એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં
જામનગરના ગુરુદ્વારા ચોક પાસે સૃષ્ટિ કોમ્પલેક્ષમાં આવેલ સોમૈયા ક્લાસીસે માર્ચ-ર૦ર૪ માં લેવાયેલી ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. સોમૈયા ક્લાસીસનું પરિણામ ૯૯.૧પ ટકા આવ્યું છે અને ૮ વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ મેળવ્યો છે.
સોમૈયા ક્લાસીસના સંચાલક જતિનભાઈ સોમૈયાએ 'નોબત'ના પત્રકાર દિપક લાંબા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ક્લાસીસનું સંચાલન મારા ઉપરાંત હિતેષભાઈ સોમૈયા અને નિકુંજભાઈ સોમૈયા દ્વારા કરવામાં આવે છે. છેલ્લા રર વર્ષથી અમે નગરના શૈક્ષણિક જગતમાં છીએ.
જતિનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. અભ્યાસ માટે ક્લાસીસ તરફથી મટિરિયલ આપવામાં આવે છે. નિયમિત ટેસ્ટ લેવામાં આવે છે. આ ઉપરાંત મોડલ ટેસ્ટ વિદ્યાર્થીઓને સારા ગુણ લાવવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના નંબર-૧ સોફ્ટવેર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છેઃ હર્ષિત ચાવડા
ધો. ૧૦ મા દરરોજ નિયમિત રીતે પ થી ૬ કલાક અભ્યાસ કરીને હર્ષિત ચાવડાએ ૯૪ ટકા સાથે ૯૮.૯૯ પી.આર. અને એ-વન ગ્રેડ મેળવ્યો છે. સંગીતમાં રૂચિ ધરાવનાર હર્ષિત કોમ્પ્યુટરમાં એન્જિનિયર બનવા માંગે છે.
નિહારિકાની ડોક્ટર બનવાની મહેચ્છા
નિહારિકા પરમારે એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ૯૩.૬૭ ટકા અને ૯૮.૮ર પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિતા હેમંતભાઈ બિઝનેસમેન છે અને માતા જ્યોતિબેન ગૃહિણી છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા નિહારિકા ૩ થી ૪ કલાક અભ્યાસ કરતી હતી. ડ્રોઈંગમાં રૂચિ ધરાવનાર નિહારિકા ડોક્ટર બનવા માંગે છે.
નીલનું ઊંચુ લક્ષ્યઃ સી.એ. બનવું છે
નીલ નકુમે ધો. ૧૦ મા ૯૩ ટકા સાથે ૯૮.પપ પી.આર. મેળવ્યા છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે નીલ દરરોજ પ થી ૬ કલાક મહેનત કરતો હતો. ફૂટબોલમાં રૂચિ ધરાવનાર નીલનું સી.એ. બનવાનું સ્વપ્ન છે.
ખેતીકામ કરનાર પિતાના પુત્ર હેતનું કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું સ્વપ્ન
હેત વસોયાએ ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯ર ટકા અને ૯૭.૮પ પી.આર. સાથે એ-વન ગ્રેડ મેળવ્યો છે. ખેતીકામ કરનાર પિતા જયેશભાઈ તથા ઘરકામ કરનાર માતા ક્રિષ્નાબેનનો પુત્ર હેતને કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે. હેતને અભ્યાસ ઉપરાંત ક્રિકેટ રમવું તથા વાચનમાં રસ છે.
સાકરિયા દેવે ૯ર ટકા મેળવ્યા
સાકરિયા દેવે દરરોજ પ થી ૬ કલાક અભ્યાસ કરીને ધો. ૧૦ ની પરીક્ષામાં ૯ર ટકા સાથે ૯૮.ર૭ પી.આર. મેળવ્યા છે. પિતા પ્રકાશભાઈને ઈલેક્ટ્રીકની દુકાન છે. દેવને ક્રિકેટ રમવું ગમે છે.
મીરાબાને ડોક્ટર બનવું છે
મીરાબા જાડેજાએ એસ.એસ.સી. પરીક્ષામાં ૯ર ટકા અને ૯૮.૮પ ટકા સાથે એ-વન ગ્રેડ મેળવ્યો છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા તેણી નિયમિત રીતે દરરોજ બે થી ત્રણ કલાક અભ્યાસ કરતી હતી. અભ્યાસ ઉપરાંત બેડમિન્ટનમાં રૂચિ ધરાવનાર મીરાબાને ડોક્ટર બનીને માનવ સેવા કરવી છે.
નેત્રાનું સી.એ. બનવાનું સ્વપ્ન
નેત્રા પિઠડિયાએ એસ.એસ.સી. પરીક્ષામાં ૯૧ ટકા અને ૯૭.૧પ પી.આર. સાથે એ-વન ગ્રેડ મેળવ્યો છે. પરીક્ષમાં સારા ગુણ મેળવવા માટે નેત્રા દરરોજ ૩ થી ૪ કલાક અભ્યાસ કરતી હતી. પિતા હિરેનભાઈ શેરમાર્કેટ સાથે સંકળાયેલા છે અને માતા પૂનમબેન હાઉસવાઈફ છે. ચિત્રમાં રૂચિ ધરાવનાર નેત્રા ડોક્ટર બનીને માનવ સેવા કરવા માંગે છે.
દેવાંશીને ડોક્ટર બનવાની અભિલાષા
દેવાંશી મજીઠિયાએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૧ ટકા સાથે ૯૧.૧પ પી.આર. અને એ-વન ગ્રેડ મેળવ્યો છે. પિતા મનિષભાઈ દુકાન ધરાવે છે અને માતા મિનાક્ષીબેન ગૃહિણી છે. ડ્રોઈંગમાં રૂચિ ધરાવનાર દેવાંશી આગળ ડોક્ટર બનવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial