Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

'નોબત'ની વિકાસયાત્રાનો ૬૮ મા વર્ષમાં ધમાકેદાર પ્રવેશઃ શાનદાર સફર હાઈટેક થયું સર્વાધિક લોકપ્રિય સાંધ્ય દૈનિક

હાલારનું સર્વાધિક લોકપ્રિય સાંધ્ય દૈનિક 'નોબત' નવા નવા રંગરૂપ, અદ્યતન ટેકનોલોજી અને સોશ્યલ મીડિયાના સંયોજન સાથે આજે ૬૮ મા વર્ષમાં ધમાકેદાર પ્રવેશ કરી રહ્યું છે. ૬૭ વર્ષની શાનદાર સફળ સફર સંપન્ન કરીને પ્રગતિના પંથે અવિરત આગેકૂચ કરી રહેલું સૌના હૈયે વસેલું 'નોબત' હવે હાઈટેક થઈ ગયું છે અને તેની પૂરક અદ્યતન અને ડિજિટલ આવૃત્તિઓ પણ ખૂબજ લોકપ્રિય બની રહી છે. આ કારણે 'નોબત' હવે સીમાડા તોડીને સાત સમંદર પાર પહોંચ્યું છે, તેથી હાલારીઓની છાતી ગજ ગજ ફૂલે છે.

આઝાદી પછી જ્યારે એક તરફ દેશમાં રાષ્ટ્રીય ભાવનાઓ ચરમસીમાએ હતી, અને બીજી તરફ અંગ્રેજોની અવળચંડાઈના કારણે ભાગલા પડ્યા પછી ભારત અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું, તેવા સમયે અમારા પથદર્શક આદરણીય પૂ. સ્વ. રતિલાલભાઈ માધવાણીએ રાજ્યા સર્વપ્રથમ સાંધ્ય ગુજરાતી અખબારનો પ્રારંભ કર્યો અને સાપ્તાહિકને સાંધ્ય દૈનિકનું સ્વરૂપ આપીને ટાંચા સાધનો તથા આર્થિક સંકડામણ વચ્ચે અનેક અવરોધોનો સામનો કરીને આ અખબાર ચલાવ્યું, વિક્સાવ્યું અને આ અખબારના માધ્યમથી નિડર પત્રકારિત્વનો દાખલો બેસાડ્યો. એટલું જ નહીં, આ અખબારી માધ્યમની સાથે સાથે દેશસેવા, સમાજસેવા, માનવસેવા અને નગરસેવાને સાંકળીને સમગ્ર હાલાર પંથકની જનતાનો અવાજ બનવા સુધીની સંઘર્ષમય અને પડકારરૂપ પ્રગતિયાત્રા સંપન્ન કરી, જે આપણાં સૌ માટે પ્રેરણાદાયી અને પથદર્શક છે.

અદ્યતન ટેકનોલોજીની સાથે પરંપરાગત પદ્ધતિનો સમાગમ કરીને મૂળ પ્રિન્ટેડ અખબારની સાથે સાથે ઈન્ટરનેટના માધ્યમથી ઈ-પેપરના સ્વરૂપમાં પણ 'નોબત' હવે હથેળીમાં રહેલા મોબાઈલ સેલફોન મારફત પણ પ્રસ્તુત થઈ રહ્યું છે, જે ઘણું જ લોકપ્રિય થયું છે. કોમ્પ્યુટર, લેપટોપ અને સેલફોનના માધ્યમથી ઈ-પેપર ઉપરાંત બ્રેકીંગ ન્યૂઝ, વેબસાઈટ, વીડિયો સમાચાર તથા સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમથી 'નોબત' ગ્લોબલ બન્યું છે, અને વિશ્વના ખૂણે ખૂણે વસેલા હાલારીઓ સહિત ગુજરાતીઓ જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના ગુજરાત સાથે સંકળાયેલા લોકો સુધી ઈ-પેપર, યુટ્યુબના માધ્યમથી વીડિયો સમાચાર, વ્હોટ્સએપના માધ્યમથી બ્રેકીંગ ન્યૂઝ તથા વેબસાઈટની લીન્ક દ્વારા 'નોબત' હવે ચોવીસેય કલાક ઉપલબ્ધ બન્યું છે, અને તેમાં માધવાણી પરિવારની ત્રણ ત્રણ પેઢીનો સંયુક્ત પરિવાર પરિશ્રમ રેડી રહ્યો છે, જે 'નોબત'ના આદ્યસ્થાપક આદરણીય પૂ. રતિલાલ માધવાણી અને પૂ. બાના સંસ્કારોને આભારી છે.

જુના જમાનામાં પણ કોઈપણ અગત્યના સમાચારો માટે સાંજના સમયે 'નોબત' પ્રસિદ્ધ થઈ ગયા પછી પણ એડિશન અથવા 'વધારો' પ્રસિદ્ધ કરાતો હતો, જેનું સ્થળ હવે 'નોબત'ની બ્રેકીંગ ન્યૂઝ અવિરત સેવાએ લીધું છે. 'નોબત'ના ગ્લોબલ ફીડબેક એપને પ્રોત્સાહિત કરે છે, અને વિજ્ઞાપનદાતાઓ, વાચકો તથા શુભેચ્છકોનો આ રિસ્પોન્સ જ અમારી મહામૂલી મૂડી છે, અને આ વિકાસ યાત્રામાં વખતોવખત અમારી સાથે જોડાયેલા તમામ વિભાગના કર્મચારીઓ, પત્રકારો, લેખકો અને વિતરકો-પ્રતિનિધિઓ પણ એટલા જ યશભાગી છે. 'નોબત'નો બહોળો વાચક વર્ગ તો હતો જ, તેમાં હવે બ્રેકીંગ ન્યૂઝ, વીડિયો સમાચાર તથા સોશ્યલ મીડિયાથી ફેસબુક, ઈન્સ્ટ્રાગ્રામ, યુટ્યુબ, ટેલિગ્રામ જેવા માધ્યમો તથા વેબસાઈટના માધ્યમથી હવે વિશાળ વાચકવર્ગની સાથે શ્રોતાવર્ગ પણ વધ્યો છે.

'નોબત'નો અભિગમ પહેલેથી જ લોકોની સમસ્યાઓને વાચા આપવાનો રહ્યો છે, અને સાથે સાથે કુદરતી આફતો, યુદ્ધ કે મહામારી જેવા કઠીન સમયે પણ લોકોની સાથે ખભેખભા મેળવીને જનસેવા તથા સમાજ સેવા કરવાનો રહ્યો છે, તે ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, નગરના આંગણે કોઈ વિશેષ કાર્યક્રમો હોય, હાલારને ગૌરવ અપાવે, તેવી ઉપ્લબ્ધિઓ હોય કે ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક વિકાસના કાર્યક્રમો હોય, 'નોબત' હંમેશાં પોતાની પ્રત્યક્ષ ભૂમિકા અદા કરતું જ રહ્યું છે.

'નોબત'નું પ્રકાશન વાચકોની વાચનભૂખ સંતોષે છે, અને મનોરંજન સાથે જ્ઞાન પીરસે છે, એટલું જ નહીં, ઉદાસિન તંત્રોને જગાડવા, સામૂહિક જનચેતના જગાડવા, મહત્ત્વના મુદ્દે લોકમત ઘડવા અને સત્કાર્યોને બિરદાવવાનું કામ પણ કરે છે.

'નોબત' માત્ર હાલાર જ નહીં, પરંતુ રાજ્ય, દેશ અને દુનિયાની તમામ તાજામાં તાજી ખબરોથી વાચકોને માહિતગાર રાખે છે. નગરથી નેશન અને ઈન્ટરનેશનલ બાબતોને આવરી લઈને તટસ્થ વિશ્લેષણો તથા રસપ્રદ આંકડાકીય માહિતી સાથે સામાન્ય લોકોના મનની વાતને સાંકળીને રજૂ થતો તંત્રીલેખ, દર શનિવારે સંગત વિભાગમાં રજૂ થતા 'મન હોય તો માળવે જવાય', સંવેદના, મિલન મસ્તની મસ્તી, સહિતના લેખો, શુક્રવારે રજૂ થતા એન્જિયોગ્રાફી અને કટાક્ષકણિકા ઉપરાંત અઠવાડિયા દરમિયાન નિયત કરેલા દિવસોમાં ચૂડી-ચાંદલો, ઘોર-અઘોરી, માર્કેટ સ્કેન, દૈનિક રાશિફળ, સાપ્તાહિક જ્યોતિષ, જેવા લેખો, સંક્ષિપ્ત સમાચાર, પ્રાસંગિક લેખો, ઈન્ટરવ્યૂ અને મુલાકાતો આધારિત લેખો, સાફલ્ય ગાથાઓ, ફોટોસ્ટોરીઝ, કાર્ટૂન કોર્નર, સોના-ચાંદીના ભાવો, શુભવિવાહ તથા ચિરવિદાય જેવા વિભાગો, વાચન વિશેષ સહિતની અઢળક જીવનોપયોગી અને માહિતીપ્રદ-રસપ્રદ વાચનનું સામગ્રી પીરસે છે.

આજે જ્યારે 'નોબત'ની યાત્રા ૬૮ મા વર્ષમાં પ્રવેશી છે, ત્યારે અમે હજુ પણ અમારા વાચકો, દર્શકો અને 'નોબત'ના ચાહકોની અપેક્ષાઓને અનુરૂપ 'નોબત'ને પ્રિન્ટ મીડિયા ઉપરાંત સોશ્યલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી વધુને વિસ્તારીને આજના યુગને સુસંગત, અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટના મહત્તમ ઉપયોગ સાથે વખતો-વખતના સુધારા વધારા સાથે પ્રસ્તુત કરતા રહીશું, તેવી ગેરંટી આપીએ છીએ.

આજના આ ગૌરવપ્રદ પ્રસંગે 'નોબત' અને 'માધવાણી' પરિવાર પ્રિય વાચકો, દર્શકો, ફોલોઅર્સ, વીડિયો સમાચારના શ્રોતાઓ, બ્રેકીંગ ન્યૂઝના ગ્રુપમેમ્બર્સ, આ તમામ માધ્યમોના સહભાગીઓ, સહયોગીઓ તથા માનવંતા વિજ્ઞાપન દાતાઓ, આકર્ષક ઈનામી ડ્રો સહિતની યોજના હેઠળના વાર્ષિક લવાજમના ગ્રાહકો, વિતરકો, પ્રતિનિધિઓ, પત્રકારો, શુભેચ્છકો સહિત સૌ કોઈને મંગલ શુભકામનાઓ પાઠવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial