Sensex

વિગતવાર સમાચાર

જીલનું પોલીસ બની દેશ સેવા કરવાનું સ્વપ્ન

ફલીયા ૫રિવારનું ગૌરવઃ

જામનગર તા. ૧૩: જામનગની તપોવન વિદ્યાલય અને વિશ્વાસ ક્લાસીસની વિદ્યાર્થીની જીલ પરેશભાઈ ફલીયાએ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૭૬% ગુણ પ્રાપ્ત કરીને ફલીયા પરિવારનું ગૌરવ વધાર્યુ છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે જીલ દરરોજ ૩ થી ૪ કલાક અભ્યાસ કરતી હતી. જીલના પિતા પરેશભાઈ ફલીયા 'નોબત' ના ફોટો જર્નાલીસ્ટ છે, અને માતા શિતલબેન ગૃહિણી છે. તેને મળેલી આ સફળતાનો શ્રેય માતા-પિતા, શિક્ષકો તેમજ સતત સાથ-સહકાર આપનાર મોટા બહેન દિવ્યાબહેનને આપ્યો છે. પિતા પરેશભાઈને આદર્શ માનનાર અને બેડમિન્ટન રમવામાં રૂચી ધરાવનાર જીલ પોલીસ બનીને દેશ સેવા કરવા માંગે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial