અંગ્રેજી માધ્યમમાં બોર્ડમાં સાતત્યપૂર્ણ પરિણામની પરંપરા જાળવી
જામનગરની પ્રતિષ્ઠિત એલ.જી.હરીયા સ્કૂલનું અંગ્રેજી માધ્યમનું ધો. ૧૦ નું ૯૭% પરીણામ આવ્યું છે. સ્કૂલનાં ૩ વિદ્યાર્થી એવન ગ્રેડ મેળવવામાં સફળ થયા છે જ્યારે ૪૧ વિદ્યાર્થીએ એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સ્કૂલનાં ગુરૂજનોએ તેજસ્વી વિદ્યાર્થીઓ તથા તેમનાં વાલીઓ સાથે 'નોબત' ની મુલાકાત લઇ શૈક્ષણિક સફળતા અંગે સંવાદ કર્યો હતો.
કાવ્યા ધોળકીયાનું ડોક્ટર બનવાનું લક્ષ્ય
ધો. ૧૦ માં કાવ્યા ધોળકીયાએ ૯૪.૫% ગુણ તથા ૯૯.૨૧ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી ધોળકીયા પરીવારનું ગોરવ વધાર્યું છે. કાવ્યાનાં પિતા જીજ્ઞેશભાઇ રિલાયન્સમાં મેનેજર તરીકે સેવારત છે જ્યારે માતા બ્રિન્દાબેન હાઉસવાઇફ છે. કાવ્યાનાં મોટા બહેન હાર્દવી બી.ડી.એસ. નો અભ્યાસ કરે છે અને ડેન્ટીસ્ટ તરીકે કારકીર્દી ઘડવા પ્રતિબદ્ધ છે. કાવ્યા પણ મોટા બહેનનાં પદચિન્હો પર ચાલીને વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવા સંકલ્પબદ્ધ છે. વાંચનનો શોખ ધરાવતી કાવ્યાએ નિયમિત ૩ કલાક સ્વઅધ્યયન કરી ઇચ્છતત સફળતા મેળવી હોવાનું જણાવી સ્કૂલનાં શ્રેષ્ઠ શિક્ષણનો ઋણ સ્વીકાર કર્યો હતો.
નિત્યા દોમડીયાને એન્જિનિયર બનવાની ઇચ્છા
ધો. ૧૦ માં ૯૩% ગુણ સાથે ૯૮.૪૬ પી.આર. મેળવી એવન ગ્રેડ પ્રાપ્ત કરનાર નિત્યા દોમડીયા સ્કૂલ અને ટ્યૂશન ઉપરાંત નિયમિત ૩ કલાકનાં અભ્યાસથી સચોટ સફળતા મેળવી હોવાનું જણાવે છે. નિત્યાનાં પિતા મહેશભાઈ એકાઉન્ટન્ટ છે જ્યારે માતા ભાવનાબેન ગૃહિણી છે. તેણીની મોટી બહેન નુપૂર ડોક્ટર બનવાનાં નિર્ધાર સાથે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસરત છે. ડાન્સ અને કૂકીંગનો શોખ ધરાવતી નિત્યા વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી એન્જિનિયર બનવાનું લક્ષ્ય ધરાવે છે.
નેહા શેખાવત ઉજ્જવળ કારકીર્દી ઘડવા માટે પ્રતિબદ્ધ
ધો. ૧૦ માં ૯૧% ગુણ સાથે ૯૭.૧૫ પી.આર. તથા એવન ગ્રેડ મેળવનાર નેહા શેખાવતનાં પિતા રણવીરસિંહ બિઝનેસમેન છે તથા માતા નિશાકંવર હાઉસવાઇફ છે. વાંચન, લેખન અને સંગીતનો શોખ ધરાવતી નેહાએ નિયમિત ૫ કલાકનાં અભ્યાસથી સચોટ પરીણામ મેળવ્યું છે. તેણીનો નાનો ભાઈ માનવ ધો. ૧૦ માં અભ્યાસ કરે છે. નેહા વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ઉજ્જવળ કારકીર્દી બનાવવા ઉત્સુક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial