એક વિદ્યાર્થીને ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ
જામનગર તા. ૧૩: જામનગરનાં સાંઇ ટ્યૂટોરીયલ્સનું ધો. ૧૦ નું ૧૦૦% પરિણામ આવ્યું છે તેમજ ૩ વિદ્યાર્થીએ એવન ગ્રેડ અને ૨૬ વિદ્યાર્થીએ એટુ ગ્રેડ મેળવ્યો છે. ક્લાસીસનાં સ્ટુડન્ટ જીત ભાયાણીએ ગણિત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. ક્લાસીસનાં સંચાલક જ્હાન્વી માંકડે તેમની તેજસ્વી વિદ્યાર્થિનીઓ સાથે 'નોબત' ની મુલાકાત લઇ શૈક્ષણિક સિદ્ધિઓ અંગે વાર્તાલાપ કર્યો હતો.
અપેક્ષાબા જાડેજાનું
પ્રોફેસર બનવાનું ધ્યેય
અપેક્ષાબા જાડેજાએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૪.૮૩% ગુણ તથા ૯૯.૩૫ પી.આર.સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. તેણીનાં પિતા જયદેવસિંહ જાડેજા પોલીસકર્મી છે જ્યારે માતા હેતલબા ગૃહિણી છે. વાચનનો શોખ ધરાવતા અપેક્ષાબાએ નિયમિત ૫ કલાક વાચન અને સતત રિવિઝનથી ધાર્યું પરિણામ મળ્યું હોવાનું જણાવી ગુરૂ જ્હાન્વી માંકડનાં માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કર્યો હતો.અપેક્ષાબા ઉચ્ચ અભ્યાસ પછી પ્રોફેસર તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છુક છે.
૯૮.૫૫ પી.આર. મેળવનાર કૃતિકાબા પરમારને
સી.એ. બનવું છે
ગુજરાત બોર્ડની ધો. ૧૦ ની પરીક્ષામાં કૃતિકાબા પરમારે ૯૩.૧૧% ગુણ તથા ૯૮.૫૫ પી. આર. સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા જયપાલસિંહ પોલીસકર્મી છે તથા માતા પ્રજ્ઞાબા હાઉસ વાઇફ છે. વાચનનો શોખ ધરાવતા કૃતિકાબાને કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની મહેચ્છા છે.
એ-વન ગ્રેડ મેળવનાર અનુષ્કાનું એન્જિનિયર બનવાનું લક્ષ્ય
ધો. ૧૦ ની પરીક્ષામાં અનુષ્કા પિલ્લઇએ ૯૧.૬૭% ગુણ તથા ૯૭.૬૩ પી.આર. અને એવન ગ્રેડ મેળવી ક્લાસીસનું નામ રોશન કર્યુ છે. તેણીનાં પિતા સુરેશકુમાર ખાનગી કંપનીમાં સેવારત છે જ્યારે માતા સજનીબેન ગૃહિણી છે. ડ્રોઇંગનો શોખ ધરાવતી અનુષ્કાએ નિયમિત વાચનનાં પ્રતાપે સફળતા મેળવી છે. તેણી એન્જિનિયર તરીકે કારકીર્દી બનાવવા ઉત્સુક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial