જામનગર તા. ૧૧ઃ જામનગરના જાણીતા સોમૈયા ક્લાસીસનું ધો. ૧ર સામાન્ય પ્રવાહનું ૯૯ ટકા પરિણામ આવ્યું છે. નિયમિત ટેસ્ટ અને પાઠ્યપુસ્તક આધારીત શિક્ષણ પર ભાર મૂકી વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે છે. જતિન સોમૈયાસરના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ બોર્ડમાં ધાર્યું પરિણામ મેળવે છે.
હાર્દિકસિંહ ચુડાસમા કરે છે જી.પી.એસ.સી.ની તૈયારી
ક્લાસીસના વિદ્યાર્થી હાર્દિકસિંહ ચુડાસમાએ ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૯૧.૧૪ ટકા ગુણ તથા ૯૯.૧૪ પી.આર. મેળવી ચુડાસમા પરિવારનું ગૌરવ વધાર્યું છે. હાર્દિકસિંહના પિતા અજયસિંહ પોલીસકર્મી છે તથા માતા રંજનબા ગૃહિણી છે. હાર્દિકના ભાઈ પોસ્ટ ઓફિસમાં સેવારત છે. ક્રિકેટનો શોખ ધરાવતા હાર્દિકસિંહ નિયમિત ૪-પ કલાકના અભ્યાસ અને રેગ્યુલર ટેસ્ટના પ્રતાપે ધારી સફળતા મેળવી હોવાનું જણાવે છે. જતિનસરના માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કરી હાર્દિકસિંહ બી.બી.એ. અભ્યાસ કરવાની સાથે જી.પી.એસ.સી.ની તૈયારી કરવાનો નિર્ધાર વ્યક્ત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial