બોર્ડ દ્વારા ધો. ૧ર કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા જોષી ક્લાસીસે ૯૬ ટકા પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. દર વર્ષે બોર્ડની પરીક્ષામાં આટલું સારૂ પરિણામ પ્રાપ્ત કરીને જોષી ક્લાસીસે જામનગરના શિક્ષણ જગતમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ચાર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
જોષી ક્લાસીસના સંચાલક દિનેશભાઈ જોષીએ 'નોબત'ના પત્રકાર દિપક લાંબાને જણાવ્યું હતું કે, છેલ્લા પચ્ચીસ વર્ષથી જોષી ક્લાસીસ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરૃં પાડવામાં આવી રહ્યું છે. ટાઈમટેબલ મુજબ અભ્યાસ, દરેક વિષયનું તલસ્પર્શી જ્ઞાન, નિયમિત ટેસ્ટ, શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત પરિશ્રમના કારણે પ્રતિવર્ષ અમારૂ ક્લાસીસ બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ રહે છે.
વિજયનું ઊંચુ લક્ષ્યઃ
સી.એ. થવું છે
ધો. ૧ર કોમર્સની પરીક્ષામાં વિજય ટોપરાણીએ ૯પ.ર૯ ટકા સાથે ૯૯.૯પ પીઆર પ્રાપ્ત કર્યા છે. જેમાં એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક સાથે સફળતા મળે તે માટે વિજય દરરોજ ૩ થી ૪ કલાક અભ્યાસ કરતો હતો. વિજયના પિતા પ્રહ્લાદભાઈ ટોપરાણી કાપડના વેપારી છે અને માતા મીનાબેન ગૃહીણી છે. વાચનમાં રૂચિ ધરાવનાર વિજય આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માંગે છે.
મારે સીએ બનવું છેઃ મનાલી
આર્ય સમાજ સ્કૂલની વિદ્યાર્થીની મનાલી ટોપરાણીએ ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૯૪ ટકા સાથે ૯૯.૮૪ પી.આર. પ્રાપ્ત કરીને શાળા તથા જોષી ક્લાસીસનુું ગૌરવ વધાર્યું છે. પરીક્ષામાં જવલંત સફળતા મળે તે માટે મનાલી દરરોજ ૩ થી ૪ કલાક અભ્યાસ કરતી હતી. ચિત્રમાં રૂચિ ધરાવનાર મનાલીને સી.એ. બનવું છે.
સાનિયા ખુરેશીએ ધોરણ
૧ર મા ૯૯.૭૧ ટકા મેળવ્યા
આર્ય સમાજની વિદ્યાર્થીની સાનિયા કાદરભાઈ ખુરેશીએ ધો. ૧ર કોમર્સમાં ૯૩.૭૧ ટકા સાથે ૯૯.૮૦ પી.આર. પ્રાપ્ત કર્યા છે. બી.ઓ.માં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવનાર સાનિયાનું સી.એ. બનવાનું સ્વપ્ન છે.
રાજનનું સીએ બનવાનું સ્વપ્ન
રાજન કણઝારિયાએ ધો. ૧ર કોમર્સમાં દરરોજ ૩ થી ૪ કલાક અભ્યાસ કરીને ૯૩.ર૯ ટકા અને ૯૯.ર૯ પી.આર. પ્રાપ્ત કર્યા છે. પિતા દામજીભાઈ ખેતી સાથે સંકળાયેલા છે. રાજન આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial