તબીબ માતા-પિતાની પુત્રી જામનગરની
જામનગર તા. ૧૩: જામનગર સ્થિત સત્યસાઈ સ્કૂલ અને ગ્રેવીટી ક્લાસીસની વિદ્યાર્થિની વ્યોમીની ભાવેશ મહેતાએ બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. વ્યોમીનીએ એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં ૯ર.૪૬ ટકા અને ૯૯.૮૧ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કરીને મહેતા પરિવાર, શાળા તથા ક્લાસીસનું ગૌરવ વધાર્યુ છે.
વ્યોમીની જામનગરના જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. ભાવેશ મહેતા તથા ડો. ઝરણાબેન મહેતાની પુત્રી છે તથા નગરના અગ્રણી કાર્યકર્તા એ.કે. મહેતાની પૌત્રી છે. વ્યોમીનીએ સાયન્સના વિષયોની સાથે ભાષાના વિષયો તથા પ્રેક્ટીકલમાં પણ સારા ગુણ મેળવ્યા છે.
વ્યોમીની માતા-પિતાના પગલે ચાલીને ડોક્ટર બનીને માનવ સેવા કરવા માંગે છે. વ્યોમીનીએ તેની સફળતાનો શ્રેય ઈશ્વર, માતા-પિતા, પરિવારજનો અને શાળા તથા ક્લાસીસના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને સહકારને આપ્યો હતો.
બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા મળે તે માટે વ્યોમીની દરરોજ ૮ થી ૧૦ કલાક અભ્યાસ કરતી હતી. નિયમિત વાંચન, પદ્ધતિસરનું આયોજન અને તણાવથી દૂર રહીને તેણીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મહેનતની સાથે-સાથે ક્વોલિટી રીડીંગ અને કન્સેપ્ટ ક્લીયારીટી પર વ્યોમીની ભાર મૂકે છે. વ્યોમીનીએ અન્ય વિદ્યાર્થીઓને ખોટા ઉજાગરા તથા સ્ટ્રેસથી દૂર રહેવાની સલાહ આપી છે. તેણીને અભ્યાસ ઉપરાંત રીડીંગ તથા કૂકીંગમાં રૂચી છે. ખેલ મહાકુંભમાં ર૦૦ મી. દોડમાં શહેર કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત ઓલીપીયાર્ડની પરીક્ષાઓમાં ઘણાં મેડલ મેળવ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial