સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ ઝળક્યા
જામનગર તા. ૧૦: જામનગરની પ્રતિષ્ઠિત જ્ઞાનગંગા સ્કૂલે આ વર્ષે પણ બોર્ડની ધો. ૧ર સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉચ્ચ પરિણામની પરંપરા જાળવી રાખી છે. સ્કૂલનું ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૧૦૦% પરિણામ તથા ધો. ૧ર સામાન્ય પ્રવાહ (કોમર્સ) નું ૯૩% પરિણામ આવ્યું છે. ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં બે સ્ટુડન્ટે એ-વન ગ્રેડ મેળવ્યો છે. ૧૧ સ્ટુડન્ટે એ-ટુ ગ્રેડ તથા ૧૯ સ્ટુડન્ટે બી-વન ગ્રેડ મેળવેલ છે.
વિજય ટોપરાણીને સી.એ. બનવાનું સપનું
સ્કૂલના વિદ્યાર્થી વિજય ટોપરાણીએ ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૯પ.ર૯% ગુણ તથા ૯૯.૯પ પી.આર. મેળવ્યા છે. વિજયના પિતા પ્રહલાદભાઈ કપડાની દુકાન ધરાવે છે. જ્યારે માતા મીનાબેન ગૃહિણી છે. રેગ્યુલર રિવિઝનથી સફળતા મેળવી હોવાનું જણાવી વિજય નિલેષ સર તથા મેહુલ સરના સચોટ માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કરે છે. વિજય સી.એ. બનવાનું લક્ષ્ય ધરાવે છે.
ધ્રુવિક નારીયાને બનવું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
સ્કૂલના વિદ્યાર્થી ધ્રુવિક નારીયાએ ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૯ર.૪ર% ગુણ સાથે ૯૯.પ૪ પી.આર. મેળવી નારીયા પરિવારનું નામ રોશન કર્યુ છે. ધ્રુવીડના પિતા મહેશભાઈ વેપારી છે તથા માતા સંગીતાબેન હાઉસવાઈફ છે. ધ્રુવિકનુું લક્ષ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની અર્થતંત્ર સંલગ્ન ઉજ્જવળ કારકીર્દિ બનાવવાનું છે.
સોઢા પરમાર વિમલને બનવું છે ડોક્ટર
સ્કૂલના વિદ્યાર્થી સોઢા પરમાર વિમલએ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૯૩% ગુણ તથા ૯૯.૦૩ પી.આર. મેળવી પરિવાર તથા સ્કૂલનું ગૌરવ વધાર્યુ છે. વિમલના પિતા પ્રવિણભાઈ ખેડૂત છે. જ્યારે માતા ભાવનાબેન ગૃહિણી છે. વિમલનું લક્ષ્ય એમ.બી.બી.એસ. કરી ડોક્ટર બનવાનું છે અને તે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પૂરતી મહેનત કરવા પ્રતિબદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial